'BABA KA DHABA' હવે શાનદાર રેસ્ટોરન્ટમાં ફેરવાયું, PHOTOS માં જુઓ કેવી છે રોનક

બાબા કાંતા પ્રસાદે જૂના ઢાબા પાસે જ એક નવી રેસ્ટોરન્ટ ખોલી છે.આ નવા ઢાબામાં ફર્નીચરથી માંડીને હેલ્પિંગ સ્ટાફ સુધીની વ્યવસ્થા છે. 

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા બાબા કા ઢાબાની તો રંગત જ બદલાઈ ગઈ છે. હવે તે એક નવા રેસ્ટોરન્ટમાં ફેરવાઈ ગયું છે. થોડા મહિના પહેલા ગ્રાહકો ન મળવાના કારણે ચોધાર આંસુએ રડતા બાબાની તો રાતો રાત ચાંદી થઈ ગઈ. બાબાનો ભાવુક વીડિયો જોઈને લોકોએ મન મૂકીને મદદ કરી. બાબાના ખાલી ઢાબા પર ગ્રાહકોની લાઈન લાગી હતી. હવે બાબા કાંતા પ્રસાદે જૂના ઢાબા પાસે જ એક નવી રેસ્ટોરન્ટ ખોલી છે.આ નવા ઢાબામાં ફર્નીચરથી માંડીને હેલ્પિંગ સ્ટાફ સુધીની વ્યવસ્થા છે. 

नए रेस्टोरेंट में बाबा कांता प्रसाद और उनकी पत्नी बदामी देवी

1/7
image

नए रेस्टोरेंट में बाबा ने सुरक्षा को देखते हुए सीसीटीवी कैमरा भी लगवाया है. हाल ही में बाबा ने बाताया था कि उनकी जान को खतरा है. बाबा ने कहा था कि उनको कुछ दिनों से जान से मारने की धमकी दी जा रही है.

હવે આવું દેખાય છે બાબા કા ઢાબા

2/7
image

બાબા કા ઢાબાના કાંતા પ્રસાદે પોતાની આ નવી હોટલ જૂના ઢાબાથી ફક્ત એક મિનિટના અંતરે જ શરૂ કર્યું છે. આ અગાઉ બાબા કા ઢાબા હનુમાન મંદિરની સામે રસ્તાના કિનારે નાનકડી દુકાનમાં હતું. 

પોતાના નવા રેસ્ટોરન્ટના કાઉન્ટર પર બેઠા છે બાબા કાંતા પ્રસાદ

3/7
image

બાબા કા ઢાબાના કાંતા પ્રસાદના નવા રેસ્ટોરન્ટમાં અલગથી કાઉન્ટર પણ છે. જેમાં તેઓ ખુરશી ઢાળીને શાનથી બેઠા છે. બાબાનું કહેવું છે કે આ નવી રેસ્ટોરન્ટમાં ભોજન બનાવવાની સાથે સાથે હિસાબ પણ તેઓ પોતે જ રાખશે. 

બાબાએ નવા રેસ્ટોરન્ટમાં બનાવ્યું છે એક નાનકડું મંદિર

4/7
image

બાબા કા ઢાબાની નવી રેસ્ટોરન્ટનો નજારો એકદમ અલગ  છે. બાબાએ આ નવા રેસ્ટોરન્ટમાં ઈન્ટિરિયર્સ પર ખુબ કામ કર્યું છે. રેસ્ટોરન્ટમાં મોરપંખવાળા વોલપેપરની સામે એક નાનું મંદિર બનાવ્યું છે.

બાબાના નવા રેસ્ટોરન્ટમાં ડાઈનિંગની સાથે સાથે કિચન પણ મોટું છે

5/7
image

પોતાના જૂના ઢાબામાં બાબા કાંતા પ્રસાદ એક નાનકડી દુકાનમાં જ ખાવાનું બનાવતા હતા.અને લોકો બહાર ઉભા રહીને ખાતા હતા. હવે આ નવા રેસ્ટોરન્ટમાં લોકોને બેસવા માટે સુંદર વ્યવસ્થા છે અને સાથે સાથે ખાવાનું  બનાવવા માટે અલગ મોટું કિચન પણ છે. 

નવા રેસ્ટોરન્ટમાં પોતે ખાવાનું બનાવશે બાબા, મદદ માટે રાખ્યો સ્ટાફ

6/7
image

બાબા કા ઢાબાને લોકોનો ખુબ પ્રેમ મળ્યો. આ સાથે જ બાબાના ઢાબા પર ગ્રાહકોની સંખ્યા પણ વધી ગઈ છે. જેને જોતા બાબાએ પોતાના રેસ્ટોરન્ટમાં 2 થી 3 લોકોનો સ્ટાફ પણ રાખ્યો છે. બાબાનું કહેવું છે કે તેઓ નવા રેસ્ટોરન્ટમાં પણ પોતે જ જમવાનું બનાવશે. આ સાથે જ સ્ટાફ તેમને મદદ કરશે. 

બાબાના નવા રેસ્ટોરન્ટનું મેન્યું પહેલા જેવું જ રહેશે. રેટમાં પણ જરાય ફેરફાર નહીં

7/7
image

બાબાના નવા રેસ્ટોરન્ટમાં ગ્રાહકો આવવાના શરૂ થઈ ગયા છે. બાબાએ એડ્રસ જરૂર બદલ્યું છે પરંતુ ખાવાનું મેન્યુ અને ભાવ પહેલા જેવા જ છે.