ગીર સોમનાથ

ગીરસોમનાથ: ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પર અંધાધૂંધ ફાયરિંગ, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

ઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પણ બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે ફાયરિંગ કરનારા શખ્સો ફરાર થઇ ગયા હતા. અંધાધુંધ થયેલા ફાયરિંગમાં નગરપાલિકાના પ્રમુખ કે.સી રાઠોડ ઉપરાંત 2 લોકોને પણ ગોળીઓ વાગી હતી. ત્રણેય તત્કાલ ત્યાં હતપ્રભ થઇને ઢળી પડ્યાં હતા.

May 28, 2020, 04:03 PM IST

ગીર સોમનાથમાં 6, મહીસાગરમાં 4 અને જામનગરમાં નવા બે કેસ નોંધાયા

રાજ્યભરમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. કુલ સંક્રમિતોની સંખ્યા 12500ને પાર પહોંચી ગઈ છે. 

May 20, 2020, 09:07 PM IST

ગેરકાયદેસર સિંહદર્શનનો વધારે એક વીડિયો વાયરલ, કડક કાર્યવાહીની માંગ

ગીરના જંગલમાં બિનકાયદેસર સિંહ દર્શનની હાટડીઓ હજી પણ ધમધમી રહી છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યા છે. ઉનાના અમોદ્રા ગામના ખારા વિસ્તારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ભુંડને દોરડાથી બાંધી દીધું હતું. ત્યાર બાદ જંગલ વિસ્તારમાંથી એક સિંહણ આવીને ભૂંડનો શિકાર કરીને લઇ જાય છે. વીડિયોમાં એક વ્યક્તિ બોલતા પણ દેખાય છે કે, હમણા સિંહ આવશે અને લઇ જશે.

May 14, 2020, 10:41 PM IST
Breakdown Of Lockdown In Una Of Gir Somnath PT5M27S

ગીર સોમનાથના ઉનામાં લોકડાઉનનો ભંગ

Breakdown Of Lockdown In Una Of Gir Somnath

Apr 25, 2020, 06:50 PM IST
All_zoos_and_sanctuaries_of_the_state_including_Gir_are_closed PT2M50S

ગીર સોમનાથ: કોરોનાના પગલે સાસણ સફારી સહિત તમામ પ્રાણીસંગ્રહાલય બંધ...

ગીર સોમનાથ: કોરોનાના પગલે સાસણ સફારી સહિત તમામ પ્રાણીસંગ્રહાલય બંધ...

Mar 16, 2020, 10:55 PM IST
Savdhan Gujarat: Husband Killed Wife In Gir Somnath PT3M21S

સાવધાન ગુજરાતઃ પતિ કુહાડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી

ગીર સોમનાથના રામપરા ગામની સીમમાં રાત્રીના અંધારામાં એક ચકચારી ઘટના બની... વાડીએ મકાનના ઓરડામાં નિંદ્રાધીન પતિ પત્નીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયા.. અજાણ્યા હત્યારાઓ દંપતીની નિર્મમ હત્યા કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.. જોકે હત્યાનું કારણ અકબંધ છે...

Mar 5, 2020, 11:55 PM IST
Watch Important News March 5 In News Room Live PT23M24S

News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

ઉનાળાના પ્રારંભે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. વાતાવરણીય વિષમતાના કારણે પશ્ચિમ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવા તેમજ ભારી ઝાપટા વરસ્યા હતા. કચ્છનાં અબડાસા અને લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા. તો નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજા ઉનાળામાં મહેરબાન થયા હોય તેવી પ્રતીતિ થઈ છે. નખત્રાણામાં ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

Mar 5, 2020, 09:10 PM IST

ગીર સોમનાથ: પતિ-પત્ની વાડીમાં એકલા હતા ત્યારે અચાનક એવું થયું કે...

જિલ્લાના રામપરા ગામની સીમમાં રાત્રીના અંધારામાં બની ચકચારી ઘટના બની હતી. વાડીએ મકાનના ઓરડામાં નિંદ્રાધીન પતિ પત્નીની કરપીણ હત્યા કુહાડીના ઘા મારી અજાણ્યા હત્યારાઓએ આધેડ દંપતીની નિર્મમ હત્યા કરી હતી. ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારાઓની શોધખોળ આદરી છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ તાબાના રામપરા ગામમાં ચકચારી ઘટના બની છે. આ વાડીના ઓરડામાં ગત રાત્રે નિંદ્રાધીન દંપતીને ખબર નહિ હોય કે, સવારનો સૂરજ તેઓ જોઈ નહિ શકે. આ નિંદર તેમની જીવનની લાંબી નિંદરમાં પલટાઈ જશે. મધ્યરાત્રીએ કોઈ હત્યારાઓએ અતિ ક્રૂરતા પૂર્વક બંન્ને પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Mar 4, 2020, 08:13 PM IST
Watch Video Of Somnath Temple Maha Aarti On Mahashivratri PT7M50S

મહા શિવરાત્રી: જુઓ સોમનાથ મંદિરથી મહા આરતી...

મહાશિવરાત્રીના મહાપર્વે સોમનાથ મહાદેવને 31 ધ્વજાપૂજા, તત્કાલ મહાપૂજા 09, બિલ્વપૂજા 42, રુદ્રાભિષેક પૂજા 192 નોંધાઈ...

Feb 21, 2020, 08:25 PM IST
Statue Of Sardar Was Dismantled In Gir Somnath PT4M9S

ગીર સોમનાથના ઊનામાં સરદારની પ્રતિમા થઈ ખંડિત

ગીર સોમનાથના ઊના નગરપાલિકા ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટુટેલ હાલતમાં જોવા મળી હતી. કોઈ શખ્શોએ આ પ્રતિમાને તોડી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરા ચેક થતા આવસે સત્ય સામે આવશે.

Feb 21, 2020, 06:20 PM IST
Mango crop in damage due to weather PT2M41S

આ વર્ષે કેરીના પાકને ભારે નુકસાન, રડી રહ્યા છે ખેડૂતો

ગીર સોમનાથ જિલ્લામાં કેરીની મહારાણી કેસર કેરીના બગીચા આવેલા છે. કેસર કેરી ની આગવી વિશેષતા છે જેના કારણે દેશ વિદેશમાં કેસર કેરીની ડિમાન્ડ રહે છે પરંતુ પાછલા વર્ષોની વાત કરીએ તો વિષમ વાતાવરણના કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.

Feb 13, 2020, 12:35 PM IST
One Died Due To Accident In Gir Somnath PT2M12S

ગીર સોમનાથ અકસ્માત: ST બસની અડફેટે બાઇક સવારનું મોત

ગીર સોમનાથના વેરાવળમાં બાઈક સવાર યુવાનને એસ.ટી. બસએ અડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બાઇક ચાલક યુવાન તાલુકાના સુંદરપરા ગામનો મહેન્દ્ર દાનાભાઈ બારડ (ઉ.વ.21) હોવાનું બહાર આવ્યું.

Feb 10, 2020, 07:35 PM IST
Rescue Of 4 Child Lions In Tulsi Shyam Range Of Gir Somnath PT4M26S

ગીર સોમનાથના તુલસીશ્યામ રેન્જમાં 4 બાળ સિંહનું કરાયું રેસ્ક્યૂ

ગીર પૂર્વના તુલસીશ્યામ રેન્જમાં ચાર બાળ સિંહોનું અદભૂત રેસ્કયુ કરાયું હતું. 3થી 4 વર્ષની ઉંમર ચાર બાળ સિંહોને સહી સલામત જંગલમાં છોડાયા હતા. રાત્રિના સમયે રાયડી પાટી ગામની શાળાના ઓરડામાં બાળ સિંહ ઘૂસી ગયા હતા. ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા ખાંભા કચેરીના સ્ટાફ દ્વારા રેસકયુ કરાયું હતું. પાંચ કલાકની જહેમત પછી ચારેય બાળ સિંહોનું માતા સાથે મિલન કરાવ્યું હતું.

Jan 31, 2020, 09:00 PM IST
Earthquake shocks felt in Gir Somnath district watch video on zee 24 kalak PT3M59S

ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા

ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા. તાલાલા ગીરમાં ભૂકંપના આંચકા યથાવત. ભૂકંપના કુલ 5 આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ.

Jan 31, 2020, 11:05 AM IST
Panthor attack at gir somnath PT3M15S

ઊનાના રામ નગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથના ઊનાના રામ નગર ખારા વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત છે. ગત રાત્રીના દીપડાએ વાછડીનો શિકાર કર્યો હતો અને આ મેજબાની માણતા દીપડાના દ્રશ્યો મોબાઈલ ફોનમાં કેદ થયા છે.

Jan 27, 2020, 04:35 PM IST
Lion Hunting cow at Gir somnath PT3M6S

ગીર સોમનાથ : ગાયનો શિકાર કરતો સિંહનો વીડિયો વાયરલ

ગીર સોમનાથમાં ગાયનો શિકાર કરતો સિંહનો વીડિયો વાયરલ થયો છે.

Jan 27, 2020, 11:55 AM IST
Major accident at Gir somnath PT1M44S

ગીર સોમનાથમાં જાનનો ગમખ્વાર અકસ્માત

ગીર સોમનાથના ઉનાના કાંધી ગામની જાન અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે. હકીકતમાં આ જાન કાંધીથી વાવરડા ટ્રેક્ટરમાં જતી હતી અને આ ટ્રેક્ટર પલટી ખાઈ જતા 40 લોકોને નાની મોટી ઇજા પહોંચી છે.

Jan 26, 2020, 05:55 PM IST
gir somnath father killed daughter watch video PT11M18S

ગીર સોમનાથ: સગા બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી, કારણ જાણી અરેરાટી થશે

બેટી બચાવો અને બેટી પઢાવો ના સરકારના સૂત્ર વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં સામે આવ્યો ચકચારી કિસ્સો. પરભાસ પાટણના રામપરા ગામના રહેવાસી અને ઇણાજ ગામની સીમ નો બનાવ. સગા બાપે દીકરી ને ના ભણાવા મુદ્દે બળઝબરી જાડા વાયરથી બાંધી ઝેર પાઇ મોત ને ઘાટ ઉતારી. આ સિવાય પણ અન્ય મહત્વના સમાચારો જુઓ...

Jan 18, 2020, 10:45 PM IST
Nilgai Terror In Talala Taluka Of Gir Somnath PT2M5S

ગીર સોમનાથના તાલાલા તાલુકામાં રોઝડાનો આતંક

ગીર સોમનાથના તાલાળા તાલુકાના ધાવા ગીર ગામે રોઝડાના ત્રાસથી ખેડુતોના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. એક ખેડુતની પાંચ વીઘામા ઘંઉનો પાક બગાડ્યો છે. ચાલુ પાકની સીઝનના ઘંઉના પાકને રોઝડાએ તહેશનહેશ કરી નાંખ્યો છે.

Jan 4, 2020, 03:55 PM IST
Farmers Happy With Affordable Price Of Peanuts In Gir Somnath PT6M5S

નવા વર્ષમાં અચ્છે દિન: ગીર સોમનાથમાં મગફળીનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો ખુશ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ની ટેકા ના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા થી ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે. લેભાગુ વેપારીઓ અને વચેટીયાથી ખેડૂતો ને મુક્તિ સાથે મગફળી નો પોષણક્ષમ ભાવ મળતો હોવાનો સુર ખેડૂતોએ વ્યકત કર્યો હતો. સરકાર દ્વારા ટેકા ના ભાવે મગફળી ખરીદી ને વ્યાપક આવકાર સાથે ખેડૂતો દ્વારા સરકાર નો આભાર વ્યક્ત કરાયો હતો.

Jan 2, 2020, 12:50 PM IST