PHOTOS: ઇમ્યૂનિટી પાસપોર્ટથી સંપૂર્ણપણે બદલાઇ જશે લાઇફસ્ટાઇલ, જાણો કેવી રીતે

ચીને પોતાના HANGZHOU (હાંગજો) શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એક પ્રયોગ શરૂ કર્યો છે. તેના માટે કોવિડ-19ના સંક્રમણની જાણકારી આપનાર એક મોબાઇલ ફોન એપ્લિકેશનની મદદ લેવામાં આવી રહી છે.

નવી દિલ્હી: ચીને પોતાના HANGZHOU (હાંગજો) શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એક પ્રયોગ શરૂ કર્યો છે. તેના માટે કોવિડ-19ના સંક્રમણની જાણકારી આપનાર એક મોબાઇલ ફોન એપ્લિકેશનની મદદ લેવામાં આવી રહી છે. HANGZHOUમાં આ એપની મદદથી શહેરના એક કરોડ નાગરિકોના સ્વાસ્થ્યની જાણકારી પ્રાપ્ત કરવાની યોજના છે. આ યોજના હેઠળ નાગરિકોને પોતાના સ્વાસ્થ્યની જાણકારી આ હેલ્થ એપ પર અપલોડ કરવા માટે કહેવામાં આવશે અને પછી આ જાણકારીના આધારે લોકોનો હેલ્થ સ્કોર ઇશ્યૂ કરવામાં આવશે. આ સ્કોર વધુમાં વધુ 100 પોઇન્ટનો હશે અને તેનો આધાર નાગરિકોના અત્યાર સુધીના મેડિકલ રેકોર્ડ્સને બનાવવામાં આવશે. આ એપમાં નાગરિકોને ફક્ત કોવિડ-19ના સંક્રમણની જ નહી પરંતુ પોતાના જીવન જીવવાની આદતોની પણ જાણકારી અપલોડ કરવી પડશે.

ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિ દારૂ અથવા સિગરેટ પીવે છે તો તેને તેની જાણકારી પણ આપવી પડશે. એટલું જ નહી તમે દિવસમાં કેટલા પગલાં ચાલો છો એ પણ સરકારને જણાવવું પડશે. આ જાણકારીઓના આધારે નાગરિકોને એક QR કોડ ઇશ્યૂ થશે. જરૂરી સેવાઓનો ઉપયોગ કરવા માટે, ઓફિસ જવા માટે અને મુસાફરી કરવા માટે આ QR કોડ સ્કેન કરવો પડશે. QR કોડ સ્કેન થતાં જ નાગરિકોના સ્વાસ્થ્ય સંબંધિત તમામ જાણકારી ઉપલબ્ધ થઇ જશે અને પછી હેલ્થ સ્કોરના આધારે નક્કી થશે કે કોઇ વ્યક્તિ આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે કે નહી. આ એપ્સને એક પ્રકારે ઇમ્યૂનિટી પાસપોર્ટ કહેવામાં આવી રહી છે. જે ભવિષ્યમાં ઘણા દેશ પ્રયોગ કરી શકે છે. 

1/18
image

2/18
image

3/18
image

4/18
image

5/18
image

6/18
image

7/18
image

8/18
image

9/18
image

10/18
image

11/18
image

12/18
image

13/18
image

14/18
image

15/18
image

16/18
image

17/18
image

18/18
image