મુકેશ અંબાણીના ઘરે સિતારાઓનો જમાવડો! જુઓ ભાણેજની પ્રી-વેડિંગ પાર્ટીના INSIDE PHOTOS

મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ભાણેજની પ્રીવેડિંગ પાર્ટીમાં બોલીવુડના સિતારાનો જલવો જોવા મળ્યો, એશ્વર્યા-અભિષેક બચ્ચન અને શાહરૂખ ખાનની સાથે આ લોકોએ પણ લીધી ગ્રાન્ડ એન્ટ્રી..  

Nov 11, 2019, 05:15 PM IST

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીના ઘરે બોલીવુડ કલાકારોનો જમાવડો કોઈ નવી વાત નથી. પરંતુ જો કોઈના લગ્ન હોય તો આ વાત ખાસ બની જાય છે. ગત રાત્રે અંબાણી હાઉસમાં ખુબ હલચલ જોવા મળી હતી. આ હલચલનું કારણ હતું એક પ્રી વેડિંગ પાર્ટી. મહત્વનું છે કે રવિવારની સાંજે મુકેશ અંબાણીની બહેન નીતા કોઠારીની પુત્રી નયનતારા કોઠારીની પ્રી વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, એશ્વર્યા રાય-અભિષેક બચ્ચન અને શાહિદ કપૂર-મીરા રાજપૂત સહિત ઘણા સિતારાઓ જોવા મળ્યા હતા. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જુઓ આ રોયલ પ્રીવેડિંગ પાર્ટીના કેટલાક INSIDE PICS...

1/7

કિંગ ખાનનો અંદાજ

કિંગ ખાનનો અંદાજ

બોલીવુડ કિંગ શાહરૂખ ખાન આ પાર્ટીમાં ફોર્મલ સૂટમાં જોવા મળ્યા હતા. પાર્ટીમાં શાહરૂખની સાથે ગૌરી નહતી. તેથી કિંગ ખાને એકલા પોઝ આપ્યો હતો.

2/7

છવાયા એશ્વર્યા-અભિષેક

છવાયા એશ્વર્યા-અભિષેક

આ પાર્ટીમાં અભિષેક બચ્ચન મૂછોની સાથે અલગ અંદાજમાં જોવા મળ્યો તો એશ્વર્યા રેડ સૂટ લુકમાં બધાના દિલો પર છવાય ગઈ હતી.

3/7

શાહિદ-મીરાનો જલવો

શાહિદ-મીરાનો જલવો

પાર્ટીમાં શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડીએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

4/7

એવરગ્રીન અનિલ કપૂર

એવરગ્રીન અનિલ કપૂર

બોલીવુડના અભિનેતા અનિલ કપૂર ફરી એકવાર પોતાના એવરગ્રીન અંદાજમાં જોવા મળ્યા હતા. 

5/7

નતાશા પૂનાવાલા પર નજર

નતાશા પૂનાવાલા પર નજર

આ પાર્ટીમાં તમામની નજર સફેદ ડ્રેસમાં આવેલી નતાશા પૂનાવાલા પર હતી. 

6/7

વ્યસ્ત રહી ઇશા અંબાણી

વ્યસ્ત રહી ઇશા અંબાણી

કઝિનના લગ્નમાં મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી વ્યસ્ત જોવા મળી. 

7/7

ટીના અંબાણીએ આ રીતે કર્યું સ્વાગત

ટીના અંબાણીએ આ રીતે કર્યું સ્વાગત

ટીના અંબાણીએ આ અંદાજમાં મહેમાનોનું સ્વાગત કર્યું. તમામ ફોટો સાભારઃ  YOGEN SHAH