મુકેશ અંબાણીનો જબરદસ્ત દાંવ, જિયોના આ પ્લાનમાં વધારાનો ડેટા, કોલિંગ અને ઢગલો ફાયદા

રિલાયન્સ જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક છે. દેશભરમાં જિયોના કરોડો યૂઝર્સ છે. તેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ લોન્ચ કરી હતી. જિયોએ ભારતીય ટેલિકોમ માર્કેટમાં ક્રાંતિ લાવી દીધી હતી. જિયોના લોન્ચ બાદથી અનેક યૂઝર્સ ઈન્ટરનેટ ઉપયોગ કરવા લાગ્યા. આ સાથે જ જિયોએ દેશના ખૂણે ખૂણે ઈન્ટરનેટ પહોંચાડી દીધુ. હાલ જિયોની કમાન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી સંભાળે છે. અમે આજે  તમને એક એવા જિયો પ્લાન વિશે જણાવીશું જેમાં યૂજર્સને એક્સ્ટ્રા ડેટા, અનલિમિટેડ કોલિંગની સાથે અનેક ફાયદા મળે છે. 
 

રિચાર્જ પ્લાન

1/6
image

જિયો હંમેશાથી પોતાના યૂઝર્સ માટે અનેક રિચાર્જ પ્લાન ઓફર કરતું આવ્યું છે. જે અલગ અલગ બેનિફિટ્સ સાથે આવે છે. યૂઝર્સ પોતાની સગવડ અને જરૂરિયાત પ્રમાણે પોતાના માટે યોગ્ય પ્લાનની પસંદગી કરે છે. 

ત્રણ મહિના સુધી સર્વિસ

2/6
image

અમે તમને આજે એક એવા જિયો પ્લાન વિશે જણાવીશું જે પૂરા ત્રણ મહિના સુધી સર્વિસ આપે છે. આ સાથે જ યૂઝ્સને વધારાનો ડેટા અને સાથે અનેક પ્રકારના ફાયદા પણ ઓફર કરે છે. 

પોર્ટફોલિયો

3/6
image

જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જુઓ તો તમને એક 899 રૂપિયાવાળો પ્લાન જોવા મળશે. આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન તમને જિયોની વેબસાઈટ પર પોપ્યુલર પ્લાન સેક્શનમાં જોવા મળશે. 

સુવિધા

4/6
image

આ પ્લાનમાં યૂઝર્સને રોજ 2 GB હાઈ સ્પીડ ડેટા મળે છે. જેનો  ઉપયોગ તમે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ, કે ડાઉનલોડિંગ તરીકે કરી શકો છો. આ સાથે જ યૂઝર્સને 20 GB ડેટા એકસ્ટ્રા મળે છે. આ રીતે યૂઝર્સને કુલ 200 GB ડેટા મળે છે. 

અનલિમિટેડ કોલિંગ

5/6
image

જિયોના આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ  કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. એટલે કે તમે 90 દિવસ સુધી કોઈ પણ નેટવર્ક પર જેટલું ઈચ્છો એટલું કોલિંગ કરી શકો છો. 

સબસ્ક્રિપ્શન

6/6
image

જિયોના આ પ્લાનમાં યૂઝર્સને રોજ  100 SMS ની સુવિધા મળે છે. આ સાથે જ યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.