Gujarat Rain : મેગાસિટી અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, બે કલાકમાં ઠેર-ઠેર પાણી ભરાયા
Gujarat Rain અર્પણ કાયદાવાલા/અમદાવાદ : મેગાસિટી અમદાવાદમાં સવારે 9-12 દરમ્યાન મેઘરાજાની તોફાની બેટિંગ થઈ. મહત્તમ વરસાદ 9-11 ના સમય દરમ્યાન નોંધાયો. જેમાં કોતરપુર વિસ્તારમાં 9-11 દરમ્યાન વરસ્યો 3 ઇંચથી વધુ વરસાદ રહ્યો. તો ચાંદખેડામાં 3 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદની સ્થિતિને જોતા amc ના સંબંધિત અધિકારીઓ મોન્સૂન કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર આદેશ બાદ અન્ય અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલે મોકલવામાં આવ્યા. વરસાદને પગલે કન્ટ્રોલ રૂમમાંથી સતત શહેરની સ્થિત પર નજર રખાઈ રહી છે.
અમદાવાદમાં સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અને સામાન્ય વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ કોબા સર્કલથી ઈન્દિરા બ્રિજ તરફ જતા વ્યસ્ત રસ્તા પર પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જ્યારે નાના ચિલોડામાં તો જાણી સરોવર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નાના ચિલોડાથી નવા નરોડા જતો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે. એટલું જ નહીં ચાંદખેડાના અચ્છેર ગામમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન છે. ઈન્દિરા બ્રિજ વિસ્તારમાં સતત વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે.
અમદાવાદ ભારે વરસાદથી જળબંબાકાર બન્યું છે. સામાન્ય વરસાદમાં જ કોર્પોરેશનની આબરું ધૂળધાણી થઈ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. નાના ચિલોડાથી નવા નરોડા જતો રોડ બેટમાં ફેરવાયો છે. 2 કિ.મી.નું અંતર કાપવા નાગરિકોને અડધી કલાકની રાહ જોવી પડી રહી છે.
તો સાથે જ મનપાના અધૂરા કામોથી જનતા ત્રસ્ત બની છે. નવા નરોડા ખાતે એક તરફનો રસ્તો બનતા શહેરીજનો ત્રસ્ત બન્યો છે. બીજા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. અનેક વખત ફરિયાદ કરી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં.
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ચાંડખેડા, નરોડા, કોતરપુર, કુબેરનગર તરફના વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાંદખેડામાં અડધો ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં ચાંદખેડાના અચ્છેર ગામમાં પાણી ભરાયા હતા. લગભગ 1 કલાકમાં કોતરપુરમાં અડધો ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે.
અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ છે. આ વરસાદના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. કોબા સર્કલથી ઈન્દીરા બ્રિજ જતા રસ્તા પર પાણી ભરાયા છે. પાણી ભરાતા તકલીફમાં મુકાયા વાહનચાલકો.
Trending Photos