PUC સર્ટિફિકેટના બદલાશે નિયમ...હળવાશમાં લેશો તો જેલ ભેગા થશો!, લાઈસન્સ પણ થશે સસ્પેન્ડ
ગાડી ચલાવતા હોવ તો પીયુસી સર્ટિફિકેટને હવે જો હળવાશમાં લીધું અને ધ્યાન ન રાખ્યું તો જેલ થઈ શકે છે. સરકાર મોટર વ્હીકલ એક્ટમાં કઈક નવી જોગવાઈ જોડવા જઈ રહી છે. ત્યારબાદ જો પીયુસી સર્ટિફિકેટનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. આ ફક્ત એક ફોર્માલિટી બનીને નહીં રહે.
નવી દિલ્હી: બહુ જલદી પીયુસી (pollution under control) સર્ટિફિકેટ માટે નિયમો બદલાવવાના છે. Road and Transport Ministry તમામ ગાડીઓ માટે સમગ્ર દેશમાં યુનિફોર્મ પીયુસી સર્ટિફિકેશન લાગુ કરવા માંગે છે.
યુનિફોર્મ PUC સર્ટિફિકેટ
Time of India ની વેબસાઈટની એક ખબર મુજબ PUC માટે QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેમાં ગાડીની તમામ જાણકારીઓ જેમ કે ગાડીના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, એમિશન સ્ટેટસ વગેરે હશે.
PUC સર્ટિફિકેટ અગાઉ આવશે SMS
ખબર મુજબ રોડ પરિવહન મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (Central Motor Vehicle Rules) માં ફેરફાર માટે પ્રસ્તાવ રજુ કર્યો છે. આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે PUCની પ્રક્રિયા પૂરી થતા પહેલા એક ઓટોમેટિક SMS અથવા સિસ્ટમ જનરેટેડ SMS ગાડીના માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. જેનાથી ખબર પડશે કે તેની ગાડીની PUC સર્ટિફિકેટ માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ગાડી ચોરી પર લાગશે લગામ
આ જોગવાઈથી ગાડીઓની ચોરી પર લગામ લાગશે. કારણ કે જેવી કોઈ અન્ય વ્યક્તિ ચોરીની ગાડીનું PUC સર્ટિફિકેટ લેવા માટે ટેસ્ટિંગ સેન્ટર જશે કે SMS ગાડીના અસલ માલિક પાસે પહોંચી જશે, જેનાથી ખબર પડી જશે કે કયા ટેસ્ટિંગ સેન્ટર પર ગાડીના પીયુસીના સર્ટિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ છે.
નેશનલ ડાટાબેઝથી લિંક હશે પીયુસી
રોડ પરિવહન મંત્રાલયે શુક્રવારે આ પ્રસ્તાવ પર એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને લોકો પાસે સૂચનો અને આપત્તિઓ મંગાવ્યા છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે PUC સર્ટિફિકેટના યુનિફોર્મ ફોર્મેટને PUC ડાટાબેઝના નેશનલ રજિસ્ટરથી લિંક કરવાનો પ્રસ્તાવ અપાયો છે.
રિજેક્ટ થઈ શકશે PUC સર્ટિફિકેટ
રોડ પરિવહન મંત્રાલયે પહેલીવાર PUC સર્ટિફિકેટ રિજેક્ટ કરવાનો પણ પ્રસ્તાવ મોકલ્યો છે. રિજેક્શન સ્લિપમાં તેનું કારણ પણ રજુ કરાશે. એ પણ જણાવવામાં આવશે કે ગાડીનું એન્જિન એમિશન લેવલ (Emission Level) નિર્ધારિત માપદંડ કરતા વધુ છે આથી PUC સર્ટિફિકેટ રિજેક્ટ કરાયું છે.
રિજેક્શનનું કારણ લેખિતમાં મળશે
મંત્રાલયના પ્રસ્તાવ મુજબ જો એન્ફોર્સમેન્ટ ઓફિસરને એવું લાગે કે અમિશન લેવલ નિર્ધારિત માપદંડ મુજબ નથી તો તેઓ લેખિતમાં તેની જાણકારી ગાડીના માલિકને આપશે. ગાડીના માલિકને કહેવાશે કે તેઓ કોઈ પણ ઓથોરાઈઝ્ડ PUC સેન્ટર પર જઈને ગાડીનું ટેસ્ટિંગ કરાવે.
3 મહિનાની થઈ શકે છે જેલ
જો ડ્રાઈવર કે ગાડીનો માલિક કમ્પલાયન્સ માટે જમા કરાવવામાં નિષ્ફળ રહે તો તેણે મોટર વ્હીકલ એક્ટ હેઠળ પેનલ્ટી ચૂકવવાની રહેશે. ગાડીના માલિકને 3 મહિનાની જેલ કે પછી 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. તેનું લાઈસન્સ પણ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે.
Trending Photos