રન બનાવ્યા વિના પણ મુંબઈના મેદાનમાં દુનિયાએ જોયો રોહિતનો હિટમેન શો! ચાહકો થયા ફિદા

Rohit Sharma: મુંબઈમાં રમાયેલી મેચમાં ભલે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હારી ગઈ હોય. રાજસ્થાનની ટીમ ભલે આ આઈપીએલની મેચ જીતી ગઈ હોય. રોહિત શર્મા ભલે આ મેચમાં બેટિંગના કરી શક્યો હોય...તેમ છતાં રોહિતે જીતી લીધી કરોડો ચાહકોના દિલ. રન બનાવ્યા વિના પણ મુંબઈના મેદાનમાં દુનિયાએ જોયો રોહિતનો હિટમેન શો! જુઓ મેદાનમાં એવું તો શું થયું હતું....

પહેલાં તો ચાહકને જોઈને ડરી ગયા રોહિત શર્મા

1/5
image

સુરક્ષા ઘેરો તોડીનએ એક ચાહક મેદાન પર દોડી આવ્યો હતો. અને તે સીધો જ રોહિત શર્મા તરફ દોડ્યો અને ભેટી પડ્યો. પહેલાં તો રોહિત શર્મા ડરી જ ગયા હતા.

ચાહક ભેટી પડ્યો

2/5
image

રોહિત હજુ કંઈ પણ સમજે એ પહેલાં મેદાનમાં દોડી આવેલો ચાહક તેને ભેટી પડ્યો. પછી રોહિતને લાગ્યુ કે કોઈ નુકસાન નથી પહોંચાડી રહ્યો તો રોહિત પણ તેને ભેટ્યો. ચાહક રોહિતના પગે પણ લાગ્યો.

 

ઈશાને પણ ચાહકને ગળે લગાવ્યો

3/5
image

એક ચાહક આવ્યો તો રોહિત શર્મા તેને મળ્યાં. રોહિતને મળીને તે જઈ રહ્યો હતો ત્યારે ઈશાન કિસને પણ એ ચાહકને ભેટીને પ્રેમ દર્શાવ્યો. આ વ્યવહાર દર્શકોને ખુબ પસંદ આવ્યો.

ચાહકો ખુશ થયા

4/5
image

રોહિત અને ઈશાનનો બિહેવિયર જોઈ ચાહકો ખુશ થયા. દર્શકોએ તાલિઓ પાડી. આ પહેલાં વિરાટનો એક ફેન પણ સ્ટેડિયમમાં આવી પહોચ્યો હતો.

ના ચાલ્યો રોહિતનો જાદુ

5/5
image

મુંબઈમાં જ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હારી ગઈ. ના ચાલ્યો રોહિત શર્માનો જાદુ. ફેન્સ આ પ્રદર્શનથી થયા ખુબ નારાજ.