ગુજરાત પોલીસના ડોગને આ રીતે આપવામાં આવે છે સ્પેશિયલ ટ્રેનિંગસ, જુઓ તસવીરો

અમદાવાદ સહિત રાજ્ય ભરમાં ગરમી વધી રહી છે. ત્યારે પોલીસના સાથીદાર અને પોલીસના તમામ ગુનાઓમાં આરોપીને ઝડપી લેવામાં મદદ કરનાર એવા ડોગની હાલત પણ ગરમીમાં બગડી જતી હોય છે. સામાન્ય રીતે પોલીસના ડોગ બહારથી મંગવવામાં આવતા હોય છે અને તેમને ગરમી સહન થતી નથી. જેથી તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે ડોગ માટે એસી મુકાય તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્ય ભરમાં ગરમી વધી રહી છે. ત્યારે પોલીસના સાથીદાર અને પોલીસના તમામ ગુનાઓમાં આરોપીને ઝડપી લેવામાં મદદ કરનાર એવા ડોગની હાલત પણ ગરમીમાં બગડી જતી હોય છે. સામાન્ય રીતે પોલીસના ડોગ બહારથી મંગવવામાં આવતા હોય છે અને તેમને ગરમી સહન થતી નથી. જેથી તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે ડોગ માટે એસી મુકાય તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડોગને ગરમીથી બચાવા ખાસ એસીની સુવિધા

1/5
image

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્ય ભરમાં ગરમી વધી રહી છે. ત્યારે પોલીસના સાથીદાર અને પોલીસના તમામ ગુનાઓમાં આરોપીને ઝડપી લેવામાં મદદ કરનાર એવા ડોગની હાલત પણ ગરમીમાં બગડી જતી હોય છે. સામાન્ય રીતે પોલીસના ડોગ બહારથી મંગવવામાં આવતા હોય છે અને તેમને ગરમી સહન થતી નથી. જેથી તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે ડોગ માટે એસી મુકાય તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ડોગ સ્કવોર્ડમાં ગુજરાતની પોલીસ મહત્વની

2/5
image

રાજ્યભરમાં અલગ અલગ સ્કવોર્ડની ટીમ ગુજરાત પોલીસ માટે મહત્વનું અંગ માનવામાં આવે છે. કોઈ પણ ઘટનાનો ભેદ ઉકલેવા મહત્વની કડી સમાન ડોગ સ્કવોડ હોય છે. જેને પોલીસકર્મીઓની જેમ જ ખાસ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવતી હોય છે. અલગ અલગ જાતિના ડોગમાં પણ અલગ અલગ ક્ષમતા હોવાથી તેની અલગ અલગ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવતી હોય છે.

નારકોટીક્સ અને ડ્રગ આઇડેન્ટિટી આપનારા ડોંગને સ્પેશિયલ ટ્રેનીંગ

3/5
image

ખાસ નારકોટીક્સ અને ડ્રગ આઇડેન્ટિટી આપનારા ડોંગને સ્પેશિયલ ટ્રેનીંગ આપવામાં આવે છે. ત્યારે હાલ ડોગની ટ્રેનીંગ માટે અમદાવાદમાં ઘણા ડોગ લાવવામાં આવ્યા છે. પરંતુ ગરમીથી બચાવવા ડોગને વહેલી સવારે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ડોગને ગરમીથી બચવા માટે અલગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

ડોગ માટે ગરમીમાં કરવામાં આવે છે ખાસ સુવિધા

4/5
image

ટ્રેનીંગ ઇન્સ્પેકટરનું માનવું છે કે, ડોગ માટે ઉનાળા, શિયાળા અને વરસાદી સિઝનમાં પ્રમાણે અલગ-અલગ રૂમોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે હાલ પણ ગરમીથી તેમને બચાવી શકાય તે માટે રૂમમાં વધુ ઠંડક રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ડોગને આપવામાં આવે છે સન્માન

5/5
image

અલગ અલગ જાતિના ડોગની ખાસિયત મુજબ તેને રાખવાથી લઈ તમામ સુવિધાઓ અને સન્માન પોલીસ દ્વારા આપવામાં આવતું હોય છે. અને આવા ડોગ સ્કોવોર્ડ દ્વારા અનેક મહત્વનાં ગુનાઓનાં ભેદ ઉકેલવા માટે ડોગ કડી રૂપ સાબિત થાય છે.