PHOTOS: આર્મીમાં ડ્યૂટી પૂરી કરી પરત ફર્યો ધોની, પિતાને જોતા જ ભાવુક થઈ જીવા

એમએસ ધોની જમ્મૂ-કાશ્મીરમાં આર્મીની સાથે 15 દિવસની ટ્રેનિંગ કર્યા બાદ પરત દિલ્હી આવી ગયો છે. 


  

નવી દિલ્હીઃ ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ ઉપાદી મેળવી ચુકેલ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પોતાની બટાલિયન સાથે ડ્યૂટી કરીને શુક્રવારે ઘરે પરત આવી ગયો છે. ધોનીએ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટમાથી બે મહિના સુધીનો બ્રેક લીધો છે. તેણે 30 જુલાઈએ ડ્યૂટી સંભાળી હતી અને તે 15 ઓગસ્ટ સુધી પોતાની બટાલિયન સાથે જમ્મૂ-કાશ્મીર અને લેહ-લદ્દાખમાં રહ્યો હતો. દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ જ્યારે પુત્રી જીવા પિતા એમએસ ધોનીને જોઈને ભાવુક થઈ ગઈ હતી. પિતાએ તેને તેડીને ગળે લગાવી હતી. પિતા અને પુત્રીની આ તસ્વીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આગળ જુઓ અન્ય તસ્વીરો... 

એરપોર્ટ પર ધોનીએ ચેકિંગ કરાવ્યું

1/10
image

એમએસ ધોની દિલ્હી પરત ફરતા સમયે લેહ એરપોર્ટ પર કોઈ સામાન્ય વ્યક્તિની જેમ પોતાનું ચેકિંગ કરાવતા જોવા મળ્યો હતો. આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે. 

દેશના નવા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં ધોની

2/10
image

ધોની ભારતીય સેનાનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તે પોતાની યૂનિટના સભ્યોને પ્રોત્સાહિત કરવા માટે જમ્મૂ-કાશ્મીર ગયો હતો. તેણે કોરની સાથે તાલિમ પણ લીધી. 15 ઓગસ્ટે ધોની ઘાટીમાં રહ્યો હતો. 

15 ઓગસ્ટે લદ્દાખમાં ધ્વજ ફરકાવવા પહોંચ્યો ધોની

3/10
image

15 ઓગસ્ટે લદ્દાખમાં ધ્વજ વંદન કરવા પહોંચેલા ધોનીનું જવાનોએ સ્વાગત કર્યું હતું. 

રાંચી એરપોર્ટ પર ધઓનીની પત્ની સાક્ષી અને પુત્રી જીવા

4/10
image

પત્ની સાક્ષીએ પણ ધોનીને મિસ કર્યો. થોડા દિવસ પહેલા સાક્ષીએ નવી કાર ખરીદી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તે ધોનીને મિસ કરી રહી છે. 

        View this post on Instagram                  

Welcome home #redbeast #trackhawk 6.2 Hemi  ! Your toy is finally here @mahi7781 really missing you ! Awaiting its citizenship as its the first n only car in India ! 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Aug 9, 2019 at 6:15am PDT

આર્મી સ્કૂલમાં બાળકો સાથે ધોની

5/10
image

કાશ્મીર પહોંચતા ધોનીનો દરરોજ એક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં તે ક્યારેક ટેરિટોરિયલ આર્મીની સાથે વોલીબોલ રમતો દેખાયો તો ક્યારેક પોતાના જૂતામાં પોલિશ કરી રહ્યો હતો. 

મેજર પ્રદીપ આર્ય લેફ્ટિનેન્ટ કર્નલ ધોનીને પુસ્તક ભેટ આપતા

6/10
image

38 વર્ષીય ધોનીએ પોતાની નિવૃતી અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ન જવાની અફવાઓ પર વિરામ લગાવતા ટીમ માટે પોતે બે મહિના ઉપલબ્ધ ન હોવાનું કહ્યું હતું. 

સુરક્ષાકર્મીઓ સાથે ફોટો ક્લિક કરાવતો ધોની

7/10
image

પ્રાદેશિક સેનાની પેરાશૂટ રેજિમેન્ટમાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોનીએ આગામી બે મહિના રેજિમેન્ટની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો, જેને સેના પ્રમુખે મંજૂરી આપી હતી. 

ઘાટીમાં બાળકો સાથે ક્રિકેટ રમતો ધોની

8/10
image

ધોની લેહમાં બાળકો સાથે ક્રિકેટ રમ્યો હતો. ધોનીએ બાળકોને ક્રિકેટની ટિપ્સ પણ આપી હતી. 

દિલ્હી પરત આવ્યા બાદ ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવતો ધોની

9/10
image

એક બીસીસીઆઈ અધિકારી પ્રમાણે, ધોની હાલ ક્રિકેટમાથી નિવૃતી લઈ રહ્યો નથી. તેણે આર્મીમા સેવા આપવા માટે બે મહિનાનો આરામ લીધો હતો. 

 

શ્રીનગરમાં એરપોર્ટકર્મીઓએ ધોનીની સાથે ખેંચાવી તસ્વીર

10/10
image

ધોની પ્રવાસમાથઈ બહાર થવા પર રિષભ પંતને ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20)મા વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો છે, જ્યારે રિદ્ધિમાન સાહા ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે. (તમામ તસ્વીરોઃ Instagram/msdhonifansofficial)