ભોજન કર્યા બાદ આ આસનમાં બેસો, 15 મિનિટમાં કંટ્રોલ થવા લાગશે ડાયાબિટીસ સહિત આ 5 સમસ્યા
Vajrasana Benefits In Gujarati: વ્રજાસન યોગની એક એવી મુદ્રા છે, જે બ્રેનથી લઈને બોન્સ અને ડાઇજેશન સુધીની સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. આ આસન ભોજન બાદ કરવું ખુબ ઉપયોગી સાબિત થાય છે. અહીં તમે વજ્રાસનના 5 મહત્વના ફાયદા જાણી શકો છો.
પાચનમાં સુધાર
વજ્રાસન કરવાથી પાચન શક્તિ સારી થાય છે, જેનાથી ભોજન સારી રીતે પચાવવામાં મદદ મળે છે. તે ગેસ, એસિડિટી અને કબજીયાત જેવી પાચન સમસ્યાઓમાં રાહત આપે છે.
ડાયાબિટીસ કંટ્રોલ
વજ્રાસન કરવાથી ઇંસુલિનની સંવેદનશીલતા વધે છે, જેનાથી લોહીમાં બ્લડ લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી આસન છે.
પેટની ચરબીથી છુટકારો
વજ્રાસન કરવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે, જેનાથી શરીરનું વજન કંટ્રોલમાં રહે છે.
પીઠમાં દુખાવો
વજ્રાસન કરવાથી શરીરનું પોશ્ચર સુધરે છે. જેનાથી પીઠમાં દુખાવો અને અન્ય પોશ્ચર સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.
તણાવ ઘટાડે છે
વજ્રાસન કરવાથી તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ મળે છે, જેનાથી મન અને શરીરને શાંતિ મળે છે. તેને કરવાથી અનિંદ્રાની સમસ્યામાં પણ રાહત મળે છે.
કઈ રીતે કરશો વજ્રાસન
- સીધા બેસો અને તમારા પગને તમારા નિતંબની નીચે વાળો. -તમારા ઘૂંટણને જમીન પર રાખો અને તમારા તળિયાને ઉપર તરફ કરો. - તમારી પીઠ સીધી રાખો અને તમારી હથેળીઓને તમારા ઘૂંટણ પર રાખો. -આ મુદ્રામાં થોડીવાર બેસો અને ધીમે ધીમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
Trending Photos