ગુજરાતીઓ સાત દિવસ સાચવી લેજો! બીજા રાજ્યોની જેમ બગડી શકે છે ગુજરાતની દશા, જાણો ઘાતક આગાહી

IMD Rainfall Alert For Gujarat: હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/7
image

Weather Update: ગુજરાત-મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ તો ઉત્તરાખંડમાં આગાહીએ વધારી ચિંતા. IMDના જણાવ્યા અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, એમપી, છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી.  

2/7
image

આજે આઠમી ઓગસ્ટે, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. જેમા નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે રહેશે વરસાદનું જોર

3/7
image

9 મી ઓગસ્ટે ગુજરાતના ભાનનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

4/7
image

10 મી ઓગસ્ટના રોજ ગુજરાતના  ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

5/7
image

ગુજરાતમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

6/7
image

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, અસમ, મેધાલય અને સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ રાજસ્થાન, યુપી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, એમપી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઓડિશા, કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કેટલાક રાજ્યોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાને લઈને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

7/7
image

આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.