Fan News

Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? શું આ વાત સાચી છે?
Electric Bill: ઠંડી જઈ રહી છે અને ધીરેધીરે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળો આવતાની સાથે જ બધાને એસી યાદ આવે છે. પણ સાથે સાથે એ વાત પણ યાદ આવે છે કે, સાલુ એસીમાં લાઈટબિલ બહુ આવે છે. તો હવે આ સમસ્યાનું સમાધન કઈ રીતે કરવું એ જ મોટો સવાલ છે. લોકોના મનમાં એક સવાલ ઉઠવા લાગ્યો છે કે, એર કંડિશનર સાથે પંખો ચલાવવામાં આવે તો વીજળીનું બિલ ઓછું આવે છે કે કેમ? તમે ભાગ્યે જ આ વિશે સાંભળ્યું હશે, પરંતુ આ પ્રશ્ન લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જોકે મોટાભાગના લોકોને આ પ્રશ્નનો જવાબ ખબર નથી. જો તમે પણ આ સવાલનો જવાબ જાણવા માગો છો, તો આજે અમે તમને આ સમાચાર દ્વારા તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ આ વિશે વિગતવાર....
Feb 19,2023, 16:11 PM IST
શાહરૂખને મળવા માટે તેના ફેનએ બ્લેડથી કાપી નાખ્યો પોતાનો હાથ
મુંબઈના બાન્દ્રામાં સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળવામાં અસફળ રહેલ ફેન 26 વર્ષિય યુવકે ઘરની બહાર જ રવિવારે બ્લેડથી પોતાને ઈજા પહોંચાડી હતી. પોલીસે જણાવ્યું કે, રવિવારે સવારે બનેલી આ ઘટનામાં ધારાવીનો રહેવાસી મોહંમદ સલીમ અલાઉદ્દીનના ગળાના ભાગ તથા હાથ પર બ્લેડને કારણે ઈજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ તે વ્યક્તિને નજીકની ભાભા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બાન્દ્રા પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર ગિરીશ અનવકરે જણાવ્યું કે, અલાઉદ્દીન સુપરસ્ટાર ખાનને મળવા માંગતો હતો, અને શાહરૂખના ઘરની બહાર તેને મળવા માટે ત્રણ કલાક રાહ જોઈ હતી. કારણ કે, શુક્રવારે શાહરૂખનો 53મો જન્મદિવસ હતો.
Nov 5,2018, 10:37 AM IST

Trending news