Pics : ગુજરાતના આ સૂતેલા હનુમાન સામે માથુ ટેકવવાથી મુસીબતો થાય છે ઉડન છુ

આજે હનુમાન જયંતી હોઈ ગુજરાતના એકમાત્ર સુતેલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ જામી છે. મોડાસાના સાકરીયા ગામે હનુમાનજીના પ્રાગટ્ય દિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. અહીં 100 દંપતી મારુતિ યજ્ઞમાં જોડાશે, તો સાંજે 25 કિલોની કેક કાપીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવાશે. 

સમીર બલોચ/અરવલ્લી :આજે હનુમાન જયંતી હોઈ ગુજરાતના એકમાત્ર સુતેલા હનુમાન મંદિરે ભક્તોની ભીડ જામી છે. મોડાસાના સાકરીયા ગામે હનુમાનજીના પ્રાગટ્ય દિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. અહીં 100 દંપતી મારુતિ યજ્ઞમાં જોડાશે, તો સાંજે 25 કિલોની કેક કાપીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવાશે. 

1/2
image

સાકરીયા ગામે આવેલા હનુમાન મંદિર રાજ્યનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં સુતેલા હનુમાનજીનું મંદિર છે. હનુમાન જયંતી નિમિત્તે મંદિરને શણગારવામાં આવે છે. આ મંદિર ભીડભંજન હનુમાનજીના નામે પ્રચલિત છે. કહેવાય છે કે, આ મંદિર પૌરાણિક છે, લોકોની શ્રદ્ધા તેની સાથે જોડાયેલી છે. અહીં આવનારની દરેક મનોકામના પૂરી થાય છે. તેથી જ હનુમાન જંયતીના અવસર પર અહીં ભક્તોની લાંબી લાઈન લાગતી હોય છે. 

2/2
image

કહેવાય છે કે, કળયુગમાં હનુમાનજીની ભક્તિ કરવાથી જાતકની દરેક મુસીબતો દુર થઇ જાય છે. શાસ્ત્રોમાં લખાયું છે કે, જે પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને આસ્થાથી હનુમાનજીની ભક્તિ કરશે, તેમને હનુમાનજીની ઉપસ્થિતિનો અહેસાસ થશે. અને આજ કારણે આપણા દેશમાં ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે, જ્યાં હનુમાનજીનું મંદિર કે પૂજા સ્થાન નહિ હોય. આપણા દેશમાં અનેક એવા હનુમાન મંદિર આવેલા છે, જ્યાં માત્ર દર્શન કરવાથી તમારા બધા દુઃખ દુર થઇ જાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.