ગોવા, થાઈલેન્ડને મૂકો પડતા...હનીમૂન માટે જબરદસ્ત છે આ જગ્યા, Photos જોઈને ચોક્કસ ઉછળી પડશો
ભારતમાં જ્યારે પણ બહાર ફરવા જવાની વાત આવે કે લગ્ન બાદ હનીમૂનની વાત આવે તો લોકોને ઉત્તર ભારતના ફરવાના સ્થળો જેમ કે મનાલી, નૈનીતાલ, મસૂરી, કાશ્મીર સહિત પહાડી સ્થળો અને બીચ માટે ગોવા, મુંબઈ જેવા સ્થળો યાદ આવતા હોય છે. વિદેશ જવું હોય તો માલદીવ, બાલી જવા દેશોમાં ઉપડી જતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ એક એવું સ્થળ છે જે માલદીવ, બાલી, થાઈલેન્ડને આંટી મારે તેવું છે. અને સુંદરતામાં ચાર ડગલા ચડે તેવું છે. ખાસ જાણો આ અદભૂત, રમણીય અને સુંદર સ્થળ વિશે.
પીએમ મોદીએ હાલમાં જ લીધી હતી મુલાકાત
જ્યારે આપણે ટાપુઓની વાત કરીએ તો આપણા મગજમાં આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ જ ધ્યાનમાં આવે છે પરંતુ ભારત પાસે એક એવી જગ્યા છે જે વિદેશને પણ ક્યાંય બાજુમાં હડસલી દે. પીએમ મોદી હાલમાં જ ભારતના જ લક્ષદ્વીપ વિસ્તારમાં ગયા હતા. ત્યારથી આ લક્ષદ્વીપ ખુબ જ ચર્ચામાં આવી ગયું છે. તેની આ સુંદરતા અત્યાર સુધી જાણે લોકો સામે આવી નહતી એવું બધાને લાગી રહ્યુ છે. અહીં તેમણે સફેદ રેતી પર સેર કરી હતી. સમુદ્ર કિનારે બેસીને પવનની મજા માણી હતી. તો ચાલો જાણીએ આ લક્ષદ્વીપ વિશે...
સુંદર જગ્યા છે લક્ષદ્વીપ
લક્ષદ્વીપ એક સુંદર જગ્યા છે અને અહીંનો નજારો પણ એકદમ માલદીવ જેવો જ છે. જે તમને પીએમ મોદીની તસવીરોમાં પણ જોવા મળે છે. પીએમ મોદીની આ સેરનો હેતુ એ હતો કે લોકો આ સુંદર જગ્યાથી પરિચિત થાય અને ત્યાં મજા માણવા માટે જાય. લક્ષદ્વીપની ફરવા લાયક જગ્યાઓ વિશે જાણીએ.
હનીમૂન માટે પરફેક્ટ ડેસ્ટીનેશન
લક્ષદ્વીપ ભારતનું એક ખુબ જ સુંદર કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતની મુખ્ય ધરતીથી લગભગ 300 કિમી દૂર અબર સાગરમાં તે સ્થિત છે. લક્ષદ્વીપ ભારતનો સૌથી નાન કેન્દ્રશાસિત પ્રદેશ હોવાની સાથે સાથે આકર્ષક પર્યટન સ્થળ પણ છે. જેને જોઈને દેશી અને વિદેશી લોકો ખેંચાઈ આવે છે. હનીમૂન માટે તે એકદમ પરફેક્ટ ડેસ્ટીનેશન છે. લક્ષદ્વીપની ફરવા લાયક જગ્યાઓ વિશે જાણીએ.
Agatti Island (અગત્તી ટાપુ)
લક્ષદ્વીપમાં જોવા લાયક જગ્યાઓમાં અગત્તી ટાપુ પણ એક રોમાંચક જગ્યા છે. લક્ષદ્વીપમાં મૂંગા એટોલ પર આવેલું છે જેને અગત્તી એટોલ કહે છે. પર્યટકો માટે ખુલ્લો આ દ્વીપ જોકે કેટલાક પ્રતિબંધો સાથે ત્યાં જવાની મંજૂરી મળે છે. ટાપુ પર પ્રવેશ કરવા માટે તમારે પ્રશાસનની મંજૂરી લેવી પડે છે. એન્ટ્રી માટે કોઈ ફી નથી અહીં તમે એક દિવસમાં આરામથી ફરી શકો છો. આ ટાપુ 7.6 કિમી લાંબો છે. સ્વચ્છ પાણી, સફેદી રેતી, સમુદ્ર કાંઠો અને કપલ્સ માટે ખુબ જ રોમાંચક સ્થળ છે. તે પોતાના સ્નોર્કલિંગ એક્ટિવિટી માટે પણ જાણીતું છે.
બાંગરમ દ્વીપ
બાંગરમ ટાપુ સમૂહ સ્વચ્છ વાદળી પાણીમાં એક અદભૂત જગ્યા છે. આ ટાપુ પર તમે સુંદર માછલીઓ સાથે સ્વિમિંગની મજા માણી શકો છો. ડોલ્ફિન જોવા મળે, વોટર સ્પોર્ટ્સ, સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા માણી શકો છો. અહીં સ્વચ્છ પાણીમાં સ્કૂબા ડાઈવિંગ પણ કરી શકો છો.
મિનિકોય દ્વીપ
પ્રમુખ આકર્ષણોમાં સામેલ મિનિકોય ટાપુ એક સુંદર પર્યટન સ્થળ છે જે લક્ષદ્વીપના 36 નાના ટાપુઓમાં સામેલ છે. મિનિકોય ટાપુને સ્થાનિક ભાષામાં મલિકુ નામથી પણ ઓળખે છે. મિનિકોય ટાપુ કોચીન સમુદ્ર તટથી લગભગ 400 કિમી દૂર છે. આ ટાપુ પર તમે મુંગાના ખડકો, આકર્ષિક સફેદ રેતી અને અરબ સાગરનું સુંદર પાણી જોઈ શકો છો. અત્રે જણાવવાનું કે મિનિકો ટાપુ લક્ષદ્વીપનો બીજો સૌથી મોટો ટાપુ પણ છે. અહીં તમે લક્ઝરી રિસોર્ટ પણ જોઈ શકો છો.
કાવરત્તી ટાપુ
આ પણ એક રત્ન સમાન જગ્યા છે. કાવરત્તી ટાપુ સમૂહ લક્ષદ્વિપની રાજધાની છે. આ ટાપુ આકર્ષિક સમુદ્રી ટાપુઓ, સફેદ રેતી, અને સુંદર નજારાઓ માટે જાણીતો છે. કાવારત્તી કોચિ તટથી લગભગ 360 કિમી દૂર છે. કાવરત્તી ટાપુ પોતાના 12 એટોલ (12 Atolls), પાંચ જળમગ્ન બેંક(Five Submerged Banks) અને ત્રણ કોરલ રીફ માટે જાણીતો છે. નારિયેળના સુંદર ઝાડ અને વોટર સ્પોર્ટ્સ માટે આ ટાપુ પર્યટકોને ખુબ આકર્ષિત કરે છે.
કલપેની ટાપુ
ફરવા માટે પ્રમુખ જગ્યા છે તેમાંની એક આ છે. કલ્પેની ટાપુને કોઈફેની ટાપુ તરીકે પણ ઓળખે છે. ચેરિયમ, પિટ્ટી અને તિલક્કમ ટાપુ, આ ત્રણેય ટાપુઓ મળીને કલ્પેની ટાપુ બન્યો છે. કલ્પેની ટાપુ પર રીફ વોકિંગ, સ્કૂબા ડાઈવિંગ, ક્યાકિંગ, સ્નોર્કલિંગ, કેનોઈંગ અનો બોટિંગ સહિત અનેક વોટર સ્પોર્ટ્સની મજા માણી શકાય છે.
મરીન સંગ્રહાલય
કાવરત્તી ટાપુ પર તે આવેલુ છે. મરીન સંગ્રહાલયમાં સમુદ્ર સંલગ્ન કલાકૃતિઓ રાખેલી છે. આ મ્યુઝિયમમાં સમુદ્રી માછલીઓ અને પાણીના જાણવરોની પ્રજાતિઓ સૌથી વધુ જોવા મળે છે. જો તમે સમુદ્રી જીવન જેવી ગતિવિધિઓમાં રસ ધરાવતા હોવ તો તો તમારે આ મ્યુઝિયમમાં જરૂર જવું જોઈએ.
કદમત ટાપુ
કદમત ટાપુ લક્ષદ્વીપનું એક પ્રમુખ પર્યટન સ્થળ છે. જેને જોવા સૌથી વધુ કપલ આવે છે. કદમત ટાપુ લગભગ 9 કિમીના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ જગ્યા પણ આકર્ષિત સફેદ, સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે ખુબ લોકપ્રિય છે. પર્યટક હજારોની સંખ્યામાં આ ટાપુ પર ફરવા માટે આવે છે. અહીં તમે ફેમસ એક્ટિવિટીઝ કરી શકો છે. જેમ કે પેરાગ્લાઈડિંગ, સ્કૂબા ડાઈવિંગ, કયાકિંગ અને સ્નોર્કલિંગ વગેરે સામેલ છે.
સારો ટાઈમ વિઝિટ કરવા માટે
લક્ષદ્વીપ ફરવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી મે વચ્ચે છે. અત્રે જણાવવાનું કે મેથી સપ્ટેમ્બર દરમિયાન અહીં વરસાદ પડે છે. આમ તો રિસોર્ટ અહીં ખુલ્લા રહે છે પરંતુ જહાજથી લક્ષદ્વીપ જવું થોડું મુશ્કેલ બને છે.
Trending Photos