હવે આકાશમાં જોવા મળશે પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે 'જંગ', જુઓ PHOTOS

મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ચારેબાજુ બજારમાં પતંગો અને દોરીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં આ તહેવારની મજા જ કઈંક અલગ હોય છે. દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતના બજારમાં પતંગો પર રાજનીતિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મકરસંક્રાંતિ અગાઉ રાજકોટના પતંગ બજારમાં મોદી વિરુદ્ધ રાહુલની થીમ પર પતંગો માર્કેટમાં ઉતારવામાં આવી છે. ચૂંટણીના મેદાન બાદ હવે આકાશમાં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે આકાશીય જંગ જોવા મળશે. 

રાજકોટમાં પતંગ બજારમાં ગરમાવો

1/4
image

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ રાજકોટના આ મશહૂર માર્કેટમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની તસવીરોવાળી પતંગો ખુબ ડિમાન્ડમાં છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પતંગો પણ ડિમાન્ડમાં

2/4
image

ગુજરાતમાં હાલમાં જ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળી પતંગોને પણ માર્કેટમાં ઉતારવામાં આવી છે. આ પતંગ ખરીદનારા લોકોનું કહેવું છે કે જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાશને આંબે છે તે જ રીતે તેમની પતંગ પણ આકાશમાં ઊંચે જશે. 

પતંગ પર જોવા મળ્યા અમિત શાહ અને બીજા નેતા

3/4
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ઉપરાંત આ વખત બજારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પતંગો પણ બજારમાં ખુબ ટ્રેન્ડિંગ છે. અમિત શાહની પતંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પણ જોવા મળે છે. 

બાહુબલીની પતંગો

4/4
image

આ ઉપરાંત બાહુબલીની થીમ ઉપર પણ પતંગો બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય ભૂમિકા ભજવનારા પ્રભાસ સહિત અનેક કલાકારોની તસવીરો જોવા મળે છે.