PICS: 'બાબા કા ઢાબા'ના માલિકે youtuber પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ, જાણો શું કહ્યું?

 ગૌરવે જ 'બાબા કા ઢાબા'નો વીડિયો શેર કર્યો હતો અને લોકોને મદદ માટે અપીલ કરી હતી. 

નવી દિલ્હી: થોડા સમય પહેલા સોશીયલ મીડિયા પર દિલ્હીના માલવીય નગર સ્થિત બાબા કા ઢાબા(Baba Ka Dhaba)નો વીડિયો ખુબ વાયરલ થયો હતો અને દેશભરમાંથી લોકો આ વૃદ્ધ દંપત્તિ કાંતા પ્રસાદ અને બાદામી દેવી(Kanta Prasad and Badami Devi) ની મદદ માટે સામે આવ્યા હતા. હવે ઢાબા ચલાવનારા કાંતા પ્રસાદે યુટ્યૂબર ગૌરવ વાસન વિરુદ્ધ પૈસાની હેરફેરનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવવાનું કે ગૌરવે જ બાબા કા ઢાબાનો વીડિયો શેર કર્યો હતો અને લોકોને મદદ માટે અપીલ કરી હતી. 

ગૌરવે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો

1/4
image

કાંતા પ્રસાદનું કહેવું છે કે યુટ્યૂબર ગૌરવ વાસને અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેણે મદદની અપીલ કર્યા બાદ પોતાનો, તેની પત્નીનો, અને ભાઈના એકાઉન્ટ નંબર આપ્યા. બધા પૈસા તેમની પાસે ગયા. તેમણે ક્યારેય જણાવ્યું નહીં કે કોણે કેટલા પૈસા આપ્યા. 

બેંકમાં પૈસા જમા ન કર્યા, રસીદ પણ ન આપી

2/4
image

ગૌરવે કહ્યું હતું કે બેંકમાં પૈસા જમા કરીએ છીએ પરંતુ બેંકમાં પૈસા ન કરાવ્યા અને રસીદ પણ નથી આપી. બેંકમાંથી નીકળ્યા બાદ તેણે વીડિયો બનાવ્યો અને કહ્યું કે લોકોને કહો કે હવે મદદ જોઈતી નથી. હવે મારી જગ્યાએ કોઈ બીજા જરૂરિયાતવાળાને મદદ કરો. 

અમને ફક્ત 2 લાખ રૂપિયા આપ્યા

3/4
image

કાંતા પ્રસાદે કહ્યું કે '25 તારીખની સવારે સુશાંતે પૂછ્યું કે કેટલાક પૈસા આવ્યા તો ગૌરવે કહ્યું કે 75 હજાર રૂપિયા આવ્યા છે અને વધુ ખબર નથી. 26ના રોજ ગૌરવ ચેક લઈને આવ્યો હતો. હું નહતો, સાંજે ઘરે આવ્યા અને ફરીથી ગૌરવ અને સુશાંતમાં લડાઈ થઈ રહી હતી. ગૌરવના ભાઈએ સુશાંત પર હાથ ઉઠાવ્યો અને પછી અમને 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો.'

બેંક ખાતું સીલ થયું તો કેવી રીતે ખબર પડી કેટલા પૈસા આવ્યા

4/4
image

તેમણે વધુમાં કહ્યું કે ગૌરવે કહ્યું હતું કે મારું બેંક ખાતું સીલ થઈ ગયું, પરંતુ બાબાના 20 લાખ રૂપિયા આવ્યા છે. જ્યારે એકાઉન્ટ સીલ થઈ ગયું હતું તો તેને કેવી રીતે ખબર કેટલા પૈસા આવ્યા. બધા પૈસા તેની પત્ની અને ભાઈના એકાઉન્ટમાં આવ્યા હતા.