Teacher's Day Special: પડદા પર ટીચર બનીને આ સિતારાઓએ જીત્યા બધાના દિલ
આજે ટીચર્સ ડે (Teachers Day) ના અવસર પર અમે કેટલાક એવા એક્ટરોની વાત કરીશું, જેણે મોટા પડદા પર એક ટીચરની ભૂમિકા ભજવી અને જિંદગીમાં એક ટીચરનું શું મહત્વ હોય છે, તેને સુંદર રીતે રજૂ કર્યું છે.
નવી દિલ્હીઃ રોમાન્સ, એક્શન, કોમેડી, રિયલ લાઇફ અને સસ્પેન્સથી ભરપુર ઘણી ફિલ્મો તમને બોલીવુડમાં જોવા મળે છે, પરંતુ આજે ટીચર્સ ડેના દિવસે અમે એવા કેટલાક એક્ટરોની વાત કરીશું, જેણે મોટા પડદા પર એક ટીચરની ભૂમિકા ભજવી હતી. સૌથી ખાસ વાત રહી કે દર્શકોને આ ફિલ્મો ખુબ પસંદ આવીસ તેથી આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી હતી.
બ્લેક (2005)
આવી ફિલ્મોની લિસ્ટમાં સૌથી પહેલું નામ 'બિગ બી'નું છે. હકીકતમાં અમિતાભ બચ્ચને ફિલ્મ બ્લેકમાં એક ટીચરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન આંધળી અને બેરી યુવતીની ભૂમિકામાં જોવા મળેલી રાની મુખર્જીને બોલવાનું શીખવે છે. આ ફિલ્મમાં ગુરૂ અને શિષ્યની અલગ કેમેસ્ટ્રી જોવા મળે છે.
તારે જમીન પર (2007)
વર્ષ 2007મા આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'તારે જમીન પર' રિલીઝ થઈ, જેમાં 8 વર્ષના છોકરાની કહાની દેખાડવામાં આવી હતી. ઈશાન એટલે કે દર્શીલ સફારીએ ફિલ્મમાં ડિસલેક્સિયાની બીમારીનો સામનો કરતા બાળકની ભૂમિકા ભજવી હતી, જેને જ્યારે હોસ્ટેલમાં મોકલવામાં આવે છે તો તેનું જીવન બદલી જાય છે. ત્યાં ઈશાનને સમજનાર એક ટીચર મળે છે, જે તેના જીવનમાં પરિવર્તન લાવે છે.
હિચકી (2018)
બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. એટલું જ નહીં ચીનની બોક્સ ઓફિસ પર પણ બધા રેકોર્ડ તોડી સફળતા મેળવી હતી.
સુપર 30 (2019)
બોલીવુડ અભિનેતા રિતિક રોશનની ફિલ્મ સુપર 30 બોક્સ ઓફિસ પર ફેન્સનું દિલ જીતવામાં સફળ રહી છે. બિહારના ફેમસ ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર બનેલી આ ફિલ્મમાં રિતિકે મુખ્ય ભૂમિકા ભજવી અને આ પાત્ર અત્યાર સુધી રિતિકની આવેલી બાકી ફિલ્મોથી ખુબ અલગ છે.
પરિચય (1972)
જિતેન્દ્ર અને જયા ભાદુડીના અભિનયથી સજેલી ફિલ્મ પરિચયમાં એક્ટરે ટીચરની ભૂમિકા ભજવી હતી જે એક ઘરમાં જઈને ચાર નાના બાળકોને ભણાવવા સિવાય તેને જીવવાની રીત શીખવાડે છે. આ ફિલ્મના ગીત ખુબ હિટ રહ્યાં હતા.
Trending Photos