Officer News

MLA-અધિકારીને માસ્ક ન પહેર્યું હોય તો 500 દંડ, જનતાને 1000 દંડ ફટકારી 114 કરોડ દંડ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધારેને વધારે બેકાબુ થતું જઇ રહ્યું છે. જો કે જેમાં મોટે ભાગે રાજકારણીઓ દ્વારા બેશરમીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકારની બેશરમીની કોઇ જ હદ નથી. મોટે ભાગે તો માસ્ક નહી પહેરનારા મંત્રીઓ નેતાઓ, ધારાસભ્યો અને અધિકારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી થતી જ નથી. પરંતુ ક્યાંય શરમે ધરમે જો દંડ કરવો પડે તો પણ દંડ અડધો અડધ રાખવામાં આવ્યો છે. એટલે કે જો જનતા માસ્ક ન પહેરે તો તેમના માટે દંડ 1000 રૂપિયા છે પરંતુ જો તે જ માસ્ક કોઇ અધિકારી, ધારાસભ્ય કે અન્ય રાજકારણી ન પહેરે તો તેના માટેનો દંડ માત્ર 500 રૂપિયા છે. 
Mar 18,2021, 17:41 PM IST
PM મોદીની અધિકારીઓને સૂચના- રાજ્યો સાથે વાત કરી તૈયાર કરે ઇમરજન્સી પ્લાન
Jun 13,2020, 20:05 PM IST
રાજકોટની બે અનોખી પોલીસ વીરાંગનાઓ, એક હાથમાં કલમ અને બીજા હાથમાં બાળક
સામાન્ય રીતે પોલીસ શબ્દ સાંભળતા ની સાથે જ મનમાં ડરની ભાવના ઉભી થતી હોય છે. જો કે છેલ્લા થોડા સમયથી જે રીતે કોરોનાવાયરસ એ સમગ્ર દેશને પોતાની બાનમાં લીધો છે ત્યારે પોલીસ આ જીવલેણ વાઇરસથી લોકોને બચાવવા તનતોડ મહેનત કરી રહી છે અને પ્રધાનમંત્રીએ આપેલા લોકડાઉનના નિયમનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. આ સમયમાં ગુજરાતમાં મહિલા પોલીસ પણ ફરજ બજાવી પોતાના પરિવારની સાથે સાથે દેશની પણ રક્ષા કરે છે. આવી જ બે વિરાંગના રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં પોતાના સંતાનોને સાથે રાખી પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે. એક પોલીસ અધિકારીનું નામ છે નેહા કણજારિયા કે જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે બીજા મહિલા પોલીસનું નામ છે ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતના બેન ને 14 મહિનાનો પુત્ર છે. આ બન્ને મહિલા પોલીસની કામગીરીને ખુદ જિલ્લા પોલીસ વડા એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા એ.એસ.આઇ નેહાબેન અને તેમના પતિ બન્ને પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે ત્યારે નેહાબેન પોતાના સંતાન ને લઇ પોતાની ફરજ પર જતાં રહે છે અને તેમના પતિ પણ આ જ મુજબ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.
Apr 11,2020, 8:56 AM IST

Trending news