નીતિન પટેલ

આખરે નીતિન પટેલનું દર્દ છલકાયું, જાહેરમાં કહ્યું-હવે નાથિયા જેવા થઈ ગયા

મોઢે આવેલો કોળિયો કોઈ છીનવીને લઈ જાય તો કેવુ લાગે. આવુ જ કંઈક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે થયુ. મુખ્યમંત્રીના પદથી સાવ નજીક પહોંચી ગયા બાદ પણ તેમને પદ ન મળ્યું. તેમની ગુજરાતના મુખ્યમંત્રી (gujarat cm) બનવાની ઈચ્છા ક્યારેય પૂરી ન થઈ શકી. ગુજરાતની નવી સરકારની જાહેરાત બાદ આખરે પહેલીવાર જાહેરમાં નીતિન પટેલ (Nitin Patel) નુ આ દર્દ છલકાયુ હતું. મોરબીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યુ હતું. 

Oct 3, 2021, 03:34 PM IST

ભાજપના સાંસદનો સણસણતો આરોપ, નીતિન પટેલને કારણે સૌની યોજનાનું કામ મોડું થયું

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ નારણ કાછડિયા સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયામાં ભાજપના જ બે નેતા સામસામે આવી ગયા છે. નીતિન પટેલે (Nitin Patel) કહ્યું હતું કે ભાજપમાં જ વિભીષણ પણ છે અને મંથરા પણ છે. નીતિન પટેલને જવાબ આપતા નારાણ કાછડિયા (Naran Kachhadiya) એ બળાપો કાઢતા કહ્યું કે, નીતિન પટેલ તો અમારી સામે પણ નહોતા જોતા.  સોશિયલ મીડિયા પર આ રીતે સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે આવી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે

Sep 22, 2021, 12:34 PM IST
Sunday Special: Nitin Patel's Attack On Opponents PT7M20S
Sunday Special: superpowers came together to surround China PT5M

ભાજપમા નવાજૂનીના એંધાણ? નારાજ નીતિન પટેલ મોડી રાત્રે શંકરસિંહ વાઘેલાને મળ્યા 

ગાંધીનગરમાં નવા મંત્રીઓના શપથવિધિ (cabinet reshuffle) સમારોહના ધમધમાટ વચ્ચે એક મોટી રાજકીય હલચલ થઈ છે. શપથવિધિ સમારોહની વચ્ચે કેટલાક દિગ્ગજ નેતાઓની નારાજગી બહાર આવી છે. જેમાં રાજીનામુ આપનાર વિજય રૂપાણી (Vijay Rupani), નીતિન પટેલ (Nitin Patel) અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની નારાજગીની ચર્ચા ચાલી રહી છે. જેમને મનાવવા માટે મોડી રાત સુધી પ્રયાસો ચાલ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલુ જ નહિ, આ રિસામણા-મણામના વચ્ચે નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (shankarsinh waghela) ને મળ્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે. 

Sep 15, 2021, 12:30 PM IST

ગુજરાત CM ની રેસ વચ્ચે નીતિન પટેલનુ મોટું નિવેદન, ચહેરો એવો જોઈએ જેને જનતા ઓળખતી હોય

વિજય રૂપાણીના રાજીનામા બાદ પહેલીવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. તેમને ચહેરા પર સૂચક હાસ્ય જોવા મળ્યુ હતું. આ હાસ્ય અનેક તર્ક આપી રહ્યું છે. તો બીજી તરફ, તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીનો ચહેરો અનુભવી હોવો જોઈએ.

Sep 12, 2021, 12:10 PM IST

રૂપાણી કેબિનેટના અડધોઅડધ મંત્રીઓના પત્તા કપાય તેવી શક્યતા, નવા ચહેરા જોવા મળશે

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને અડધોઅડધ મંત્રીમંડળનું પણ પત્તુ કપાય તેવી એક થિયરી સામે આવી છે. ગુજરાતના મંત્રીમંડળના મોટા અને ધરખમ ફેરફારો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. સૂત્રોની માનીએ તો, 50 થી 70 ટકા નવા ચહેરા નવી કેબિનેટમાં સામેલ થાય તેવુ દેખાઈ રહ્યુ છે. 

Sep 12, 2021, 11:48 AM IST

આજે બપોરે 3 વાગ્યે થશે ગુજરાતના નવા નાથની જાહેરાત

ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાતની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે આખરે જાહેરાત થઈ ગઈ છે કે ક્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, આજે બપોરે 3 વાગ્યે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે. 

Sep 12, 2021, 11:22 AM IST

ઈતિહાસ સાક્ષી છે.... ભાજપમાં નરેન્દ્ર મોદીને બાદ કરતા એક પણ સીએમ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી

ગુજરાત (gujarat cm) નું નામ હવે એ રાજ્યોમાં સામેલ થયુ છે, જ્યાં છાશવારે મુખ્યમંત્રી બદલવાનો સિલસિલો થતો રહે છે. ગુજરાતમા દરેક મુખ્યમંત્રીને પોતાનો કાર્યકાળ પૂરો કરવો ચેલેન્જિંગ રહ્યો છે. પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરવાના માત્ર એક વર્ષ પહેલા જ વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામાથી એ સાબિત થઈ ગયુ છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માત્ર પ્રયોગશાળા બનીને રહી ગઈ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ને બાદ કરતાં એક પણ મુખ્યમંત્રીએ ચૂંટણીથી માંડી ચૂંટણી સુધીનો પાંચ વર્ષનો સમયગાળો પૂરો કર્યો નથી. 

Sep 12, 2021, 09:54 AM IST

ગાંધીનગરથી Live : દિલ્હીથી આવેલા નામો પર મંત્રણા કરાઈ, ધારાસભ્યોને 2 વાગ્યા સુધી કમલમ પહોંચવાનુ ફરમાન 

હાલ સમગ્ર દેશની નજર ગુજરાતના નવા મુખ્યમંત્રી (Vijay Rupani) ના નામ પર છે. એક બાજુ રાજકીય માહોલ ગરમાયો છે, અનેક નામો પર સટ્ટો રમાયો છે. આવામાં ગુજરાત (gujarat cm) માં હાલ એક સ્થળ એવુ છે જ્યાં નવા સીએમ બનાવવા અંગે તખતો રચાઈ રહ્યો છે. તે છે ભાજપ (gujarat bjp) અધ્યક્ષ સીઆર પાટીલનુ નિવાસસ્થાન. આજે સવારથી જ સીઆર પાટીલ (cr patil) નું નિવાસસ્થાન ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચી રહ્યાં છે. હાલ સીઆર પાટીલનું નિવાસસ્થાન સત્તાનું કેન્દ્ર બન્યું છે. 

Sep 12, 2021, 09:16 AM IST

બે વાર નીતિન પટેલનું નસીબ એક ડગલુ પાછળ જતુ રહ્યું, આ વખતે લોટરી લાગશે કે પત્તુ કપાશે?

જ્યારે ગુજરાતમાં સીએમ પદ (gujarat cm) ના દાવેદારીનો માહોલ ગરમાય છે ત્યારે ત્યારે નીતિન પટેલનું નામ ટોપ પર હોય છે. પરંતુ હંમેશા નીતિન પટેલનું નસીબ એક ડગલુ પાછળ જતુ રહે છે. અગાઉ બે વાર નીતિન પટેલના નામ સીએમ પદ માટે આગળ આવ્યું છે. પરંતુ બંને વખત તેઓ ચૂકી ગયા છે. આવામાં આ વખતે નીતિન પટેલ (Nitin Patel) ના સીએમ બનવાના ચાન્સ કેટલા છે. શુ તેમને સીએમ પદની લોટરી લાગશે કે પછી પત્તુ કપાશે. જોકે, હાલ સૂત્રોના કહેવા અનુસાર, નીતિન પટેલનું નાયબ મુખ્યમંત્રી તરીકેનું પત્તુ પણ કપાવી શકાય તેવી શક્યતા દેખાઈ છે. 

Sep 12, 2021, 08:38 AM IST

પાટીદારોના મંચ પરથી નીતિન પટેલે OBC અને તાલિબાન અંગે આપ્યું મોટું નિવેદન

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) એ આજે 200 કરોડના ખર્ચે બનેલ સરદાર ધામ (Sardardham) ના લોકાર્પણમાં હાજરી આપી હતી. ત્યારે પાટીદારો (Patidar) ના મંચ પરથી તેમણે ઓબીસી અને તાલિબાન અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પાટીદારોને ઓબીસી (OBC) માં સમાવવા મુદ્દે મોટી વાત કહી છે. તો સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના તાલિબાનના ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી છે. 

Sep 11, 2021, 01:47 PM IST

દારૂબંધીને વરેલા ગુજરાત પર નીતિન પટેલનું નિવેદન, આવક ભલે ગુમાવીએ, પણ પ્રતિબંધ નહિ હટે

વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. હવે સૌ કોઈનું ધ્યાન તેમની તરફ ખેંચાયું છે. હિન્દુઓની બહુમતી નહીં હોય તો કાયદો હવામાં ઊડી જશે, ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ બાદ હવે તેમણે દારૂબંધી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છીએ. જે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય છે ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે.

Sep 4, 2021, 07:48 AM IST

ઈલેક્શન મોડમાં આવ્યા નીતિન પટેલ, હિન્દુત્વને લઈને આપ્યું વધુ એક મોટું નિવેદન

ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક પછી એક ચોંકાવનારા નિવેદન કરી રહ્યાં છે. તેમનુ વધુ એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. હિન્દુત્વ (Hinduism) ના મુદ્દા બાદ હવે નીતિન પટેલે ગૌમાતા પર આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) અલાહાબાદ હાઈકોર્ટના ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાના સુચન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, હિન્દુ ધર્મમાં અને સંસ્કૃતિમાં ગૌમાતા હજારો વર્ષથી પૂજનીય છે અને વર્ષોથી આપણે ગૌમાતાને માતાની જેમ જ પૂજીએ છીએ. ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ ગૌમાતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. અને ગુજરાતમાં તો ગૌહત્યા પર પ્રતિબંધ છે અને તેની સામે કડક કાયદો છે. ગૌહત્યા કરનારાઓને કડક સજા કરી જેલમાં પૂર્યા છે અને હજુ કરતા રહીશું.

Sep 3, 2021, 10:16 AM IST

પાટીલે આપ્યું નીતિન પટેલના હિન્દુત્વ નિવેદનને સમર્થન, કહ્યું-તેમણે ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું

ગુજરાતભરમાં હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) નું હિન્દુત્વ પરનું નિવેદન ચર્ચામાં છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનનું સીઆર પાટીલે (CR Patil) સમર્થન કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હિન્દુ બહુમતિ (hinduism) માં છે ત્યા સુધી બધુ બરાબર છે. ત્યારે તેમના સમર્થનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવ્યા છે.  

Aug 29, 2021, 02:38 PM IST

માણસાના કાર્યક્રમમાં નીતિન પટેલે લોકોને હસાવ્યા, પાયલી અને રૂપિયો સમાજ વિશે કહી ખાસ વાત

માણસા તાલુકાના ઇટાદરા ગામે સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાંતિલાલ પટેલ પ્રિ-પ્રાઇમરી ઇંગ્લીશ મીડિયમનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેજ પરથી નીતિન પટેલે (Nitin Patel) એવા નિવેદનો આપ્યા કે ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા. તેમણે માણસાના પાયલી સમાજ અને રૂપિયો સમાજ વિશે વાત કરી હતી. સાથે જ મસ્તી કરતા કહ્યુ હતું કે, આ તો બધાને થોડી ગમ્મત કરાવું. 

Aug 19, 2021, 01:18 PM IST

ખેડૂતોની સ્થિતિ પર નીતિન પટેલનું મોટું નિવેદન, ડેમ ખાલી હોવાથી હાલ સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ

પંચમહાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ની અધ્યક્ષતામાં 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. ગોધરા હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યું હતું. ત્યારે ખેડૂતોની સ્થિતિ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વરસાદ ખેંચાતા સિંચાઈની સમસ્યા ઊભી થઈ. મોટાભાગના ડેમમાં સરેરાશ 35 ટકા પાણી. ખેડૂતોને વિવિધ યોજના હેઠળ પાણી આપવાના પ્રયાસ. લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાક મૂરઝાઈ રહ્યો છે. આવામાં ખેડૂતો સિંચાઈ માટેના પાણીની માંગ કરી રહ્યા છે. પરંતુ ડેમમાં પુરતું પાણી ના હોવાથી સિંચાઈની સમસ્યા ઊભી થઈ છે. 

Aug 15, 2021, 01:55 PM IST

ગુજરાતમાં દુષ્કાળના ભણકારા, કચ્છ કાઠીયાવાડમાં તો પાણી માટે વલખવું પડશે, અનેક ડેમ તળીયા ઝાટક

રાજ્યમાં જુલાઇ મહિનામાં સારા વરસાદ બાદ ઓગસ્ટ મહિનાથી જ મેઘરાજા રિસાયા હોય તેમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં હજુ સુધી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે. હવામાન વિભાગના અનુસાર હજી સુધી કોઇ સિસ્ટમ સક્રિય થઇ નથી વરસાદ ખેંચાતા અડધાથી વધારે ગુજરાતના જળાશયોમાં 50 ટકાથી પણ ઓછું પાણી રહ્યું છે. રાજ્યમાં આવેલી 206 નાના મોટા ડેમમાંથી માત્ર પાંચ ડેમ જ 100 ટકા ભરાયા છે. જ્યારે 80 કરતા વધારે ડેમમાં 20 ટકાથી પણ ઓછું પાણી બાકી રહ્યું છે. 

Aug 11, 2021, 05:23 PM IST