Buttermilk Spray: ખેતરમાં રાસાણિક ખાતરો ના બદલે કરો ખાટી છાશનો ઉપયોગ, દૂર થશે 20 જાતના રોગ

Natural Farming method: આમ તો મોટા ભાગના લોકો છાશનો ઉપયોગ ભોજન સાથે કે ગરમીથી રાહત મેળવવા વધુ કરતા હોય છે.પરંતુ છાશ ખેતી માટે પણ ઉપયોગી હોય છે.જંતુનાશના દવાના બદલે છાશના ઉપયોગથી થાય છે અઢળક ફાયદા.

છાશના છંટકાવથી નથી થતું કોઈ નુકસાન

1/5
image

કેટલીક ખાસ પદ્ધતિથી છાશનો જંતુનાશક તરીકે ઉપયોગ કરી શકાય છે.જેમાં લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને છંટકાવ કરવામાં આવે તો 30 જેટલા પાકમાં સારી અસર જોવા મળે છે. છાશના છંટકાવથી કોઇપણ પ્રકારનું નુકસાન થતું નથી. 

છાશના છંટકાવથી દૂર થાય 20 જેટલા રોગ

2/5
image

છાશના છંટકાવથી લગભગ પાકમાં થતા 20 જાતના રોગને દૂર કરી શકાય છે.જેમાં ખેડૂતોને નહીંવત ખર્ચ લાગે છે.છાશમાં ઉછેરેલા લેક્ટોપસ બેક્ટેરીયા બીજા બેક્ટેરિયા અને ફૂગના બેક્ટેરિયાને મારી નાંખે છે.

કેવી રીતે છાશને બનાવશો કીટનાશક

3/5
image

છાશને કીટનાશ બનાવવા પણ ખાસ પદ્ધતિ હોય છે.જેમાં એક માટલામાં ભરીને છાશને વૃક્ષ નીચે અથવા છાણિયા ખાતરના ઢગલામાં તેને મુકવામાં આવે છે.માટલાને આવી 15થી 25 દિવસ સુધી રાખવાથી છાશ કીટનાશક બની જાય છે.આ કીટનાશકને 250થી 500 મિલી પંપમાં નાંખી પાકમાં છંટકાવ કરવાથી અનેક જાતની બેક્ટેરિયાથી ફેલાતા રોગ અટકાવી શકાય છે.ઈયળના નિયંત્રણ માટે પણ કીટનાશક છાશનો ઉપયોગ કરી શકાય છે.    

મગફળીમાં મુંડાને દૂર કરે છાશ

4/5
image

મગફળીના થડમાં થતાં સડા પર નિયંત્રણ મેળવવા પાણીની સાથે છાશ આપી શકાય છે.જો મગફળીમાં ફૂગ અને મુંડાનો રોગ હોય તો લીંબોળીના તેલની સાથે છાપનો ઉપયોગ કરી શકાય છે.છાશમાં લીંબોળીનું તેલ મિક્સ કરીને ચૂસિયાના રોગનો પણ નાશ કરી શકાય છે.પરંતુ છાશનો છંટકાવ કરવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો પાક પર પ્રાઈકોડર દવા છાંટી હોય તો તેના પર છાશનો છંટકાવ ન કરવો જોઈએ.

તુવેરમાં છાશના છંટકાવથી સુકારો અટકાવી શકાય

5/5
image

છાશના યોગ્ય ઉપયોગથી તુવેરના પાકમાં જોવા મળતો સુકારો નિયંત્રણમાં આવી શકે છે.તુવેરમાં સુકારાના રોગના નિયંત્રણ માટે સારી રીતે કોહવાયેલ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાઇકોડર્મા હરજીએનમને એક લીટર છાશ દીઠ 200 ગ્રામનું મિશ્રણ કરો.અને તેનો તુવેરના પાક પર છંટકાવ કરવાથી સુકારાને નિયંત્રણમાં લાવી શકાય છે.