દશેરા બાદ બનશે એવો જબરદસ્ત યોગ...આ 4 રાશિવાળા સીધા ધનના ઢગલે બિરાજશે, સફળતાના દ્વાર ખુલશે!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયાગળા બાદ ગોચર કરે છે. ગોચર બાદ 2 ગ્રહો મળીને કે પછી આમને સામને આવીને રાજયોગનું નિર્માણ કરે છે. આ યોગ કેટલાક રાશિવાળા માટે શુભ હોય છે તો કેટલાક માટે અશુભ હોય છે. 

સમસપ્તક યોગ

1/6
image

જ્યોતિષ ગણતરી મુજબ ધન વૈભવ, આકર્ષણ, સુખ સુવિધાના કારક ગ્રહ શુક્ર 13 ઓક્ટોબરના રોજ સવારે 5.49 કલાકે તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ગુરુ અને શુક્ર એક બીજા જોડે સાતમા સ્થાને હોય ત્યારે સમસપ્તક યોગનું નિર્માણ થાય છે. જેના કારણે 13 ઓક્ટોબરના રોજ આ દુર્લભ યોગ 4 રાશિઓ માટે શુભ રહેશે. જાણો આ લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિ

2/6
image

સમસપ્તક યોગ વૃષભ રાશિવાળા માટે ખુબ શુભ મનાય છે. કૌટુંબિક સંબંધો મજબૂત થશે. પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે. નોકરી કરતા લોકોનું પ્રમોશન થઈ શકે છે. પગારમાં પણ વધારો થઈ શકે છે. જે લોકો નવો વેપાર કરવાનું વિચારતા હશે તેમના માટે સમય અનુકૂળ છે. આ સમય દરમિયાન તમને વાહન સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે. 

સિંહ રાશિ

3/6
image

સમસપ્તક યોગ સિંહ રાશિના જાતકો માટે શુભ સમાચાર લઈને આવી શકે છે. જીવનમાં નવી ખુશીઓ આવશે. ધનલાભના નવા સોર્સ ઉભા થશે. આર્થિક સ્થિતિમાં પહેલા કરતા સુધાર થશે. નોકરીની શોધ કરતા લોકોને પણ ગૂડ ન્યૂઝ મળી શકે છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે.   

ધનુ રાશિ

4/6
image

ધનુ રાશિના લોકો માટે સમસપ્તક યોગ ખુબ ફાયદાકારક રહી શકે છે. સુખ સુવિધાઓમાં વધારો થશે. કાર્યક્ષેત્રે નવી તકો મળશે. ધનલાભની તકો બની શકે છે. કરિયર મામલે કેટલાક સારા સમાચાર મળી શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધશે. જો કોઈ કામ ઘણા સમયથી અટવાયેલું હશે તો તે પૂરું થશે. 

મકર રાશિ

5/6
image

મકર રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશે તેમને સફળતા મળશે. સરકારી નોકરીમાં અરજી કરવા માટે સારો સમય છે. જો કોઈ બીમારીથી પરેશાન હશો તો તે સમસ્યા દૂર થશે. રોકાણ કરશો તો સારું રિટર્ન મળી શકે છે. 

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.