ખેતી

પ્રથમ વખત અંતરિક્ષમાં અનોખી ખેતી, મૂળાના પાકના ઉછેરનો ફોટો નાસાએ કર્યો શેર

નાસાની અવકાશયાત્રી અને ફ્લાઈટ એન્જિનિયર કેટ રુબિન્સે પ્રથમ વખત  આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનમાં ઉગાડેલા મૂળાના પાકની લણણી કરી છે. અને  27 દિવસમાં મૂળાનો પાક તૈયાર થયો તેનો વીડિયો પણ નાસાએ સોશિયલ  મીડિયામાં શેર કર્યો છે.

Dec 6, 2020, 12:31 AM IST

PM Kisan: કિસાનોના ખાતામાં જલદી આવશે 2,000 રૂપિયાનો આગામી હપ્તો, લાભ મેળવવા કરો રજીસ્ટ્રેશન

આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવતા પહેલા તેની પાત્રતા શરતો અને કેટલીક અન્ય વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમાં સૌથી મહત્વની વાત છે કે આ સ્કીમ હેઠળ લાભ પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે.

Nov 22, 2020, 11:06 AM IST

ગુજરાતના ગરીબ ખેડૂતનો જુગાડ કામ કરી ગયો, જુગાડુ બાઈકે ખેતીનો ખર્ચ 80% ઘટાડ્યો

  •  ખેતીના વિવિધ કામોમાં સહજ રીતે ઉપયોગી થઈ રહેલું જુગાડ બાઇક કે જે ટ્રેકટર કે સનેડો જેવા સાધનો કરતા 80% સસ્તું અને સરળ બની રહે છે.
  • ખેતીમાં વારંવાર થતા નાનામોટા ખર્ચ સામે પહોંચી વળવા અને તેની બચત કરવા ભાવનગરના સીદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આ તમામ બાબતોનો જુગાડ શોધી કાઢ્યો

Nov 12, 2020, 08:22 AM IST

વડોદરા સેન્ટ્રલ જેલની વધુ એક નવી પહેલ, શુદ્ધ અને સાત્વિક સેન્દ્રિય ખેતીનો કર્યો પ્રારંભ

કેદી સુધારણા અને કલ્યાણના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે

Nov 10, 2020, 03:59 PM IST

પિતા Saif Ali Khan સાથે ખેતી કરતો જોવા મળ્યો Taimur Ali Khan, જુઓ PHOTOS

બોલીવુડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ તૈમુર અલી ખાન (Taimur Ali Khan)ની તસવીરો (PHOTOS) અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સામાન્ય વાત છે.

Nov 8, 2020, 08:36 AM IST

જામનગર : ટેકાના ભાવ કરતા વધારે કિંમત મળતા માર્કેટિંગ યાર્ડમાં કાગડા ઉડ્યા

* જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો ફિયાસ્કો
* પ્રથમ દિવસે સવાર સુધી એક પણ ખેડૂત મગફળી વેચવા આવ્યા નહીં
* ખુલ્લી બજારમાં 1400 થી વધુ ના ભાવ મળતા ટેકાના ભાવે મગફળી ખરીદીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર 
* ઓનલાઇન નોંધણી કરાવવી હોવા છતાં ખેડૂતોએ પોતાની મગફળી વહેંચી નહીં

Oct 26, 2020, 05:40 PM IST

ખેડૂતો માટે મોટા સમાચાર: સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રાખવામાં આવી

* પાંચ દિવસ માટે મગફળી ખરીદીની પ્રક્રિયા મોકુફ કરવામાં આવી
* વરસાદી માહોલના કારણે લેવાયો નિર્ણય પુરવઠા મંત્રી જયેશ રાદડીયા
* 26 તારીખને સોમવારથી રાબેતા મુજબ મગફળી ખરીદવાની પ્રક્રિયાનો પ્રારંભ

Oct 20, 2020, 06:16 PM IST

કમોસમી વરસાદના કારણે ડાંગરની ખેતી કરનારા ખેડૂત અને પાક બંન્ને જમીનદોસ્ત

  જિલ્લાના કેટલાક તાલુકા વિસ્તારમાં 30 થી 40 કી.મીના ઝડપે ભારે પવન સાથે વરસાદ પડતાં જિલ્લામાં ખેતીમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતો એ સરકાર પાસે સહાયની માંગ કરી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં સતત બે દિવસ વર્ષેલા વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો. પાકમાં પાણી ઘૂસી જતા પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં વધુ પડતો ડાંગર પાક ખેડૂતોએ કર્યો હતો. જો કે કેટલાક ખેડૂતો એ મકાઈ બાજરી સહિત મગફળીનો પાક કર્યો હતો. અચાનક વરસાદ આવતા ખેતરોમાં પાકેલો પાક કાપેલો પડ્યો હતો, ત્યારે ખેતરોમાં ઉભી ડાંગરો ભારે પવન સાથે વરસાદ વરસતા ડાંગરો જમીન દોસ્ત થઈ ગઈ હતી. ડાંગરોના પાકમાં પાણી ઘૂસી જવાથી પાક નિષ્ફળ નીવડ્યો છે. જેથી કુદરતી આફતના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકને રજુઆત કરી યોગ્ય વળતર આપવા સરકાર પાસે માંગ કરી છે. 

Oct 19, 2020, 09:36 PM IST

પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે વસૂલ્યા વધુ રૂપિયા

સરકાર દ્વારા ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે જરુરી ખેત વપરાશની ચીજવસ્તુઓ મળી રહે તે માટે સબસીડી આપવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર સરકારની આ યોજનાઓનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો હોતો નથી. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેથી એક જાગૃત ખેડૂત તરીકે આ ખેડૂતે ખેતીવાડી અધિકારી સહીત ધારાસભ્ય સહિત ઉચ્ચકક્ષાએ આ અંગે રજુઆત કરી છે.

Oct 14, 2020, 06:00 PM IST

વિપક્ષ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરાઇ રહ્યા છે, રાહત અને ટેકાના ભાવ બંન્ને મળશે

જે ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લે છે તેવા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવા તો જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને કૃષિ  રાહત પેકેજનો લાભ મળશે નહી. તે વાત તદન ખોટી : કૃષિ મંત્રી  આર.સી.ફળદુ 

Oct 10, 2020, 12:04 AM IST

ખેડૂતો માટે એક સાંધો ત્યાં તેર તુટે: વરસાદ બાદ હવે નકલી બિયારણ અને દવાને કારણે પાકને નુકસાન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પાંચ ખેડૂતોના ફુલાવર તૈયાર ધરું સાથે વાવેતર કરેલ પાકની ચોરી તો ક્યાંક ઝેરી દવાથી બળી જતા આર્થિક નુકશાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. જેને લઈને ખેડૂતો પરેશાન થયા છે. જેને લઈને ખેડૂતોએ પણ હવે પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સોને પકડવાની માંગ કરી છે. વાત છે પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર પકવતા ખેડૂતોના ખેતરો તૈયાર કરેલ ફલાવરના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રીના સમયે ચાર ખેડૂતોના ખેતરોમાં જઇ ફલાવરના ધરૂમાં ચીલની દવા છાંટી જતા હાલતો ચારેય ખેડૂતોનો તૈયાર થયેલ ફલાવરનો ધરૂ બળી જતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલતો ખેડૂતો એ પહેલા ધરૂ તૈયાર કર્યો તો વરસાદ પડવાને લઇને બગડી ગયો અને ફરી તૈયાર કર્યો ત્યારે તસ્કરોના આ કુત્ય ને લઈને હાલતો ખેડૂતોને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ પેદા થઇ છે, ત્યારે સાંપડ ખાતે રહેતા ચારેય ખેડૂત ચિરાગભાઇ પટેલના ૧૦ વિઘાના ધરૂ વાડીયાઓ તૈયાર થયેલ ફલાવરના ધરૂ માં તથા અડધો વિગો ફલાવરના તૈયાર પ્લોટમાં દવાનો છંટકાવ કરવામાં આવતા અંદાજે દોડ લાખ થી પણ વધારે નુકસાન થયું છે.

Oct 3, 2020, 08:08 PM IST

ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ, સબ સલામતનાં સરકારી દાવા વચ્ચે ખેડૂતો પરેશાન

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો રાજ્યવ્યાપી શુભારંભ આજથી થયો છે. રાજ્યનો એક પણ ખેડુત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર રહી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને યોગ્ય વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવશે. એટલે ખેડુતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ફળદુએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટે તથા વધુ વરસાદ અને પાણી ભરાવવાને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન માટે જાહેર કરેલ રાહત પેકેજ હેઠળ ખેડૂતોની નોંધણી ૧લી ઓક્ટોબર ૨૦૨૦ થી શરૂ કરાઇ છે. 

Oct 1, 2020, 09:20 PM IST

કૃષિ પશુપાલન કે શૈક્ષણિક હેતુથી ખરીદાયેલી જમીન માટે કલેક્ટરની મંજૂરી નહી લેવી પડે

મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદિની દિર્ધદ્રષ્ટી અને સમયબદ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે વિવિધ મહેસૂલી સુધારાઓ કર્યા છે. જેના ખૂબ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાનો અભિગમ અપનાવી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ વેગવાન બનાવવાનો માર્ગ સરળ કર્યો છે. ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રીતે ખૂબ જ વિકસિત રાજ્ય છે. તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યો પૈકીનું એક રાજ્ય પણ છે. જેના કેન્દ્રમાં જમીન એક અગત્યનું પરીબળ છે. રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખૂલે તે માટે ઔદ્યોગિક મૂડી રોકાણો આકર્ષિત કરવા અંગે ધ્યાને રાખીને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા (સુધારા) વિધેયક-2020 રજૂ કરવામાં આવ્યું હતું.

Sep 25, 2020, 11:54 PM IST

સાબરકાંઠા: રહી રહીને આવેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાંખી, પાકનો સંપુર્ણ નાશ થયો

જીલ્લામાં સાત હજાર હેકટર વિસ્તારથી વધુ ડાંગરની ખેતી થઇ છે. જેમાં ખાસ કરીને પ્રાંતિજ વિસ્તારમાં પાછોતરા વરસાદ વરસવાને લઇને ડાંગરના પાકનો સોથ વળી ગયો છે. તૈયાર થવાના આરે ડાંગરનો પાક વાવાઝોડાને કારણે જમીન દોસ્ત થઇ ગયો છે. સાબરકાંઠા જીલ્લામાં પહેલા વરસાદ ખેંચાતા ખેડુતોનો જીવ તાળવે ચોંટ્યો હતો કે, ચોમાસુ કેવુ રહેશે, પણ અનુકુળ વરસાદ બાદ ડાંગરનો પાક પણ સારો થયો હતો તો હવે પાક લેવાને આરે ૧૫ દિવસ બાકી છે, ત્યારે સતત બે દિવસ વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઉભો પાક જમીન દોસ્ત થઇ ગયો છે.

Sep 15, 2020, 06:33 PM IST

ખેડૂતો ખેતી ઉપરાંત પણ કરી શકશે કરોડો રૂપિયાની કમાણી, આ પ્રકારે કરો એપ્લાય

સરકાર હંમેશા ઇચ્છે છે કે ખેડૂતોની કમાણી વધે તેવા ઉપાય કરે. જેથી નવી નવી સ્કીમ પણ લોન્ચ કરે છે. જેથી તેમના પર વધારે આર્થિક બોજો ન પડે, જેથી તેમના પર આર્થિક બોઝ ન પડે. ખેડૂતો સન્માનપૂર્વક રકમથી માંડીને અનેક નવી યોજનાઓ છે, તેના દ્વારા ખેડૂત ભાઇ ખેતી ઉપરાંત પણ પોતાની કમાણીને વધારી શકે છે. હવે સરકાર ખેડૂતોની કમાણી વધારવા માટે ફોર્મ મશીનરી બેંક (Farm Machinery Bank) તરીકે એક યોજના લઇને આવી છે, જેના કારણે પોતાની ખેતી કરવાની સાથે જ બીજાની મદદ પણ કરી શકે છે. 

Sep 7, 2020, 07:58 PM IST

મોરબીમાં ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે ચાલુ, ટુંક સમયમાં અહેવાલ સરકારને સોંપાશે

જિલ્લાની અંદર ચાલુ વર્ષે ખરીફ પાક લેવા માટે થઈને કુલ મળીને ૩.૨૩ લાખ હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં છેલ્લા એક પખવાડીયા દરમ્યાન મોરબી જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે ખેતીના મોટાભાગના પાકોને નુકસાન થયેલ છે.

Sep 3, 2020, 07:59 PM IST

રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, પાક નુકસાન અંગે શરૂ કરાઇ સર્વે કામગીરી

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલ ભારે વરસાદના પગલે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે

Sep 2, 2020, 07:00 PM IST

પાટણ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, સરકાર પાસે સહાયની માંગ

પાટણ જિલ્લામાં ત્રણ દિવસ ભારે વરસાદ વરસવાને પગલે શંખેશ્વર તાલુકામાં ખેતીના પાકોમાં ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા સમગ્ર પાક પાણીમાં કોવાઈ જવા પામ્યો છે અને હવે તેમાંથી કોઈ ઉપજ ના થવાની હોઈ સરકાર દ્વારા સર્વે કરીને નુકશાનની સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Aug 31, 2020, 10:22 PM IST

મેઘકહેર: દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની સવારીથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી છે.  વલસાડના ઉમરગામમાં 79 મી.મી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરવાની સ્થિતી સર્જાઇ છે. વાહનચાલકોને વરસતા વરસાદમાં હેડ લાઇટ ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતના પાંચેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ એટલો તિવ્ર છે કે વિઝેબલિટી ખુબ જ ઓછી થઇ ચુકી છે. ઉકાઇના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પાણીની આવક ઓછી થઇ હોવા છતા ડેમની સપાટી રૂલ લેવલથી વધીને 335.15 પર પહોંચી છે.

Aug 29, 2020, 04:54 PM IST

ખેડૂતો માટે સારા સમાચાર, ઉદ્યોગોની જેમ ખેતી માટે નવી પોલિસી લાવશે સરકાર

રાજ્યમાં 2005મા ખેડૂતોને જમીન આપવા સંદર્ભે બનેલી પોલિસી અંતર્ગત નવી પોલિસી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Aug 26, 2020, 05:21 PM IST