બજાર ભાવ કરતા સાવ સસ્તામાં સોનું ખરીદવાની સુવર્ણ તક... 5 દિવસ સુધી જ ઉઠાવી શકશો આ લાભ, ફટાફટ જાણી લો
જો તમને આજે સસ્તામાં સોનું ખરીદવાની તક મળે તો તેનાથી રૂડું શું હોઈ શકે?
નવી દિલ્હી: Sovereign Gold Bond: સોનું નવા વર્ષમાં નવી ઊંચાઈ આંબી શકે છે. માર્કેટના દિગ્ગજ એક્સપર્ટ્સ માને છે કે સોનું 2021માં 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. એવામાં જો તમને આજે સસ્તામાં સોનું ખરીદવાની તક મળે તો તેનાથી રૂડું શું હોઈ શકે? રિઝર્વ બેન્ક (RBI) તમને આ તક આપવા જઈ રહી છે. આજથી Sovereign Gold Bond ની 9મી સિરીઝ બહાર પડી રહી છે.
સસ્તામાં સોનું ખરીદવાની તક
Sovereign Gold Bond સ્કીમ 2020-21ની નવમી સિરીઝ આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જેમાં એક જાન્યુઆરી 2021 સુધી રોકાણ થઈ શકે છે. RBI એ આ વખતે ઈશ્યુ પ્રાઈઝ(Issue Price) 5000 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. એટલે કે 10 ગ્રામનો ભાવ 50,000 રૂપિયા થયો. જે માર્કેટ રેટથી ખુબ ઓછો છે.
ડિજિટલ પેમેન્ટ પર 500 રૂપિયાની બચત!
જો તમે ડિજિટલ પેમેન્ટ દ્વારા રોકાણ કરતા હશો તો 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે. એટલે કે 10 ગ્રામની ખરીદી પર તમને 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી શકે છે. ગત વખતે ગોલ્ડ બોન્ડ સિરીઝની 8મી સિરીઝનો ઈશ્યુ પ્રાઈઝ 5177 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરાયો હતો. તે અરજી માટે 9 નવેમ્બર 2020ના રોજ ખુલ્યો હતો અને 13 નવેમ્બરે બંધ થયો હતો. એટલે કે ગત સિરીઝ કરતા આ સિરીઝમાં સોનું 1770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ છે.
સોવરેન ગોલ્ડ બોન્ડમાં 93 ટકા રિટર્ન બંપર રિટર્ન
જે રોકાણકારોએ નવેમ્બર 2015માં સોવરેન ગોલ્ડ બોન્ડના પહેલા ઈશ્યુને સબસ્ક્રાઈબ કર્યો હતો, તેમને ગત પાંચ વર્ષમાં લગભગ 93 ટકા રિટર્ન મળી ચૂક્યું છે. આ બોન્ડ આઠ વર્ષમાં મેચ્યોર થાય છે. પરંતુ રોકાણકારો પાસે પાંચ વર્ષ બાદ બહાર કાઢવાનો વિકલ્પ રહેલો છે.
ક્યાંથી ખરીદી શકાય છે સોવરેન ગોલ્ડ બોન્ડ
આ સ્કીમ હેઠળ એક નાણાકીય વર્ષમાં કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 4 કિલો સુધી ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. જો તમે સોવરેજ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે PAN હોવું જરૂરી છે. તેના માટે તમે તમામ કોમર્શિયલ બેન્ક (RRB, નાની ફાઈનાન્શિયલ બેન્ક, પેમેન્ટ બેન્ક બાદ કરતા), પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) કે પછી સીધા એજન્ટ દ્વારા અરજી કરી શકો છો.
2.5 ટકા મળે છે વ્યાજ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઈશ્યુ પ્રાઈઝ પર દર વર્ષે 2.50 ટકાનું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને આપોઆપ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઈટીએફ(Gold ETFs) પર તમને આ પ્રકારનો ફાયદો મળતો નથી. SGBs નો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકાર જો ઈચ્છે તો 5 વર્ષ બાદ તેમાંથી બહાર નીકળી શકે છે. લોન લેવા દરમિયાન તમે કોલેટરલ સ્વરૂપે પણ સોવરેન ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત આ બોન્ડ એનએસઈ ઉપર ટ્રેન્ડ પણ કરે છે. જો ગોલ્ડ બોન્ડના મેચ્યોરિટી પર કોઈ કેપિટલ ગેન્સ બને તો તેના પર છૂટ પણ મળે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ પર ટેક્સ
જ્યાં સુધી શુદ્ધતાની વાત છે તો ઈલેક્ટ્રોનિક સ્વરૂપે હોવાના કારણે તેની શુદ્ધતા પર કોઈ શંકા થઈ શકે નહીં. તેના પર ત્રણ વર્ષ બાદ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે (મેચ્યોરિયી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે) આ બાજુ તેનો લોન માટે પણ ઉપયોગ થઈ શકે છે. જો વાત રિડેમ્પ્શનની કરીએ તો પાંચ વર્ષ બાદ ગમે ત્યારે તેને કેશ કરી શકાય છે.
શું છે આ સોવરેન ગોલ્ડ બોન્ડ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને ફિઝિકલ રીતે સોનું મળતું નથી. તે ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં વધુ સુરક્ષિત છે. તેમાં રોકાણ કરનારા લોકોને ગોલ્ડ બોન્ડ સર્ટિફિકેટ(Gold Bond Certificate) આપવામાં આવે છે. મેચ્યોરિટી પૂરી થયા બાદ જ્યારે રોકાણકારો તેને કેશ કરવા જાય છે તે સમયે તે વખતના ગોલ્ડ વેલ્યુ બરાબર પૈસા મળે છે. તેના રેટ છેલ્લા ત્રણ દિવસના સરેરાશ ક્લોઝિંગ પ્રાઈઝ પર નક્કી થાય છે. બોન્ડની મર્યાદામાં પહેલેથી જ નક્કી દર થી રોકાણકારોને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે.
Trending Photos