Pics : આલિયા ભટ્ટને પાછળ પાડે તેવી છે ગુજરાતની ગામડાની આ ગોરી, મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેશે

પછાત વિસ્તારની યુવતીઓને ભાગ્યે જ બ્યૂટી કોન્સ્ટેસ્ટ સુધી પહોંચવાનો મોકો મળે છે. ત્યાર ગુજરાતના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં જન્મીને મોટી થયેલી કેયા વાજાને આ તક મળી છે. આજે તે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. મોડેલિંગ ફિલ્ડમાં તેણે ઝળહળતી સફળતા મેળવી છે. 

આશ્કા જાની/અમદાવાદ :પછાત વિસ્તારની યુવતીઓને ભાગ્યે જ બ્યૂટી કોન્સ્ટેસ્ટ સુધી પહોંચવાનો મોકો મળે છે. ત્યાર ગુજરાતના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં જન્મીને મોટી થયેલી કેયા વાજાને આ તક મળી છે. આજે તે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. મોડેલિંગ ફિલ્ડમાં તેણે ઝળહળતી સફળતા મેળવી છે. (લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube)

1/2
image

ગુજરાતના અરવલ્લીના જિલ્લાના ભીલોડાના માંકરોડા ગામની કેયા વાજાની સુંદરતા આંખોને આંજી દે તેવી છે. પછાત વિસ્તારની કેયા બ્યુટી કોન્ટેસ્ટ સુધી પહોંચી છે. મિસ ઈન્ડિયામાં ભાગ લીધા બાદ તે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલમાં ભાગ લેવા જઈ રહી છે. તે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની છે. કેયાએ પોતાને કુદરતે આપેલી સુંદરતાને સતત નિખારવા પ્રયાસ કરીને આખરે તે ભાગ લેવા માટે સફળ થઈ ચૂકી છે. જે તેના પરિવાર અને ગુજરાત માટે ગૌરવની વાત છે. તેણે શિક્ષણ પણ ભીલોડામાં જ વિતાવ્યું હતુ અને તેને નાનપણમાં આ સપનું જોયું હતું, જેના માટે તેણે અથાગ પ્રયાસો કર્યા છે. કેયાએ કોલેજથી જ મોડેલિંગની દુનિયામાં પગ માંડ્યો હતો. તેણે અનેક ફોટોગ્રાફી આલ્બમ તથા જાહેરખબર કરી છે. 

2/2
image

કેયાના આ નિર્ણયમાં તેના પરિવારે સતત તેને સપોર્ટ કર્યો છે. તેની માતા નિવૃત્ત શિક્ષિકા છે અને પિતા અર્મીમાંથી રિટાયર્ડ છે. બંને કેયાને આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરુ પાડે છે. કેયાનું લક્ષ્ય સુંદરતાને એક ઉંચાઇ પર લઇ જવાનું હતું. આખરે તે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લેવા માટે સક્ષમ બની, પરંતુ મિસ ઇન્ડિયાનો ખિતાબ તેનાથી દુર રહી ગયો હતો. આ સ્પર્ધામાં તે બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સનો એવોર્ડ જીતી લાવી. આખરે મિસ ઇન્ડિયા ઈન્ટરનેશનલ 2019માં તે પાર્ટિસિપેટ કરશે. આગામી 18મી નવેમ્બરે ઈન્ડોનેશિયામાં યોજાનારી મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલના ફિનાલેમાં ભાગ લેશે. તેમાં કુલ 25 જેટલી સ્પર્ધકો છે. કેયાને પૂરો આત્મવિશ્વાસ છે કે, આ ખિતાબ તેને જ મળશે.