આજે સરદાર પટેલની પુણ્યતિથિ, જાણો કેમ કહેવાય છે લોખંડી પુરુષ, જુઓ દુર્લભ PHOTOS
ભારત દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું 15 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. પરંતુ તેમના દ્વારા કરાયેલા કાર્યોના કારણે પટેલ આજે પણ દેશવાસીઓના મનમાં વસેલા છે. તેમના દ્રઢ મનોબળના કારણે સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. તેમણે ભારતનાં 562 નાના-મોટાં રજવાડાંને એકઠાં કરી એક મોટું ભારત બનાવ્યું દેશી રાજ્યોને તેમણે સામ-દામ-દંડ અને ભેદની નીતિથી ભારતમાં ભેળવી દીધાં કશ્મીર અને હૈદરાબાદનાં રાજ્યોસામે લશ્કરી પગલાં ભરી ભારતમાં ભેળવ્યાં. આથી પણ તેઓ લોખંડી પુરુષ કહેવાયા.
562 રજવાડાઓને ભારત સાથે ભેળવવાનું દુર્લભ કામ કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. 15 ડિસેમ્બર 1950ના રોજ તેમનું નિધન તે સમયે બોમ્બે નામથી ઓળખાતા મુંબઈમાં થયું હતુ અને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલના જન્મદિવસે દેશના સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નામે કરાયું.
નિધનના 41 વર્ષ બાદ 1991માં ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ભારત રત્નથી તેમને નવાજવામાં આવ્યાં હતાં.
સરદાર પટેલ 15 ઓગસ્ટ 1947ના સ્વતંત્રતા મળ્યા બાદ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ, સ્ટેટ્સ, સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા હતાં. ભારત સરકારે 25 જૂન 1947ના રોજ રજવાડાઓ માટે સરદાર પટેલના નેતૃત્વ હેઠળ એક નવો વિભાગ Department of (Princely) States બનાવ્યો હતો. આ ઉપરાંત સરદાર પટેલે સપ્ટેમ્બર 1946માં વચગાળાની સરકારના ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો.
1928માં ખેડા જિલ્લાના ખેડૂતોના બારડોલીમાં નો-ટેક્સ સત્યાગ્રહ અભિયાનનું સફળ નેતૃત્વ કર્યા બાદ ત્યાંના ખેડૂતોએ વલ્લભભાઈને સરદારની ઉપાધિ આપી હતી.
1922માં સરકારે બોરસદ તાલુકાની સમગ્ર જનતા પર હૈડિયા (ગળાનું હાડકું) કર લાગુ કર્યો હતો. જેના વિરોધમાં પટેલે 1922-23માં બોરસદમાં સત્યાગ્રહ કરીને ત્યાંના લોકોને કરથી મુક્તિ અપાવી હતી. ત્યારબાદ ગાંધીજી પણ વલ્લભભાઈને કિંગ ઓફ બોરસદ કહેવા લાગ્યા હતાં.
1893માં માત્ર 16 વર્ષની ઉંમરે જ સરદાર પટેલના લગ્ન કરાવી દેવાયા હતા પણ આમ છતાં પટેલે અભ્યાસછોડ્યો નહતો અને 22 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યુંઅને વકીલાતની પરીક્ષામાં સફળતા બાદ વકીલાત શરૂ કરી હતી.
1910માં વલ્લભભાઈ પટેલે ઈંગ્લેન્ડ જઈને મિડલ ટેમ્પલમાં લોની અભ્યાસ કરવાનું એડમિશન લીધુ હતું. જ્યાં તેમણે નિર્ધારીય સમય કરતા વહેલો કોર્સ પૂરો કર્યો હતો.
1921માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 36માં અમદાવાદ અધિવેશનની સ્વાગત સમિતિના સરદાર પટેલ અધ્યક્ષ બન્યા હતાં. પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પહેલા અધ્યક્ષ બન્યા. આ ઉપરાંત 1922માં નાગપુરમાં રાષ્ટ્રીય ઝંડા આંદોલનનું સફળ નેતૃત્વ કર્યું અને 1922માં ગુજરાત વિદ્યાપીઠ માટે રંગુનથી લગભગ 10 લાખ રૂપિયા ભેગા કરી લાવ્યાં. ગાંધીજીના મીઠા સત્યાગ્રાહના પક્ષમાં પ્રચાર કરવાના કારણે પટેલની 7 માર્ચ 1930ના રોજ ધરપકડ થઈ અને સાબરમતી જેલમાં પૂરાયા.જુલાઈ 1930માં તેમને જેલમાંથી છોડી મૂકાયા.
સરદાર પટેલ નવેમ્બર 1917માં પહેલીવાર ગાંધીજીના સીધા સંપર્કમાં આવ્યાં હતાં અને 1918માં અમદાવા3દ જિલ્લામાં દુકાળ રાહતને યોગ્ય ઢબે વિતરિત કરી હતી. 1918માં જ પટેલે સરકાર દ્વારા દુકાળ પ્રભાવિત ખેડા જિલ્લામાં વસૂલવામાં આવી રહેલા લેન્ડ રેવન્યુ વિરુદ્ધ નો ટેક્સ આંદોલનનુ સફળ નેતૃત્વ કર્યું હતું અને કરને માફ કરાવ્યું. ગુજરાત સભાને 1919માં ગુજરાત પ્રાંતની કોંગ્રેસ કમિટીમાં પરિવર્તિત કરી દેવાઈ જેના સચિવ પટેલ અને અધ્યક્ષ મહાત્મા ગાંધી બન્યાં.
Trending Photos