Gandhinagar News:ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂત- હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. વર્ષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૪-૧૫ દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે આપી સત્તાવાર મંજૂરી: સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી. આ નિર્ણયથી સહકારી ખાંડ મંડળીઓ પરનો રૂ. ૧,૫૦૦ કરોડનો બોજો હટશે: બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતો અને ખાંડ મંડળીઓને મળશે મોટી રાહત.
Cabinet Meeting: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપતા જણાવ્યું કે, ઘઉંનો MSP 2,585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જવનો MSP 2,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણા 5,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મસૂર 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.
Banaskantha News: કાળઝાળ ગરમીથી સૌ કોઈ પરેશાન છે, તો દેશવાસીઓનું પેટ ભરનારો અન્નદાતા પણ હાલ પરેશાન છે. ખેડૂતોની પરેશાનીનું કારણ પાણી છે. ગરમીમાં પાક સુકાઈ રહ્યો છે પણ તંત્ર પાણી છોડવા તૈયાર નથી. કેનાલો સુક્કી ભઠ્ઠ થઈ ગઈ તો ખેડૂતોના ખેતરનો પાક સુકાવા લાગ્યો છે, ત્યારે ખેડૂતોએ હવે તંત્ર સામે બાંયો ચડાવી છે. અહીં વાત બનાસકાંઠાની થઈ રહી છે.
Rajkot News: જગતના તાતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે અતિવૃષ્ટીમાં મુશ્કેલી, અનાવૃષ્ટીમાં મુશ્કેલી, પાક પાકે પછી પણ મુશ્કેલી... હાલ રાજકોટ જિલ્લાના ખેડૂતો પરેશાન છે. ચણાનો સારો પાક થયો તો ખેડૂતો આનંદીત હતા. ખેડૂતોને આશા હતી કે, ચણાની ટેકાના ભાવે સરકાર સારા ભાવે ખરીદી કરી લેશે. પરંતુ ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રિજેક્ટ થઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ચોમાસુ સિઝનમાં રાજ્યના ૨.૭૩ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂક્યો છે. પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે જો તમને ન મળ્યા હોય તો આ લેખ ખાસ વાંચો.
આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઇવ્સ તથા કોલોની અપાશે. સહાય મેળવવા માટે મધમાખી પાલકો આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.
ગુજરાતમાં આ વખતે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. એટલું ઉત્પાદન કે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયા છે. વેપારીઓએ તો હવે ખરીદી પણ બંધ કરી દીધી છે..જેના કારણે ડુંગળીથી ભરેલી ટ્રકોની લાઈન યાર્ડની બહાર લાગેલી છે.
Farmers News: ખેડૂતોને પાક પછીની લોન મેળવવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે રૂ. 1,000 કરોડની ઋણ ગેરંટી યોજના શરૂ કરી છે. યોજનાનો ઉદ્દેશ્ય e-NWR ના આધારે ખેડૂતોને લોન આપવાનો છે.
હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે. પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી: પશુપાલન મંત્રી રાઘવજી પટેલ
Agriculture News: દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ તહેવારોમાં પૂજા અને સુશોભન માટે વાપરવામાં આવતા ગલગોટાના ફૂલોની ખેતી થકી પંચમહાલનું અરાદ ગામ ભારે ચર્ચામાં છે...
Agriculture News: ખેતરમાં લણીને રાખેલો કપાસ અને મગફળીનો પાક પલળી ગયો છે. આ સાથે જુવાર, ડુંગળી જેવા પાકોને નુકસાન થતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે.
Agriculture News: ખેડૂતો માટે સારા સમાચાર: ગુજરાત સરકારે કરી દીધી છે મોટી જાહેરાત. રાજ્યના જે-જે વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાકની નુકસાની થઈ છે તેમના માટે સરકાર જાહેર કરશે રાહત પેકેજ...
Agriculture News: જતાં જતાં વરસાદે ગુજરાતના ખેડૂતોની દશા બેસાડી. ચોમાસુ પુરુ થઈને હવે શિયાળાની શરૂઆતની રાહ જોવાઈ રહી હતી, ત્યાં પાછોતરા વરસાદે ભારે પાક નુકસાની ઉભી કરી.
ગુજરાતનું ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
સ્વચ્છતા સાથે સમૃદ્ધિ: ગુજરાતમાં ગોબર-ધન યોજના હેઠળ ૭૨૦૦થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ૩૩ જિલ્લાઓમાં ક્લસ્ટર/જિલ્લાદીઠ ૨૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. બાયોગેસ પ્લાન્ટ થકી પરંપરાગત ઇંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્યમાં પણ સુધારો થયો હોવાનો પણ સરકાર દ્વારા દાવો કરાયો છે.
Agriculture News: ખેડૂતો માટે વધુ એક આવકારદાયક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકારે ખેડ઼ૂતોને સારો એવો ભાવ મળી રહે તે આશયથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી દીધી છે. જાણો ક્યારથી શરૂ થશે ખરીદી...શું હશે ભાવ....?
Agriculture News: ગુજરાત સરકાર સતત એક બાદ એક ખેડૂત લક્ષી નિર્ણયો લઈ રહી છે. કારણકે, ગુજરાતમાં ખેડૂતોનો મોટો વર્ગ છે. આ સ્થિતિમાં ખેડૂતો માટે સરકાર દ્વારા આ વખતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સરકારની જાહેરાતથી ગુજરાતના લાખો ખેડૂતોને થશો મોટો ફાયદો...જાણો વિગતવાર...
Agriculture News: સામાન્ય ખેતીથી હતીને કંઈક અલગ કરતા ખેડૂતો હાલ સારી કમાણી કરી રહ્યાં છે. અમે નથી કહી રહ્યાં પણ ખેડૂતો ખુદ એમની જુબાની આ અંગે વાત કરતા અનેક ઈન્ટરવ્યૂમાં નજરે પડે છે. ત્યારે અહીં વાત કરવામાં આવી છે એવી જ એક વસ્તુની ખેતીની જેનાથી થઈ શકે છે અધધ કમાણી...
Agriculture News: આજકાલ ટ્રેડિશનલ ફાર્મિંગ એટલેકે, પરંપરાગત ખેતીવાડીથી કંઈક અલગ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ખેતીવાડી કરીને તગડી કમાણી કરી રહ્યાં છે. પરંતુ સ્માર્ટ ફાર્મર્સ યુઝ કરે છે સ્માર્ટ સ્ટ્રેટર્જી. આવી જ એક વસ્તુની ખેતીથી તમે પણ કરી શકે છો તગડી કમાણી...
Agriculture News: દેશમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. ત્યારે આ દરિયા કિનારે ઉગે છે એક સરસ મજાનું ફળ. જેની ડિમાન્ડ ભારતમાં જ નહીં પણ દુનિયાભરના દેશોમાં છે. જો આ ફળની ખેતીમાં ધ્યાન આપવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના ઘરે થઈ શકે છે ધનનો ઢગલો...સરકાર પણ આપે છે સહાય...
દેશના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો. ગુજરાતમાં 2023-24માં 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું...લીંબોળી એકત્રિત કરીને ગુજરાતની મહિલાઓ કરી રહી છે સારી એવી કમાણી...