મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી, લોંચ થશે Samsung નો 5G સ્માર્ટફોન

મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબરી છે. અમેરિકી ટેલિકોમ કંપની વેરીઝોન અને સેમસંગે જાહેરાત કરી છે  કે તે સંયુક્ત રૂપથી 2019ની પ્રથમ છમાસિકમાં અમેરિકામાં 5જી સ્માર્ટફોન લોંચ કરશે. તેને 5G સ્માર્ટફોન્સની શરૂઆતી રેંજમાં ગણવામાં આવશે. બંને કંપનીઓ આ અઠવાડિયે હવાઇના માઉઈમાં થનાર ક્વેલ્કમ સ્નૈપડૈગન ટેક્નોલોજી સમિટમાં સ્નૈપડ્રૈગન એક્સ50 5G એનઆર મોડમ એન્ડ એંટીના મોડ્યૂલ્સ સાથે આગામી મુખ્ય ક્વૈલ્કમ સ્નૈપડ્રૈગન મોબાઇલ પ્લેટફોર્મવાળા આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવાના છે. 

1/5

હાઇસ્પીડ ઈન્ટરનેટની તક મળશે

હાઇસ્પીડ ઈન્ટરનેટની તક મળશે

વેરીઝોનમાં વાયરલેસ ડિવાઇસ એન્ડ પ્રોડક્ટ માર્કેટિંગના ઉપાધ્યક્ષ બ્રાયન હિગિંસે કહ્યું, 5G મોબાઇલ કનેક્ટિવિટીના નવા યુગનું સૂત્રપાત કરશે, જેથી લોકોને અત્યાર સુધી અસંભવ લાગતી ગતિએ ડેટાથી કનેક્ટ કરવાની તક પુરી પાડશે. 

2/5

ભારતમાં 5Gની સ્થિતિ

ભારતમાં 5Gની સ્થિતિ

સેમસંગ 2019ના પ્રથમ ત્રિમાસિકમાં પોતાના 5G સુવિધાવાળા ઉત્પાદનોનું મોટાપાયે ટ્રાયલ શરૂ કરશે. તે ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમની સાથે મળીને આ ટ્રાયલને શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સેમસંગ ઇન્ડિયાના સીનિયર વાઇસ પ્રેસિડેંટ અને નેટવર્ક બિઝનેસ હેડ શ્રીનિવાસ સુંદરરાજનના અનુસાર કંપની ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમની સાથે મળીને 2019ના પ્રથમ ત્રિમાસિકમાં નવી દિલ્હીમાં 5G સેવાનું ટ્રાયલ કરશે. કંપની 5G સેવા હેઠળ હેલ્થકેર, એગ્રીકલ્ચર અને સ્માર્ટ સિટી સર્વિલેંસ જેવા ક્ષેત્રોમાં પણ 5G ટેક્નોલોજીને લઇને કામ કરી છે. 

3/5

સેમસંગ અને વેરીઝોને કરી ભાગીદારી

સેમસંગ અને વેરીઝોને કરી ભાગીદારી

વિભિન્ન શહેરોમાં ગ્રાહકો માટે 5G વ્યવસાયિક સેવા માટે સેમસંગ અને વેરીઝોને સાથે-સાથે ભારે ફાયદો કર્યો છે. હવે અમે તમને હાથમાં 5G ની તાકાત લાવનાર સ્માર્ટફોન બનાવવા માટે ભાગીદારી કરી રહ્યા છે. 

4/5

5G થી વધી જશે નેટ સ્પીડ

5G થી વધી જશે નેટ સ્પીડ

5G મોબીલિટી સેવા વ્યાપક બેંડવિથ, કનેક્ટિવિટી માટે સારી તક પુરી પાડવાની સાથે-સાથે નેટવર્ક વિશ્વસનીયતાને વધારશે. લાગૂ થયા બાદ આ તમને વર્તમાનમાં એલટીઇ નેટવર્ક પર ઉપલબ્ધ 4G નેટવર્ક સેવાથી અનેક ગણી ફાસ્ટ ડાઉનલોડ સ્પીડ પુરી પાડશે. 

5/5

જિયો રહેશે પ્રાઇમ પાર્ટનર

જિયો રહેશે પ્રાઇમ પાર્ટનર

સેમસંગ પહેલાં જ અમેરિકા અને કોરિયામાં 5G સેવાઓ પર કામ કરી રહી છે. આ નવી ટેક્નોલોજી ભારતમાં એક ક્રાંતિની માફક રહેશે. આ ટેક્નોલોજીનો વધુ લાભ લેવા માટે અમે કેટલાક સોફ્ટવેર અપડેટ કરવા પડશે. 5G સેવાને લઇને અમે ઘણા ભાગીદારો સાથે વાત કરી રહ્યા છીએ. પરંતુ રિલાયન્સ જિયો કંપનીનું હમેશા પ્રાઇમ પાર્ટનર રહેશે.