ત્રીજીવાર મોદી સરકાર બની તો આ કાકાએ ઢોલ વગાડીને બધાને મફતમાં જલેબી ખવડાવી

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી છે ત્યારે ભુજના મીઠાઈના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જલેબી ખવડાવવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી. મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠકકર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પણ પ્રભાવિત છે અને સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે. તેની ખુશીમાં ફ્રીમાં લોકોને જલેબી ખવડાવી છે.

1/5
image

વર્ષ 1956થી ભુજમાં મીઠાઈની દુકાન ધરાવતા અરવિંદભાઈ ઠક્કરે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે તેઓ ફ્રીમાં જલેબી વિતરણ કરશે તેવી જાહેર કરી હતી. તેથી આજે ઢોલ વગાડી ફટાકડા ફોડીને ફ્રીમાં જલેબી વિતરણ કર્યું હતું

2/5
image

આમ તો અરવિંદભાઈ ઠકકર વર્ષોથી ક્રિકેટ અને નરેન્દ્ર મોદીના ફેન છે અને અત્યાર સુધી દરબાર ગઢ વિસ્તારની દુકાનોમાં 50થી વધારે વાર નિઃશુલ્ક જલેબી લોકો અને વેપારીઓને ખવડાવી ચૂક્યા છે. કાલે રાત્રે મોદીએ પીએમ તરીકે શપથ લેતાં ઢોલ વગાડીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. 

3/5
image

અરવિંદભાઈ જણાવે છે કે આમ તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેઓ તેમના કાર્યથી અને વ્યક્તિત્વથી પ્રભાવિત છે અને છેલ્લી બે ટર્મથી વડાપ્રધાન તરીકે પણ તેમણે અનેક કામો કર્યા છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકેની શપથ લીધી છે તેની તેમને ખૂબ ખુશી છે  

4/5
image

ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ કોઈ પણ રીતે ભાજપ પક્ષના સભ્ય કે તેની કોઈ ઝુંબેશ સાથે સંકળાયેલા નથી. પરંતુ તેઓ નરેન્દ્ર મોદીના ફેન છે. નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોથી પ્રભાવિત થઈને તેમને પોતાની મીઠાઈની દુકાનમાં આસપાસના વેપારીઓ અને રસ્તે જતા રાહદારીઓને નિઃશુલ્કમાં જલેબીનું વિતરણ કર્યું છે.અંદાજિત 15 કિલો જેટલી જલેબી ફ્રીમાં વિતરણ કર્યું અને હજુ ચાલુ રાખશે.

5/5
image