કચ્છમાં સ્થળાંતર કરેલા મજૂરો પરત ફર્યા તો બોલ્યા, હવે ઘરમાં જવાની હિંમત નથી થતી

Gujarat Cyclone Latest Update અર્પણ કાયદાવાલા/કચ્છ : બિપોરજોય વાવાઝોડાની ભયાવહ અસરના દ્રશ્યો સતત સામે આવી રહ્યાં છે. ભારે વરસાદ અને પવન રોકાયા બાદ તારાજીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. આવામાં ઝી 24 કલાકની ટીમ કંડલા પોર્ટ પાસે રહેતા શ્રમિકોની ઝૂંપડપટ્ટીમાં પહોંચી હતી. જેમાં અમે જોયું કે, સમગ્ર ઝૂંપડપટ્ટી વિસ્તાર ઘૂંટણસમા પાણીમાં ડૂબ્યો છે. સ્થળાંતર કરાયેલા શ્રમિકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે તેમના ઘર જોઈને તેમને રીતસરનો આઘાત લાગ્યો.

1/7
image

પોતાના રહેઠાણ પાણીમાં ડૂબેલા જોઈને શ્રમિકો ચિંતામાં મૂકાઈ ગયા છે. ઘરોમાં અંદર સુધી પાણી હોવાથી ચિંતાનું મોટું કારણ બન્યું છે. 

2/7
image

હાલ, ઘરોમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સરકારી તંત્ર વહેલામાં વહેલી તકે તેમના સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્થાનિકો સરકાર પાસે મદદની આશા લગાવીને બેસ્યા છે.   

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image