Photos : ગુજરાતમાં આ સ્થળે કરાઈ હતી ભગવાન કૃષ્ણની બાબરીની વિધિ

 મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં માઈ ભક્તો દ્વારા પોતાના કુળ દીપકની માથાની લટ આપવાની પ્રથા છે. જેને ચૌલ ક્રીયા કહેવામાં આવે છે. કહેવાય છે કે, માં બહુચરના મંદિરમાં ભગવાન કૃષ્ણની પણ બાબરી ઉતરવામાં આવી હતી. માથાના વાળ ઉતાર્યા બાદ મંદિર પરિસરને તે વાળમાંથી 7 થી 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.

તેજસ દવે/મહેસાણા : મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં માઈ ભક્તો દ્વારા પોતાના કુળ દીપકની માથાની લટ આપવાની પ્રથા છે. જેને ચૌલ ક્રીયા કહેવામાં આવે છે. કહેવાય છે કે, માં બહુચરના મંદિરમાં ભગવાન કૃષ્ણની પણ બાબરી ઉતરવામાં આવી હતી. માથાના વાળ ઉતાર્યા બાદ મંદિર પરિસરને તે વાળમાંથી 7 થી 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.
 

1/3
image

મહેસાણા જિલ્લાના તીર્થધામ બહુચરાજીમાં બહુચર માતાજીના સાનિધ્યમાં વર્ષ દરમિયાન અને ખાસ કરીને ચૈત્ર માસમાં ચૌલ ક્રિયાનું વિશેષ મહત્વ હોય છે. જેને લઈને ઉત્તર ગુજરાત સહિ‌ત રાજ્યભર અને વિદેશમાં રહેતા શ્રદ્ધાળુઓ તેમના સંતાનોની ચૌલ ક્રિયા (બાબરી )માટે મંદિર પરિસરમાં આવે છે. જેમાં ખાસ કરીને દુર્ગાટષ્મીના દિવસે માઈ ભક્તો અહીં ખાસ આવતા હોય છે અને પોતાના સંતાનના વાળ જે પાંચ વર્ષ સુધી વધાર્યા હોય છે તેની લટ મંદિરના ટ્રસ્ટમાં આપવામાં આવે છે. મંદિર પરિસરને ટોકનની રકમ સહિત જે વાળ મંદિરમાં મૂકીને માઈ ભક્તો જતા રહે છે, તે વાળમાંથી વર્ષે 8 લાખ જેટલી આવક થતી હોય છે.

2/3
image

હિ‌ન્દુ ધર્મમાં પરિવારમાં પ્રથમ પુત્ર સંતાનની ચૌલક્રિયા (બાબરી) ઉતરાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેમાં ભગવાન કૃષ્ણની પણ બાબરી અહીં કરવામાં આવી હતી. બહુચરાજી ધામ આખો ચૈત્ર મહિ‌નો અને વર્ષ દરમિયાન ચૌલક્રિયા માટે શ્રદ્ધાળુઓથી અહીં મંદિર પરિસર ઉભરાય છે. જેમાં ખાસ કરીને ચાલુ દિવસે અને વિશેષ રવિવારે અહીં ભક્તો પોતાના બાળકના વાળ અહીં ઉતારતા હોય છે. જેમાં મહેસાણા જિલ્લાના ઊંઝા, પાટણ, ચાણસ્મા સહિત અમદાવાદ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અહીં પોતાના પરિવાર સાથે આવે છે અને પોતના પ્રથમ પુત્ર જન્મની ખુશાલીરૂપે બાળકની ચૌલક્રિયાની વિધિ અહીં કરાવી ધન્યતા અનુભવે છે. આ માટે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પણ ખાસ આયોજન કરાય છે. 

3/3
image

ચૌલ ક્રિયાથી હજારો કિલો વાળ મંદિરમાં પડે છે અને તે આસ્થા સાથે જોડાયેલ હોવાથી મંદિર દ્વારા આ બધા વાળ ઉપાડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જેની વાર્ષિક આવક મંદિરને મળે છે. જેમાં મંદિરને અંદાજે 8 લાખની આવક થતી હોય છે. કહેવાય છે કે માતાજીના પરમ ભક્ત વલ્ભ ભટ્ટજીના પુત્ર અને ભગવાન કૃષ્ણના વાળની લટ અહીં લેવામાં આવી હતી અને લટ લીધા બાદ ખાસ નાયી સમાજના ભાઈઓ દ્વારા મુડંન અહીં કરવામાં આવે છે. જોકે બાળકના વાળ તેની ફોઈ કે બહેન ખોળામાં ઝીલવાની પણ પ્રણાલી છે સાથે ચૌલક્રિયાની વિધિ સાથે 1 થી 13 બ્રાહ્મણોને બ્રહ્મભોજનનો મહિ‌મા પણ અહીં રહેલો છે.