રાજકોટની બે અનોખી પોલીસ વીરાંગનાઓ, એક હાથમાં કલમ અને બીજા હાથમાં બાળક

સામાન્ય રીતે પોલીસ શબ્દ સાંભળતા ની સાથે જ મનમાં ડરની ભાવના ઉભી થતી હોય છે. જો કે છેલ્લા થોડા સમયથી જે રીતે કોરોનાવાયરસ એ સમગ્ર દેશને પોતાની બાનમાં લીધો છે ત્યારે પોલીસ આ જીવલેણ વાઇરસથી લોકોને બચાવવા તનતોડ મહેનત કરી રહી છે અને પ્રધાનમંત્રીએ આપેલા લોકડાઉનના નિયમનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. આ સમયમાં ગુજરાતમાં મહિલા પોલીસ પણ ફરજ બજાવી પોતાના પરિવારની સાથે સાથે દેશની પણ રક્ષા કરે છે. આવી જ બે વિરાંગના રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં પોતાના સંતાનોને સાથે રાખી પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. એક પોલીસ અધિકારીનું નામ છે નેહા કણજારિયા કે જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજા મહિલા પોલીસનું નામ છે ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતના બેન ને 14 મહિનાનો પુત્ર છે. આ બન્ને મહિલા પોલીસની કામગીરીને ખુદ જિલ્લા પોલીસ વડા એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા એ.એસ.આઇ નેહાબેન અને તેમના પતિ બન્ને પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે ત્યારે નેહાબેન પોતાના સંતાન ને લઇ પોતાની ફરજ પર જતાં રહે છે અને તેમના પતિ પણ આ જ મુજબ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.

રક્ષિત પંડ્યા, રાજકોટ : સામાન્ય રીતે પોલીસ શબ્દ સાંભળતા ની સાથે જ મનમાં ડરની ભાવના ઉભી થતી હોય છે. જો કે છેલ્લા થોડા સમયથી જે રીતે કોરોનાવાયરસ એ સમગ્ર દેશને પોતાની બાનમાં લીધો છે ત્યારે પોલીસ આ જીવલેણ વાઇરસથી લોકોને બચાવવા તનતોડ મહેનત કરી રહી છે અને પ્રધાનમંત્રીએ આપેલા લોકડાઉનના નિયમનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. આ સમયમાં ગુજરાતમાં મહિલા પોલીસ પણ ફરજ બજાવી પોતાના પરિવારની સાથે સાથે દેશની પણ રક્ષા કરે છે. આવી જ બે વિરાંગના રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં પોતાના સંતાનોને સાથે રાખી પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. એક પોલીસ અધિકારીનું નામ છે નેહા કણજારિયા કે જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજા મહિલા પોલીસનું નામ છે ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતના બેન ને 14 મહિનાનો પુત્ર છે. આ બન્ને મહિલા પોલીસની કામગીરીને ખુદ જિલ્લા પોલીસ વડા એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા એ.એસ.આઇ નેહાબેન અને તેમના પતિ બન્ને પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે ત્યારે નેહાબેન પોતાના સંતાન ને લઇ પોતાની ફરજ પર જતાં રહે છે અને તેમના પતિ પણ આ જ મુજબ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.

1/13
image

2/13
image

3/13
image

4/13
image

5/13
image

6/13
image

7/13
image

8/13
image

9/13
image

10/13
image

11/13
image

12/13
image

13/13
image