જો બાઈડેન

S-400: અમેરિકાએ તુર્કી પર લગાવ્યા પ્રતિબંધ, ભારત માટે કડક સંદેશ? જાણો શું છે મામલો

વિદાય પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા બદલ તુર્કી પર પ્રતિબંધ લગાવ્યા છે. આ સાથે જ અન્ય દેશોને પણ ચેતવ્યા છે કે રશિયા સાથે આવી ડીલ કરતા બચો. આ નવા વિવાદે હવે જો બાઈડેને ઉકેલવો પડશે. તેઓ 20 જાન્યુઆરીના રોજ શપથ લેવાના છે. અમેરિકાની આ કાર્યવાહીથી હવે એ સવાલ ઊભો થઈ ગયો છે કે ભારત પ્રત્યે તેનું શું વલણ હશે? કારણ કે રશિયાની મિસાઈલ સિસ્ટમની ઈચ્છા ધરાવનારાઓમાં ભારત પણ સામેલ છે. 

Dec 15, 2020, 01:54 PM IST

અમેરિકાની નવી સરકારનું ભારતના સપોર્ટમાં નિવેદન, Antony Blinken એ ચીનને આપ્યો ઝટકો

અમેરિકાની નવી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે ચીન(China) અંગે તેમની રણનીતિ પહેલા કરતા વધુ આક્રમક રહેશે અને ચીનના પડકારોને પહોંચી વળવા માટે તેઓ ભારત સાથે ખભેથી ખભો મેળવીને ચાલશે. નવા ચૂંટાઈ આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) દ્વારા પોતાની ટીમમાં સામેલ કરાયેલા એન્ટની બ્લિન્કેને(Antony Blinken) મંગળવારે ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી. 

Nov 25, 2020, 08:03 AM IST

Joe Biden એ પોતાની નવી ટીમની કરી જાહેરાત, જાણો કોને શું મળ્યું?

એન્ટની બ્લિન્કેનને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીને જળવાયુ માટે રાષ્ટ્રપતિના વિશેષ દૂતની જવાબદારી સોંપવામાં આવી છે. કેરી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આ પદ પર બેસનારા પહેલા અધિકારી હશે. 

Nov 24, 2020, 08:18 AM IST

Joe Biden એ ભારત માટે આપ્યું પહેલવહેલું નિવેદન, PM મોદી વિશે કરી મોટી વાત 

અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) કહ્યું કે તેઓ કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટા પર લાગવવા માટે પગલાં ભરવા અને એક સુરક્ષિત તથા સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિત તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે. 

Nov 18, 2020, 01:34 PM IST

PM મોદીએ US President-elect જો બાઈડેન સાથે આ મુદ્દાઓ પર કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સાથે ફોન પર વાત કરી. બંને દેશના નેતાઓએ આ દરમિયાન પરસ્પર રણનીતિક ભાગીદારી પ્રત્યે પ્રતિબદ્ધતા જતાવી અને કોવિડ-19 મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સહયોગને લઈને જોઈન્ટ પ્રાથમિકતાઓ તથા પડકારો પર ચર્ચા કરી. 

Nov 18, 2020, 08:20 AM IST

કઈંક મોટું થવાની તૈયારી છે અમેરિકામાં? જીદ પર અડેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે કર્યો આ દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભલે જો બાઈડેનને જીત મળી હોય પરંતુ તેમના માટે સત્તા પર બિરાજમાન થવું સરળ નહીં રહે. તેનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ખુરશી છોડવા તૈયાર જ નથી. તેમણે મિશિગનમાં પણ ચૂંટણી પરિણામને લઈને કેસ દાખલ કર્યો છે. આ બધા વચ્ચે ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે તેમને ચૂંટણીમાં 73,000,000 લીગલ વોટ મળ્યા છે. પોતાના અગાઉની ટ્વીટમાં તેમણે મતની સંખ્યા 71,000,000 ગણાવી હતી. 

Nov 12, 2020, 11:24 AM IST

બિહાર ચૂંટણી પરિણામ: શિવસેનાએ બાઈડેન સાથે કરી તેજસ્વીની સરખામણી, જાણો શું કહ્યું?

બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે થયેલી ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. જેમાં તેજસ્વી યાદવની આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનને જીત મળતી જોવા મળી રહી છે. બિહાર ચૂંટણીના પરિણામને લઈને શિવસેના ખુબ ઉત્સાહિત છે અને પોતાના મુખપત્ર સામનામાં તેજસ્વી યાદવની જીતની ભવિષ્યવાણી કરતા તેની સરખામણી જો બાઈડેન સાથે કરી નાખી. આ સાથે જ શિવસેનાએ પીએમ નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપર પણ નિશાન સાધ્યું. 

Nov 10, 2020, 08:56 AM IST

ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પના પરિવારમાં પડ્યા બે ફાડા!, પુત્રી-જમાઈ, પત્ની મેલાનિયા ઈચ્છે છે કે...

 અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ભલે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ન સ્વીકારી રહ્યા હોય પરંતુ તેમના પરિવારના અનેક સભ્યોને લાગે છે કે હવે તેમણે પોતાની 'જીદ' છોડી દેવી જોઈએ. CNN ના રિપોર્ટ મુજબ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર(Jared Kushner) અને પત્ની મેલાનિયા(Melania Trump) ઈચ્છે છે કે ટ્રમ્પ પોતાની હાર સ્વીકારી લે. 

Nov 9, 2020, 10:34 AM IST

Joe Biden ની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે, ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી આશા

જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે. 

Nov 9, 2020, 09:26 AM IST
5 Lakh Indians Will Get US Citizenship PT4M5S

Joe Biden રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યાની સાથે જ ભારતીયો માટે આવ્યા સારા સમાચાર

જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવતાની સાથે જ પાંચ લાખ ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે. 

Nov 8, 2020, 03:48 PM IST

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ Joe Biden નો ભારત સાથે છે આ ખાસ સંબંધ!

જો બાઈડેન (Joe Biden) અમેરિકાના રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળવા જઈ રહ્યા છે. આ સાથે જ  આવનારા દિવસોમાં ભારત-અમેરિકાના સંબંધોને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

Nov 8, 2020, 02:16 PM IST

US Election: પ્રચંડ જીત બાદ જો બાઈડેને આપ્યું મોટું નિવેદન, આ સાથે જ લઈ લીધી એક પ્રતિજ્ઞા

અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આજે દેશને સંબોધન કર્યું.

Nov 8, 2020, 08:39 AM IST

ભારતીય મૂળના કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી છે મશહૂર, તેમના વિશે 10 વાતો ખાસ જાણો

ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે. 

Nov 8, 2020, 07:49 AM IST

PM નરેન્દ્ર મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર જો બાઈડેનને શુભેચ્છા પાઠવી છે.

Nov 8, 2020, 07:19 AM IST

આ અમેરિકી શહેરના મેયર ખુબ ચર્ચામાં, તેમના વિશે જાણીને બાઈડેન-ટ્રમ્પને પણ ભૂલી જશો

રેબિટ હેશ હિસ્ટોરિકલ સોસાયટીએ બુધવારે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, 'રેબિટ હેશમાં મેયરની ચૂંટણી થઈ ગઈ છે. વિલ્બર બીસ્ટ એક અદભૂત મેયર છે જેને કુલ 22,985 મતોમાંથી 13,143 મત મળ્યા છે.'

Nov 6, 2020, 10:31 AM IST

US Elections Result: ટ્રમ્પે ફરી જીતનો કર્યો દાવો, કહ્યું- illegal votes થી જીત ચોરી કરવાની કોશિશ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી પોતાની જીતના દાવાને દોહરાવ્યો છે. આ સાથે જ આશંકા વ્યક્ત કરી છે કે ગેરકાયદેસર મતો દ્વારા આ ચૂંટણીની 'ચોરી'ની કોશિશ થઈ રહી છે. 

Nov 6, 2020, 06:40 AM IST

જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા

 અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મતગણતરી ચાલુ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જો બાઈડેનને 264 ઈલેક્ટોરલ મત મળ્યા છે અને તેમનું પલડું ભારે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે 214 ઈલેક્ટોરલ મત ગયા છે.

Nov 5, 2020, 12:06 PM IST

US Election: જીત પાક્કી જોતા બાઈડેને ખુશ થઈને કરી આ ટ્વીટ, ટ્રમ્પે જવાબમાં શું કહ્યું તે જાણો

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી(US Election) ના પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે. હાલ તો જે તસવીર જોવા મળી રહી છે તે મુજબ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન(Joe Biden) આગળ છે. બાઈડેને ટ્વીટ કરીને પોતાની ખુશી પણ વ્યક્ત કરી. તેમણે  લખ્યું છે કે મને વિશ્વાસ છે કે અમે જીતીશું. બાઈડેનને આ ટ્વીટ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump)પણ ચૂંટણી પરિણામોને લઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. 

Nov 5, 2020, 09:33 AM IST

US Election Live: જો બાઈડેનને જીત માટે જોઈએ છે માત્ર આટલા ઈલેક્ટોરલ મત, પળેપળની અપડેટ માટે કરો ક્લિક

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીની આખી તસવીર હજુ સ્પષ્ટ થઈ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે અનેક રાજ્યોમાં કાંટાની ટક્કર ચાલી રહી છે અને અંતિમ પરિણામ કોઈના પણ પક્ષમાં જઈ શકે છે. જો કે પ્રારંભિક સ્તરે જે પણ પરિણામ સામે આવ્યા છે તેમા જો બાઈડેનને જબરદસ્ત લીડ મળી છે. સ્થાનિક મીડિયા મુજબ અત્યાર સુધી બિડેનને 264 ઈલેક્ટોરલ મત મળી ચૂક્યા છે. જ્યારે ટ્રમ્પના ખાતામાં 214 ઈલેક્ટોરલ મત ગયા છે. 

Nov 5, 2020, 07:21 AM IST