સોશિયલ મીડિયામાં જેક્લીનના બર્થડેની આ તસવીરો થઇ વાયરલ, જુઓ Pics...

જેકલીન ફર્નાન્ડિઝનો ઉછેર શ્રીલંકાના કોલંબોમાં થયો હતો. તે જ સમયે, તેણે 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સ પણ રહી ચુકી છે.

Aug 12, 2019, 11:19 AM IST

નવી દિલ્હી: બોલીવુડની જાણીતી એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ 11 ઓગસ્ટના 34 વર્ષની થઇ ગઇ છે. તેણે આ વર્ષે  તેનો બર્થડે તેના મિત્રો સાથે શ્રીલંકામાં સેલિબ્રેટ કર્યો છે. જેક્લીનનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ બહરીનમાં થયો હતો. જેક્લીન વર્ષ વર્ષ 2006માં મિસ શ્રીલંકા યૂનિવર્સ પણ રહી ચુકી છે. ત્યાંજ તેનો ઉછેલ કોલંબો શહેરમાં થયો હતો. વર્ષ 2009માં જેક્લીન ભારત આવી હતી. તે મોડલિંગના ઉદેશ્યથી અહીં આવી હતી. આ દરમિયાન સુજોય ઘોષે તેને જોઇ અને ફિલ્મ 'અલાદિન'ની ઓફર કરી. આ સાથે જ જેક્લીને આ ફિલ્મ માટે હા પાડી હતી. બોલીવુડમાં જેક્લીનની આ પહેલી ફિલ્મ હતી. જેક્લીન ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સની સાથે જોડાયેલી છે. તે તેના ચાહકોને ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના અપડેટ્સ આપતી રહે છે. આ ક્રમમાં તેણે પોતાના જન્મ દિવસની પાર્ટીની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

1/5

સતત શેર કરી કેટલીક તસવીરો

સતત શેર કરી કેટલીક તસવીરો

પોતાના બર્થડેના દિવેસ જેક્લીને ઇન્સ્ટાગ્રામ પર સતત કેટલીક તસવીરો શરે કરી.

2/5

શીખી ગઇ છે હિન્દી ભાષા

શીખી ગઇ છે હિન્દી ભાષા

જેક્લીન ઇન્ડિયામાં રહેવાના કારણે હવે હિન્દી ભાષા સારી રીતે શીખી ગઇ છે.

3/5

આ ભાષાઓ પણ બોલી શકે છે જેક્લીન

આ ભાષાઓ પણ બોલી શકે છે જેક્લીન

હિન્દી ઉપરાંત જેક્લીન અગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ અને અરબી પણ બોલી શકે છે.

4/5

ઘણી ફિલ્મોમાં કરી ચુકી છે કામ

ઘણી ફિલ્મોમાં કરી ચુકી છે કામ

જેક્લીન બોલીવુડમાં અત્યારસુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

5/5

ફિલ્મ ‘કિકિ’થી મળી ઓળખ

ફિલ્મ ‘કિકિ’થી મળી ઓળખ

સલમાન ખાનની ફિલ્મ ‘કિકિ’થી જેક્લીન ઘણી પોપ્યુલર થઇ અને ત્યારબાદ સતત મોટ પરદા પર તે જોવા મળી છે. (ફોટો સાભાર: તમામ ફોટોગ્રાફ્સ જેક્લીન ફર્નાન્ડિઝના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી)