24 કલાક બાદ ગુજરાતમાં ભારે વરસાદનું અલ્ટીમેટમ, હવામાન વિભાગે આપી મોટી ચેતવણી
Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદનું અલ્ટીમેટમ, ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થઈ રહેલા સરક્યુલેશનની મોટી અસર દક્ષિણ ગુજરાત પર જોવા મળશે
Ambalal Patel Monsoon Prediction
રાજ્યમાં પુનઃ વરસાદી માહોલ જોવા મળશે. હાલ બે દિવસ આરામ કરી લો. તેના બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની જમાવટ થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. આ દિવસોમાં દરિયાઈ કાંઠે 40 થી 45 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા છે. હાલ વરસાદી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નથી.
ચોમાસું ફરી એકવાર દક્ષિણ ગુજરાત પર જમાવટ કરવાનું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થતું સાઈક્લોન સરક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાત પર પણ જોવા મળશે. તેનાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ હળવો વરસાદ પડશે. તો હવાની ગતિ વધવાની પણ સક્યતા છે. અમદાવાદમાં હળવો વરસાદ થશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ, રાજ્યમાં આગામી કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
એકવાર ફરીથી હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, આગામી 4 અને 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ થશેચ ગુજરાત રીઝનમાં અનેક જગ્યાઓએ વરસાદ થવાની શક્યતા છે. કારણ કે, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં છે.
Trending Photos