હૃદય કંપાવી દે તેવો અકસ્માત, પદયાત્રી પર ઈનોવા ફરી વળી, લાશો અહીં તહીં વિખેરાઈ, જુઓ Photos

Ambaji Accident : મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. આ ઘટના એટલી દર્દનાક હતી કે, અન્ય પદયાત્રીઓ ગભરાઈ ગયા હતા. પોતાના સાથી પદયાત્રીઓના મોતથી ચારેતરફ રોક્કળ મચી ગઈ હતી. 

1/19
image

5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

2/19
image

માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા ચાલકે મા અંબાના દ્વારે જતા પદયાત્રીઓને કચડયા હતા. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 પદયાત્રીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને માલપુર સીએચસી ખસેડાયા છે. 

3/19
image

ઉલ્લેખનીય છે કે, તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના કલાલીના વતની હતા. યુવકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. આ સંઘમાં 150 લોકો સામેલ હતા. પરંતુ સંઘ મા અંબાના દ્વાર પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો. 

4/19
image

આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપશે.

5/19
image

6/19
image

7/19
image

8/19
image

9/19
image

10/19
image

11/19
image

12/19
image

13/19
image

14/19
image

15/19
image

16/19
image

17/19
image

18/19
image

19/19
image