ગુજરાતમાં મહાતોફાન આવ્યું : કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતા જ 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો
Monsoon Arrival : કેરળમાં વિધિવત રીતે થઈ ચોમાસાની એન્ટ્રી.... કેરળ તટ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચ્યું.. આજથી દેશમાં સત્તાવાર રીતે બેસી ગયું ચોમાસું, આ સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે જોરદાર પવન ફૂંકાયો છે, આજે ૨૪ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાશે
કેરળમાં ચોમાસાનું આગમન
આજે 30 મેથી ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. દેશમાં સૌથી પહેલા કેરળમાં ચોમાસું આવ્યું છે. કેરળમા ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધશે. કેરળ સહિત દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં ચોમાસાનું આગમન થયું છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં વહેલા વરસાદના આગમનથી લોકોમાં હરખની હેલી છે.
4 જિલ્લામાં ધૂળની આંધીની આગાહી
હવામાન વિભાગની નવી આગાહી આગાહી ગઈ છે. જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યના ચાર જિલ્લામાં ધુળની આંધીની આગાહી કરી છે. આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.
ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાશે જોરદાર પવન
આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકી, ઘરમાં પણ ધૂળ આવતા ગૃહિણીઓ પરેશાન થઈ છે. અન્ય વિસ્તારોમાં પણ ૨૫થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે. તમામ ઝોન વિભાગના અધિકારી સાથે સંકલન કરવામાં આવશે. મામલદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ધૂળની આંધીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ ધૂળની આંધીને કારણે દક્ષિણ ગુજરાતના કેરી સહિતના ઉભા પાકને નુકશાન જવાની ભીતિ છે.
ડુમસના દરિયા કિનારે પવન ફૂંકાયો
દક્ષિણ ગુજરાતના બંદરો પર ૩૫થી ૪૦ નોટ્સ સુધીના પવન ફુકાયો છે. ડુમસ દરિયા કિનારે પવનની અસર દેખાઈ છે. સુરતના ડુમસ દરિયા કિનારે આવતા દુકાનદારો અને સહેલાણીઓને સચેત કરવામાં આવ્યા છે. ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગાહી છે. આજે ૨૪ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણના પ્રભાવે તમામ બંદરો પર મુખ્યત્વે SW-LY દિશામાંથી ૩૦-૩૫ નોટ્સથી ૪૦ નોટ્સ સુધીના પવનની શક્યતા છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.
4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.
હવામાન વિભાગની આગાહી પણ કહે છે કે, આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હાલ ગરમીને લઇ કોઈ એલર્ટ નથી. પરંતુ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. ગઈકાલે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાનમાં નોંધાયું હતું. હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. 25 - 30 km ની ઝડપે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે, આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે.
Trending Photos