આ છે ભારતના ટોપ 5 ફરવાના સ્થળો, તમે જોયા છે? જો ના... તો અત્યારથી જ કરો પ્લાનિંગ

જો તમે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ અને હજુ સુધી ખુબ શોધખોળ કરીને પણ કોઈ જગ્યા નક્કી ન કરી શક્યા હોવ તો અમે તમને મદદ કરીએ. અહીં તમને એવા જ કેટલાક સ્થળો અંગે માહિતી આપીએ છીએ જ્યાં લોકો સૌથી વધુ ફરવા માટે જાય છે. તમે તમારી સુવિધા અને બજેટ જોઈને આમાંથી કોઈ પણ એક સ્થળની પસંદગી કરી શકો છો. 

આગરા

1/5
image

આગરા દેશનો સૌથી પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ છે. જેનું કારણ છે તાજમહેલ, તાજમહેલનું સુંદરતા જ એવી છે કે જે જુએ તે જોયા જ કરે. તાજમહેલ એ પ્રેમની નિશાની છે. આ ઉપરાંત અહીં આગરાનો કિલ્લો, અકબરનો મકબરો, રામ બાગ અને નજીકમાં જ ફતેહપુર સિકરી પણ તમારા મન મોહી લેશે. ભગવાન કૃષ્ણની નગરી મથુરા અને વૃંદાવન પણ બહુ દુર નથી. ત્યાં પણ તમે જઈ શકો છો.

કાશ્મીર

2/5
image

કાશ્મીર એ ધરતીનું સ્વર્ગ ગણાય છે. કાશ્મીર ભારતના લોકપ્રિય પર્યટન સ્થળોમાં સામેલ છે. ડિસેમ્બરથી જાન્યુઆરીમાં ત્યાં બરફ પડે છે જે પર્યટકોને ખુબ આકર્ષે છે. અહીં ઝીલ, બગીચા અને હરિયાળી એકદમ નોખા છે. ગુલમર્ગ, શ્રીનગર, સોનમર્ગ અને શંકરાચાર્ય મંદિર પ્રમુખ આકર્ષણ છે. 

ગોવા

3/5
image

યાદીમાં ત્રીજુ નામ ગોવાનું આવે છે. ગોવાના આકર્ષણ ત્યાંના બીચ અને બિંદાસ અંદાજ છે. ક્રિસમસ અને ન્યૂ યરના અવસરે ગોવામાં જોરદાર ઉજવણી જોવા મળે છે. યુવા કપલ માટે આ મૌસમમાં ગોવાથી સારી કદાચ જ કોઈ જગ્યા જોવા મળશે. 

કન્યાકુમારી

4/5
image

જો તમારે શાંતિ અને દૈવી અહેસાસ જોઈતો હોય તો દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી જઈ શકો છો. અરબ સાગર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગર જ્યાં એકબીજાને મળે છે. સૂર્યાસ્ત તમને એક અનોખા અહેસાસમાં લઈ જશે. કન્યાકુમારીની સાથે સાથે તમે રામેશ્વરમ પણ જઈ શકો છો.   

જયપુર

5/5
image

જયપુર એ ગુલાબી નગરી કહેવાય છે. જયપુર પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. જયપુરનો હવા મહેલ ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત તમે ઉદેપુર પણ જઈ શકો છે. જે ઝીલની નગરી ગણાય છે.