જ્યાં સિંહ-દિપડાં રોજ પીવે છે પાણી! જ્યાં માસિકમાં મહિલાઓને છે દર્શનની છૂટ, ગુજરાતનું અનોખું મંદિર

ઝીબ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જે તેના ચમત્કારોને કારણે ચર્ચામાં છે. અહીં માણસો અને સિંહ બન્ને એકબીજાની સાથે એકબીજાની એકદમ નજીક રહે છે. અહીં ચારેય કોર લીલીછમ વનરાજી છે. અહીં માસિક ધર્મમાં પણ સ્ત્રીઓ મંદિરમાં કરે છે પૂજા-અર્ચના. કહેવાય છેકે, આ મંદિરનું એવું સત છેકે, અહીં દર્શને આવનારની મનોકામના પુરી થાય છે. જાણો ક્યાં આવેલું છે આ અનોખું મંદિર...

સિંહો અને દિપડાં પીવે છે મંદિરમાં પાણી!

1/13
image

તમને એમ કહેવામાં આવે કે અહીં સિંહો અને દિપડાં રોજ પાણી પીવા આવે છે તો શું કહેશો...જીહાં ગુજરાતનું એક એવું મંદિર છે જ્યાં આ બાબત સાવ સામાન્ય છે. 

જે મંદિરે સિંહને દિપડા પાણી પીવા આવે છે

2/13
image

કહેવાય છેકે, હકાબાપાના દર્શને આવતા દર્શનાર્થીઓને અહીં આ ડુંગરની આસપાસ સિંહના પણ દર્શન થાય છે.માણસો માટે અન્ન ક્ષેત્ર અને પશુઓ માટે દાણની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. પશુપક્ષીઓ સચવાઈ રહે તે માટેની ડુંગર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ પણ અહીં આવીને પાણી પીવે છે. પક્ષીઓ પણ અહીં ચણ માટે આવે છે.

કોણ છે હકાબાપા?

3/13
image

હકાબાપાનો જન્મ વિક્રમ સંવત 1884 (ઇ.સ.1828)ની પોષ વદી ષટતીલા એકાદશીના દિવસે મોરબીના ટંકારા પાસેના નાના ગામમાં રહેતા વણિક કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ હકમલ જસરાજ મહેતા હતું. નાની ઉંમરમાં જ તેમણે માતા-પિતાની છત્રછાયા ગૂમાવી હતી. માતા-પિતાના અવસાન બાદ તેઓ શરૂઆતમાં ચોટીલા પાસેના મોલડી ગામે અને ત્યાર બાદ ઝીંઝુડા ગામમાં સ્થાયી થયા હતા. નાનપણથી જ તેમના શિરે ખેતરનું રખોપું કરવાની અને પોતાની નાની દુકાન સંભાળવાની જવાબદારી આવી પડી હતી. તેમની દુકાન હાલમાં પણ ઝીંઝુડા ગામે આવેલી છે અને હકમલની હાટડી તરીકે પૂજાય છે.

પાંચાળના પીર કહેવાય છે હકાબાપા-

4/13
image

સંસારની મોહમાયાના બદલે શિવ આરાધનામાં મગ્ન રહેનારા હકમલ મહેતાને 17-18 વર્ષની ઉંમરે જ ઠાંગનાથ મહાદેવનો સાક્ષાત્કાર થયો હોવાની માન્યતા છે. આના પછી તેમણે પોતાનું સમગ્ર જીવન લોક સેવા અને પ્રભુ ભક્તિ પાછળ ખર્ચી નાખ્યું. જેના કારણે તેમને પાંચાળના પીરનું બિરૂદ મળ્યું અને તેઓ પાંચાળના હકડાપીર તરીકે પ્રખ્યાત થયા. થાનના સિદ્ધ ગેબીનાથ, શેવાવન બાપુ, મેપા બાપુ, આપા રતા, આપા જાદરા, આપા દાના, આપા ગોરખ, આપા ગીગા, પાળિયાદના વિસામણ બાપુ, ઝર ચોબારીના લટુરિયા બાપુ, સણોસરાના ભાણબાપુ જેવા અનેક સિદ્ધ સંતો સાથે હકાબાપા સત્સંગ કરતા હતા. તેમણે વિક્રમ સંવત 1982 (ઇ.સ.1926)માં સમાધિ લીધી હતી.

 

5/13
image

કહેવાય છેકે, પહેલાંના સમયમાં લોકોને રાજરોગ થતો હતો અને તેનો કોઈ ઈલાજ ના થઈ શકે ત્યારે લોકો હકાબાપા પાસે આવતા હતા. બાપા પોતાના ચમત્કારથી તેમને ઠીક કરી દેતા હતા. હકાબાપા અને મહાદેવના પરચા અહીં જોવા મળે છે.

6/13
image

બાપાના ડુંગર પર લગભગ દરેક પ્રકારના છોડ અહીં વાવેલાં છે. તમે જે વૃક્ષનું નામ લેશે તે વૃક્ષો અહીં બાપાના ડુંગર પર વાવેલાં છે. અહીં જાતજાતના જંગલી ઝાડ પણ જોવા મળે છે. બાપાના ડુંગરાની આસપાસમાં લીલીછમ વનરાઇ જોવા મળે છે.

રજસ્વલા સ્ત્રીઓને દર્શનની શા માટે છૂટ અપાઇ?

7/13
image

સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તેણે દર્શન ન કરવા તેવું હકાબાપા માનતા જ નથી. બાપાના વિચારો સ્પષ્ટ હતા કે જેમ પુરૂષોને મંદિરમાં દર્શન કરવાનો હક છે તેમ સ્ત્રીઓને પણ હક છે. બાપાના વિચારોને ધ્યાને રાખીને અમે આ બોર્ડ લગાવ્યું છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે આ બોર્ડ માર્યું છે. 

8/13
image

ગીરનારના ત્રણ ડુંગરની શૃંખલાનો પહેલો ભાગ એટલે આ જગ્યા. ઠંગનાથ મહાદેવનું સુંદર મંદિર અહીં આવેલું છે. અહીં બહારથી આવતા દર્શનાર્થીઓને વિસામો મળે તે માટે પણ વ્યવસ્થા છે.

9/13
image

પાંચાળના પીર એટલેકે, પાંડવકાલીન સ્થળ જ્યાં અજ્ઞાતવાસમાં પાંડવો સંતાઈને રોકાયા હતા તે સ્થળથી આ સંતશિરોમણી અહીં ગિરની ભૂમિમાં આવ્યાં છે. હકાબાપા અહીં આવીને વસ્યા હતાં.   

10/13
image

કહેવાય છેકે, હકાબાપા પાંચાળ પ્રદેશના પીર હતા. સ્વંય દેવાધિ દેવ મહાદેવ તેમના ગુરુ હતાં. બાપા અને મહાદેવની ચમત્કારોની અહીં અનેક કથાઓ છે.

11/13
image

ગીરની મધ્યમાં આવેલું છે સંત શિરોમાણી હકાબાપાનું મંદિર. જેને બાપાના ડુંગર. તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગૌશાળા છે જેમાં ગીરની ગાયોને રાખવામાં આવી છે. ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને શાળા ખોલવાનો પણ વિચાર છે. 

12/13
image

એકવાર અહીં આવ્યા બાદ બીજીવખત આવવાનું મન થાય છે. બાળકોથી માંડીને વૃદ્ધો અહીં આવીને માનતા રાખે છે. અહીં ગૌશાળા પણ છે અને આશ્રમ પણ છે.

13/13
image

બાપા નો ડુંગર. ખાંભા ઉના રોડ, ખડાધર ગામથી 3 કીલો મીટરના અંતરે આવેલો છે. ગીરમાં આવેલો આ ડુંગર અનેક ચમત્કારોથી ભરેલો છે. આખા જિલ્લામાં આવી જગ્યા જવલ્લે જ જોવા મળશે. આશ્રમની ફરતે હરિયાળી અને ડુંગર જોવા મળે છે.