ajit doval

આતંકવાદીઓની વિચારધારા સામે લડત ખુબ જરૂરી: NSA અજીત ડોભાલ

ATS&STFના પ્રમુખોની એક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે આતંકવાદને  ખતમ કરવા માટે કડક કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદીઓની વિચારધારા સામે લડવાની ખુબ જરૂર છે. અજીત ડોભાલે કહ્યું કે એનઆઈએએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ જેટલું પ્રભાવી કામ કર્યું છે એટલું અન્ય કોઈ એજન્સીએ કર્યું નથી. 

Oct 14, 2019, 12:01 PM IST

Surgical Strikeના 3 વર્ષ : રાત્રે 12.30 કલાકે જવાનો પાકિસ્તાનમાં ઘૂસ્યા, અને સવારે 4.30 કલાકે પરત ફર્યા હતા

ત્રણ વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સેનાએ આતંકી (Terrorists) અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike) કરીને ઉરી હુમલા (Uri Attack) ના શહીદોનો બદલો લીધો હતો. આ દિવસ ભારતીય સેના (Indian army)ના ઈતિહાસમાં વિશેષ મહત્વ રાખે છે. ભારતીય સેનાએ એલઓસી (LoC) પાર કરીને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારત અને દરેક ભારતીય માટે આ દિવસ બહુ જ ગર્વનો ગણાય છે, જેમાં ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો હતો. 

Sep 29, 2019, 10:33 AM IST

J&K અંગે ગૃહ મંત્રાલયની મહત્વની બેઠક, ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ બેઠકમાં સામેલ 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ને લઈને ઉચ્ચ સ્તરની બેઠક કરી રહ્યાં છે. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) કેન્દ્રીય ગૃહ સચિવ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ સામેલ છે.

Sep 16, 2019, 11:21 AM IST

NSA અજીત ડોભાલે કાશ્મીર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ, આપી ચેતવણી

ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે પાકિસ્તાન પાસે ફક્ત આતંકવાદ જ હથિયાર છે અને અમે તેને તેમાં સફળ થવા દઈશું નહીં.

Sep 7, 2019, 03:51 PM IST
Ajit Doval's Statement Regarding Peace In Jammu And Kashmir PT3M58S

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પાકિસ્તાન પર સાધ્યું નિશાન, જુઓ શું કહ્યું

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું- કાશ્મીરીઓ 370 હટાવવાના સમર્થનમાં આવ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યુ છે પાકિસ્તાન.

Sep 7, 2019, 03:30 PM IST

કાશ્મીર ખીણમાં થાળે પડતું જનજીવન, NSA અજીત ડોભાલ પોતે બારીક નજર રાખી રહ્યા છે

શ્રીનગર શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં આયોજીત સ્વતંત્રતા દિવસ સમારંભ દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ઝંડો ફરકાવ્યો અને પરેડની સલામી ઝીલી

Aug 15, 2019, 05:04 PM IST

કાશ્મીરમાં આગામી 7 દિવસ સરકારની અગ્નિ પરિક્ષા, મોદીના વિશેષ દુતે સંભાળી કમાન

એકવાર આ 7 દિવસોના શાંતિથી પસાર થયા બાદ ભારત ખીણમાં સ્થાયી શાંતિ લાવવાનું સમાનાધ શોધવા માટેનો પ્રયાસ કરશે

Aug 11, 2019, 06:11 PM IST

VIDEO: કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા ડોભાલ, સ્થાનિકો સાથે કરી મુલાકાત

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ પહોંચ્યાં. અનંતનાગમાં એનએસએ ડોભાલે સ્થાનિક રહીશો સાથે તથા બાળકો સાથે વાતચીત કરી.

Aug 10, 2019, 03:58 PM IST

NSA ડોભાલની કાશ્મીર મુલાકાતથી બેચેન થયા આઝાદ, કહ્યું- ‘પૈસા લઇને કોઇપણને સાથે લઇ શકો છો’

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (Ajit Doval) દ્વારા શોપિયાંમાં સામાન્ય લોકોથી મળવા અને તેમની સાથે બિરયાની ખાવા પર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ બેચેન થઇ ગયા છે

Aug 8, 2019, 10:59 AM IST

જમ્મુ-કાશ્મીરઃ સ્થાનિક લોકો વચ્ચે પહોંચ્યા NSA અજિત ડોભાલ, સડક પર ખાધી બિરિયાની

અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-370 અને કલમ-35Aની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. 

Aug 7, 2019, 07:02 PM IST
PM Modi's Japan Visit For G-20 Summit PT4M25S

G-20 સમિટમાં ભાગ લેવા PM મોદી જાપાનના પ્રવાસે, જુઓ વિગત

G-20 સમિટમાં ભાગ લેવા પીએમ મોદી જાપાનના પ્રવાસે છે, ત્યારે જાપાનના પીએમ શિંઝો આબે અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થઈ. આ મુલાકાતમાં પીએમ મોદી સાથે વિદેશમંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો સુધરવા વિશે ચર્ચા કરવામાં આવશે. દ્વિપક્ષીય બેઠકમાં વિવિધ 10 મુદ્દે ચર્ચા થશે.

Jun 27, 2019, 11:50 AM IST

કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર પર સરકારે કહ્યું- ‘અજીત ડોભાલના વિશે રાહુલ ગાંધી બોલ્યા ખોટુ’

અજીત ડોભાલે મૌલાના મસૂદ અઝહરની મુક્તિનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. અને તેમની તત્કાલીન રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર (એનએસએ) બ્રજેશ મિશ્રાની સાથે તીવ્ર ચર્ચા પણ થઇ હતી.

Mar 11, 2019, 12:35 PM IST
LIVE WC Abhinandan return INDIA: big meeting at border PT51S

અભિનંદન માટે બોર્ડર પર ખાસ બેઠક, શું છે ખાસ? જાણો વિગત

LIVE WC Abhinandan return INDIA: વિંગ કમાન્ડર અભિનંદનની ભારત પરત ફરવાની દસ્તાવેજી કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને આજે સાંજે એમને મુક્ત કરવામાં આવશે. સાંજે ચાર વાગ્યાના અરસામાં વાઘા બોર્ડર પર પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારત મોકલવામાં આવશે. જેને પગલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ઉચ્ચ અધિકારીઓની બોર્ડર પર એક ખાસ બેઠક મળી હતી.

Mar 1, 2019, 12:20 PM IST

PAKને સણસણતો ચાબખો, ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું અમેરિકા, કહ્યું-'જૈશ સામે કાર્યવાહીમાં અમે તમારી સાથે'

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક કાર્યવાહીને અમેરિકાએ પણ ખુલીને સમર્થન આપ્યું છે.

Feb 28, 2019, 10:39 AM IST

#MamataVsCBI: સુપ્રીમમાં સુનાવણી, CJIએ કહ્યું-'પોલીસ કમિશનર CBI સામે હાજર થાય'

સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ કમિશનર પર શાલદા ચિટ ફંડ મામલે મહત્વના ઈલેક્ટ્રોનિક પુરાવા નષ્ટ કરવાના આરોપમાં સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સવારે સુપ્રીમ કોર્ટમાં 10.30 કલાકે સુનાવણી શરૂ  થઈ.

Feb 5, 2019, 08:57 AM IST

મમતા બેનર્જી પર CM નીતીશનું મોટુ નિવેદન: આચાર સંહિતા પહેલા કંઇ પણ થઇ શકે છે

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બંગાળમાં સીબીઆઇની તપાસ મુદ્દે મમતા બેનર્જીના ઘરણા પર સ્પષ્ટ રીતે કંઇ નથી કહ્યું, પરંતુ તે જરૂર કહ્યું છે કે ચૂંટણી આચાર સંહિતી લાગવામાં હજી એક મહિના અથવા તેનાંથી થોડા વદારે સમયની વાર છે.આ દરમિયાન દેશમાં કંઇ પણ થઇ શકે છે, કારણ કે નેતાઓને હવે માત્ર વોટની ચિંતા છે. દેશની નહી, દેશની ચિંતા કોણ કરે છે ? 

Feb 4, 2019, 06:27 PM IST

#CBIvsMamata: મમતાના ધરણાને વિરોધ પક્ષોનું ભરપૂર સમર્થન, શિવસેનાનો પણ સપોર્ટ, જાણો શું કહ્યું

કોલકાતામાં સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ભાજપ વિરોધી અનેક પક્ષોના સમર્થનની સાથે સાથે એનડીએના જ પ્રમુખ સહયોગી શિવસેનાનું પણ સમર્થન મળી રહ્યું છે. એનડીએના સહયોગી શિવસેનાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી ધરણા પર બેસે તે ગંભીર મામલો છે. 

Feb 4, 2019, 03:15 PM IST

મમતા Vs સીબીઆઈ: પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે? રાજનાથે રાજ્યપાલ પાસે માંગ્યો રિપોર્ટ 

કોલકાતામાં મુખ્યમંમત્રી મમતા બેનરજી હાલ ધરણા પર બેસી ગયા છે. કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ મામલે મમતા અને કેન્દ્ર સરકાર તથા સીબીઆઈ આમને સામને છે. ખુબ તણાવનો માહોલ છે

Feb 4, 2019, 02:28 PM IST

આટલા હજાર કરોડનું છે શારદા ચીટ ફંડ કૌભાંડ, જેના લીધે મમતા અને CBI છે આમને સામને 

આ સમગ્ર મામલે એ જાણવું ખુબ જરૂરી છે કે આખરે જે મુદ્દાને લઈને આ ગરમાગરમી જોવા મળી રહી છે તે શારદા ચીટ ફંડ મામલો શું છે અને કેટલા કરોડનું કૌભાંડ છે. આ કૌભાંડ કુલ 20,000 કરોડ રૂપિયાનું છે. 

Feb 4, 2019, 01:37 PM IST

રાજ્યસભા-લોકસભામાં પડ્યા CBIvsMamataના પડઘા, સદનમાં વિપક્ષનો જોરદાર હંગામો

 શારદા ચીટફંડ મામલે પશ્ચિમ બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. તો હવે બીજી તરફ તેના પડઘા સીધા જ સદનમાં પડ્યા છે. લોકસભામાં આ મામલે ગૃહમંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યું છે, તો તેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો. વિરોધ પક્ષ દ્વારા આ મુદ્દે હંગામો કરાયો હતો. 

Feb 4, 2019, 12:25 PM IST