પીએમ મોદીના હવાઈ નિરીક્ષણની તસવીરો, હેલિકોપ્ટરમાં બેસીને 3 જિલ્લા નિહાળ્યા
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યુ હતું, જેના બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે. હવે ભાવનગરથી અમદાવાદ અમદાવાદ આવવા રવાના થશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.
હવાઈ નિરીક્ષણનો સમય 1 કલાક વધારીને 2 કલાકનો કર્યો
હવાઈ નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી ભાવનગર એરપોર્ટ પર પરત ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદાજે બે કલાક હવાઈ સર્વે કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ પહેલા એક કલાક સર્વે કરવાના હતા, જેનો સમય વધારીને બે કલાલ કરાયો હતો.
Trending Photos