આ તો ટ્રેલર છે, સપ્ટેમ્બરમાં સપાટો બોલાવશે વરસાદનું પિક્ચર! 80 કિમી.ની ઝડપે ફૂંકાશે પવન, અંબાલાલની આગાહી

Gujarat Rain Forecast Ambalal Patel: ગુજરાત પરથી પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમને પગલે હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે. આ અંગેની આગાહી પણ અગાઉ અંબાલાલ પટેલે કરી હતી. અંબાલાલ પટેલે આના કરતા પણ વધુ ઘાતક આગાહી હવે કરી દીધી છે. જાણો આગામી દિવસોમાં ગુજરાતમાં શું થવાનું છે....

1/9
image

Gujarat Rain Ambalal Patel: ગુજરાત પરથી પસાર થઇ રહેલી સિસ્ટમ કેવો વળાંક લેશે? સૌરાષ્ટ્ર-કચ્છમાં થશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

2/9
image

અંબાલાલ પટેલની આગાહી....પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ના ભાગોના 80 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી. રાજ્ય ભરમાં 15 થી 35 ઝડપે પવનો ફૂંકાવવાની આગાહી.  

3/9
image

ભારેથી અતિભારે વરસાદની પગલે ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે છે. 

4/9
image

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર યથાવર્ત રહેવાની આગાહી.આગામી 2-3 દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી. 30 ઓગસ્ટ આસપાસ વરસાદી જોર ઘટવાની શક્યતાઓ.

5/9
image

3 દિવસ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ કચ્છ ઉપરથી પાકિસ્તાન તરફ ફંટાશે. જેને કારણે પાકિસ્તાન તરફ જશે તોફાની વરસાદ. ભારે વરસાદ પાકિસ્તાનને કરી શકે છે ખેદાનમેદાન...તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  

6/9
image

હાલ પુરતી રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાહતરૂપ આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટવાની આગાહી. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે.

7/9
image

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે.

8/9
image

અંબાલાલ પટેલે કહ્યું છેકે, આગામી 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે.

9/9
image

અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના સમગ્ર ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા.