જન્મદિવસ પર જુઓ Radhika Apte ની 20 સૌથી ગ્લેમરસ તસવીરો
રાધિકા આપ્ટે (Radhika Apte) એ પોતાના કેરિયરની શરૂઆત 2005માં ફિલ્મ 'વાહ લાઇફ હો તો એસી'થી કરી હતી, જોકે ફિલ્મમાં તેમનો રોલ ખૂબ નાનો હતો.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. 7 સપ્ટેમ્બર 1985માં તમિલનાડુના વેલોરમાં જન્મેલી રાધિકા આપ્ટે હિંદી ફિલ્મો ઉપરાંત બંગાળી, મરાઠી, તેલુગૂ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાધિકા આપ્ટેએ પોતાના કેરિયરની શરૂઆત 2005માં ફિલ્મ 'વાહ લાઇફ હો તો એસી'થી કરી હતી, જોકે ફિલ્મમાં તેમનો રોલ ખૂબ નાનો હતો. રાધિકા આપ્ટે ફિલ્મો ઉપરાંત થિયેટર પણ કરતી હતી. તેમના થિયેટર દરમિયાન એક્ટ્ટર રાહુલ બોસએ અનીતા ઓબેરોયના પ્લે 'બોમ્બે બ્લેક'માં જોઇ. રાહુલને રાધિકાનું પરર્ફોમન્સ ખૂબ પસંદ આવ્યું તેમણે પોતાની ફિલ્મ 'અંતહીન'ના નિર્દેશક અનિરૂદ્ધ રોય ચૌધરી સાથે રાધિકાને ફિલ્મમાં લેવા માટે ભલામણ કરી. ફિલ્મ 'અંતહીન'માં રાહુલ આપ્ટે ઉપરાંત, શર્મીલા ટાર્ગોર, અર્પણા સેન, રહલ બોસ પણ જોવા મળ્યા હતા.
તમને જણાવી દઇએ કે રાધિકા આપ્ટે સોશિયલ નેટવર્કિંગ સાઇટ, ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની લેટેસ્ટ તસવીરો અહીં શેર કરતી રહે છે. તો આવો રાધિકાના જન્મદિવસ પર અમે તમને બતાવીઈ કે તેમની 20 ગ્લેમરસ તસવીરો, જેને જોઇને તમને પણ કહેશો શાનદાર...
(ફોટો સાભાર: તમામ તસવીરો રાધિકા આપ્ટેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)
Trending Photos