1 રૂપિયામાં 10 કિમીની માઈલેજ છે આ જાપાની સ્કૂટરની, PHOTOSમાં જુઓ તેના ફિચર્સ

Okinawa Praise Electric Scooter : સતત વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે લોકો પોતાના બજેટમાં ફિટ બેસે તેવા ટુવ્હિલર્સ અને ઈલેક્ટ્રોનિક ગાડીઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. સરકાર પણ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઈલેટ્રોનિક વાહનો પર વધુ ભાર મૂકી રહી છે. 

સ્કૂટરમાં ત્રણ મોડ ઈકોનોમી, સ્પોર્ટી અને ટર્બો આપવામાં આપવામાં આવેલ છે. ઈકોનોમીમં તે 30થી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. સ્પોર્ટીમાં તેની ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે અને ટર્બોની વાત કરીએ તો તેમાં 75 કિમી પ્રતિ કલાક તે દોડી શકે છે. 

થોડા દિવસ પહેલા જ લોન્ચ કરાયુ પ્રેઝ પ્રો

1/6
image

સતત વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે લોકો પોતાના બજેટમાં ફિટ બેસે તેવા ટુવ્હિલર્સ અને ઈલેક્ટ્રોનિક ગાડીઓને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. સરકાર પણ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઈલેટ્રોનિક વાહનો પર વધુ ભાર મૂકી રહી છે. જાપાનની દ્વિચક્કી વાહન બનાવતી કંપની ઓકિનાવા (Okinawa) ટુ વ્હીલર્સે થોડા દિવસ પહેલા જ પ્રેઝ પ્રો (Praise Pro) સ્કૂટર લોન્ચ કર્યું છે. જે કંપનીનું બજારમાં સૌથી પહેલા લોન્ચ થયેલું પ્રેઝ( (Praise)નું અપગ્રેડેડ વર્ઝન જણાવવામાં આવી રહ્યું છે. 

Praiseમાં 1000 વોટની દમદાર મોટર

2/6
image

Praise ઓકિનાવાનું હાઈસ્પીડ સ્કૂટર છે. તેની દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઈઝ 65,430 રૂપિયા છે. ઓકિનાવાના પ્રેઝમાં 1000 વોટની દમદાર મોટર છે. આ મોટર 3.35 bhpનો પાવર પેદા કરે છે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ પર આ સ્કૂટર એકવારમાં 175થી 200 કિમીનું અંતર કાપે છે. જો તમે હાઈ સ્પીડ જવા માંગતા હોવ તો તમે તેને પ્રતિ કલાક 75ની સ્પીડથી દોડાવી શકો છો. 

સ્કૂટરના બંને પૈડામાં ડિસ્ક બ્રેક

3/6
image

સ્કૂટરના લોન્ચિંગ વખતે કંપનીએ દાવો કર્યો હતો કે તેને 1 કિમી ચલાવવાનો ખર્ચ માત્ર 10 પૈસા છે. એટલે કે જો તમે 10 કિમીની મુસાફરી આ સ્કૂટરથી કરશો તો તમારે ફક્ત 1 રૂપિયાનો ખર્ચો આવશે. સ્ટાઈલિશ લૂકવાળા આ સ્કૂટરના બંને પૈડામાં ડિસ્ક બ્રેક લાગેલી છે. 

ત્રણ મોડ પર દોડી શકે છે આ સ્કૂટર

4/6
image

સ્કૂટરમાં ત્રણ મોડ ઈકોનોમી, સ્પોર્ટી અને ટર્બો આપવામાં આવેલ છે. ઈકોનોમીમાં તે 30થી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. સ્પોર્ટીમાં તેની ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે અને ટર્બોની વાત કરીએ તો તેમાં 75 કિમી પ્રતિ કલાક તે દોડી શકે છે. પરંતુ સૌથી વધુ માઈલેજ આ સ્કૂટર ઈકોનોમી મોડમાં જ આપે છે. એક યૂઝરના જણાવ્યાં મુજબ ઈકોનોમી મોડમાં ઢાળવાળા રસ્તા પર ચલાવવાથી ઓકિનાવા પ્રેઝે ફૂલ ચાર્જમાં 200 કિમીથી વધુ અંતર કાપ્યું. 

બેટરી ક્યાંય પણ લઈ જઈને કરી શકાય રિચાર્જ

5/6
image

ઓકિનાવાના પ્રેઝમાં ડિટેચબલ બેટરી લગાવવામાં આવી છે. એટલે કે આ બેટરી તમે ક્યાંય પણ લઈ જઈને રિચાર્જ કરી શકો છો. ઓકિનાવાએ પ્રેઝ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં સેફ્ટી ફિચર્સનું પણ ધ્યાન રાખ્યું છે. 12 ઈંચના વ્હીકલની સાથે જ પ્રેઝના ફ્રંટમાં ટ્વીન ડિસ્ક બ્રેક્સ છે. આ ઉપરાંત રિયરમાં પણ સિંગલ ડિસ્ક બ્રેક લગાવેલી છે. 

ડેટાઈમ રનિંગ લાઈટવાળા એલઈડી હેન્ડલેમ્પ

6/6
image

રાતે રસ્તાઓ પર કોઈ સમસ્યા ન થાય તે માટે સ્કૂટરમાં ડેટાઈમ રનિંગ લાઈટવાળા એલઈડી હેન્ડલેમ્પ છે. સ્કૂટરમાં આ ઉપરાંત પણ અનેક સારા ફિચર્સ અપાયા છે. જેમાં સાઈડ સ્ટેન્ડ સેન્સર, કીલેસ એન્ટ્રી, ફાઈન્ડ માય સ્કૂટર ફંક્શન અને એન્ટી થેફ્ટ મિકેનિઝમ સામેલ છે.