Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડ કેવી રીતે મેળવશો? ખેડૂતોને મળે છે આ ફાયદા, જાણો તમામ વિગતો

Kisan Credit Card કોરોના મહામારી વચ્ચે ભારત સરકારે આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. જે હેઠળ સરકારે 2.5 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન આપવાની જાહેરાત કરી હતી. કરજ લઈને ખેતી કરનારા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમને પ્રધાનમંત્રી  કિસાન સન્માન નિધિ યોજના PMKSYM સાથે લિંક કરી દેવાઈ છે. અમે તમને જણાવીશું કે આખરે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે  કયા દસ્તાવેજોની જરૂર પડે છે અને આ સાથે જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે અરજી કરી છે અને નથી બન્યું તો તમારે ક્યાં ફરિયાદ કરવાની રહેશે. 
 

માત્ર 3 દસ્તાવેજોની જરૂર

1/5
image

પીએમ કિસાન સ્કીમની વેબસાઈટ પર તમને કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ મળી જશે. અહીં બેંકોમાં જમા કરવામાં આવનારા દસ્તાવેજો અંગે સ્પષ્ટ લખ્યું છે કે તેમણે ખેડૂતો પાસેથી માત્ર 3 દસ્તાવેજો લેવાના છે. આ સાથે જ આ દસ્તાવેજોના આધારે લોન આપવાની વાત  કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક ફોટો જોઈએ. આ સાથે જ એક શપથ તમારે બેંકમાં જમા કરાવવાની રહેશે. જેમાં એ જણાવવું પડશે કે તમે કોઈ અન્ય બેંકમાંથી કરજ તો નથી લીધુ ને. 

કાર્ડ બનાવવા માટે અનેક વિકલ્પ

2/5
image

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારી પાસે અનેક વિકલ્પ છે. તમે ઈચ્છો તો કોઓપરેટિવ બેંક, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, સ્થાનિક ગ્રામીણ બેંક, અને ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે અરજી આપી શકો છો. 

આ વેબસાઈટ પર જઈને ભરી શકો છો ફોર્મ

3/5
image

આ માટે તમારે સૌથી પહેલા પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે. અહીં તમારે ફાર્મરના ટેબમાં જમણી બાજુ ડાઉનલોડ કિસાન ક્રેડિટ ફોર્મનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ થઈ જશે અને તેને ભરીને નજીકની બેંકમાં તમારે જમા કરાવવાનું રહેશે.   

કોઈ પણ સમસ્યાનો આ રીતે લાવી શકો છો ઉકેલ

4/5
image

અત્રે જણાવવાનું કે KCC કાર્ડની વેલિડિટી 5 વર્ષની છે. જો તમને ક્રેડિટ કાર્ડ અંગે કોઈ સમસ્યા છે કે પછી તમારે દસ્તાવેજો સંબંધિત કોઈ પણ ફરિયાદ હોય તો તમે ફરિયાદ પોર્ટલ પર કે પછી UMANG એપ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તેનો જલદી ઉકેલ લાવવામાં આવશે. 

કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા

5/5
image

અત્રે જણાવવાનું કે કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂત 3 લાખ સુધીની લોન લઈ શકે છે. આ લોન પર બેંક 9 ટકા વ્યાજ લેશે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને રાહત માટે આ વ્યાજ પર સરકાર 2 ટકા સબસિડી આપે છે. ખેડૂતોને એક ફાયદો એ પણ છે કે જો તેઓ સમય પહેલા વ્યાજ ચૂકવશે તો તેમને સરકાર દ્વારા 3 ટકા વધુ સબસિડી  પણ આપવામાં આવશે. આવામાં ખેડૂતે કરજની રકમ પર માત્ર 4 ટકા વ્યાજ જ ચૂકવવાનું રહેશે.