Women Property Benefits: મહિલાના નામે ઘર કે પ્રોપર્ટી ખરીદશો તો સરકાર આપશે આ 10 મોટા લાભ, ગૃહલક્ષ્મી વધારશે વૈભવ!

Women Property Benefits: મહિલાઓ એમ જ ઘરની લક્ષ્મી ગણાતી નથી. મહિલાઓના નામે મિલકત ખરીદવાથી ઘણા ફાયદા થાય છે. મહિલાઓને જમીન કે મકાન ખરીદવા પર આ વસ્તુઓમાં મળે છે છૂટ, જાણો કેટલો થાય છે ફાયદો....તમારા માટે જાણવું એ જરૂરી છે કે, સામાન્ય રીતે, પુરૂષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.05 થી 0.10 ટકાની છૂટ મળે છે. બેંકોના છૂટના દરો અલગ-અલગ હોઇ શકે છે. જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.

તમને થશે મોટો ફાયદો

1/10
image

જો તમે પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા જઈ રહ્યા છો અને પરિણીત છો, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારી પત્નીના નામે પ્રોપર્ટી ખરીદવી એ નફાકારક સોદો હોઈ શકે છે. આવું કરવાથી તમને થશે મોટો ફાયદો.  

મિલકત પર તેણીનો અધિકાર

2/10
image

તમારે એકવાર તો આ લાભ લેવો જોઈએ. મોટાભાગના લોકો ઘર ખરીદવા માટે લોન લે છે, ઘણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પુરૂષોની સરખામણીએ મહિલાઓને વ્યાજ દરમાં રાહત આપે છે. આ પણ એક કારણ છે કે જો સ્ત્રી પાસે મિલકતની માલિકી છે, તો તે તેની નેગોસીએશન શક્તિમાં પણ સુધારો કરે છે. આ મિલકત પર તેણીનો અધિકાર હોવાથી તે સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કોઈપણ નિર્ણય લઈ શકે છે. 

ડ્રિમ હોમ માટે વધુ લોન લઈ શકશો

3/10
image

પતિ-પત્નીની આવક કમ્બાઇન હોવાથી લોનની યોગ્યતા વધી જાય છે. એટલે કે તમે તમારા ડ્રિમ હોમ માટે વધુ લોન લઈ શકશો. ઘણા રાજ્યોમાં મહિલાઓના નામે જમીન કે મકાન ખરીદવા પર ટેક્સમાં છૂટ આપવામાં આવે છે.

જોઇન્ટ ઓનર હોવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

4/10
image

ઘર ખરીદવા સાથે સંકળાયેલા મહત્વના ખર્ચ પૈકી એક સ્ટેમ્પ ડ્યુટી છે. જેની ચુકવણી તમારે પ્રોપર્ટી ખરીદતી વખતે કરવાની હોય છે. ઘણી રાજ્ય સરકારો મહિલાઓના નામે મકાન ખરીદવા અથવા પ્રોપર્ટીમાં જોઇન્ટ ઓનર હોવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપે છે. જે તમારી માટે અતિ ઉપયોગી છે. 

પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ

5/10
image

આ તમને લાભ કરાવશે. મહિલાઓને ઘર ખરીદ્યા બાદ પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ મળે છે. વિવિધ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનો આ ડિસ્કાઉન્ટ આપે છે. ઘણા લોકો પ્રોપર્ટીમાં રોકાણને શ્રેષ્ઠ વિકલ્પ માને છે, આ સિવાય કેટલાક લોકો પોતાના જીવનની કમાણી ઘર કે જમીન ખરીદવામાં ખર્ચી નાખે છે. મહિલાઓ માટે આ ફાયદાકારક છે.   

વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ છૂટ

6/10
image

રિયલ એસ્ટેટમાં મહિલાઓના રોકાણને પ્રોત્સાહન આપવા માટે, ઘણી બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ ઓછા વ્યાજ દરે હોમ લોન આપે છે. સામાન્ય રીતે, પુરૂષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.05 થી 0.10 ટકાની છૂટ મળે છે. બેંકોના છૂટના દરો અલગ-અલગ હોઇ શકે છે. જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે. આ છૂટ દેખાય છે નાની પરંતુ લાંબા ગાળે સારુએવું વ્યાજ બચાવી શકે છે.  

હોમ લોનનો વ્યાજ દર 8.35થી 9.25 ટકા

7/10
image

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો હોમ લોનનો વ્યાજ દર 9.15 ટકાથી શરૂ થાય છે. મહિલાઓને 0.05 ટકાની છૂટ છે. તેમના માટે પ્રારંભિક વ્યાજ દર 9.10 ટકા છે. તેવી જ રીતે, સેન્ટ્રલ બેંકની ગૃહ લક્ષ્મી યોજનામાં મહિલાઓ માટે હોમ લોનનો વ્યાજ દર 8.35થી 9.25 ટકા છે જ્યારે અન્ય લોકો માટે 8.5 થી 9.5 ટકા છે. જે તમને ફાયદો કરાવી શકે છે.  

મહિલાઓને બે ટકા સુધીની છૂટ

8/10
image

પ્રોપર્ટી ખરીદવા પર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવે છે, જેમાં ઘણા રાજ્યોમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને બે ટકા સુધીની છૂટ મળે છે.હોમ લોન લેતા પહેલાં બેંકને જરૂર પૂછો કે પત્નીના નામે લોન લેવા અથવા તેને કો-બોરોઅર બનાવવા પર વ્યાજ દરમાં કેટલી છૂટ મળે છે. મહિલાઓને કો-બોરોઅર રાખવાનો એક બીજો ફાયદો છે. પતિ-પત્નીની આવક કમ્બાઇન હોવાથી લોનની યોગ્યતા વધી જાય છે. એટલે કે તમે તમારા ડ્રિમ હોમ માટે વધુ લોન લઈ શકશો. જેનો તમને ફાયદો પણ મળી શકે છે. જે તે બેન્ક પ્રમાણે આ ધોરણો અલગ અલગ હોય છે. 

ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ એટલે કે CLSS નો વિકલ્પ

9/10
image

મહિલાઓમાં માલિકીના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકારે વ્યાજ સબસિડી સહિત વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. આમાંની એક છે પ્રધાનમંત્રી આવાસ યોજના. જેમાં ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ એટલે કે CLSS નો વિકલ્પ છે. વિવિધ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનો આ ડિસ્કાઉન્ટ આપે છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે.દરેક બેન્કનો વ્યાજનો દર અલગ અલગ હોય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો હોમ લોનનો વ્યાજ દર 9.15 ટકાથી શરૂ થાય છે… મહિલાઓને 0.05 ટકાની છૂટ છે… તેમના માટે પ્રારંભિક વ્યાજ દર 9.10 ટકા છે… તેવી જ રીતે, સેન્ટ્રલ બેંકની ગૃહ લક્ષ્મી યોજનામાં મહિલાઓ માટે હોમ લોનનો વ્યાજ દર 8.35થી 9.25 ટકા છે જ્યારે અન્ય લોકો માટે 8.5 થી 9.5 ટકા છે. આમ મહિલાઓને નામે બેન્કની લોનમાં પણ ફાયદો થાય છે. 

મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાનું ચલણ

10/10
image

લોન લઇને ઘર ખરીદનારા અને બનાવનારા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS, લોઅર ઈન્કમ ગ્રુપ અને મિડલ ઈન્કમ ગ્રુપના લોકોને 2.67 લાખ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. નીચા વ્યાજ દર અને સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ, મહિલાઓને આપવામાં આવતી બે એવી છૂટ છે જેમાં તે પુરૂષોની સરખામણીમાં બાજી મારી જાય છે. આ બધા ફાયદાના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાનું ચલણ નોંધપાત્ર રીતે વધ્યું છે.મોટાભાગના લોકો ઘર ખરીદવા માટે લોન લે છે, ઘણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પુરૂષોની સરખામણીએ મહિલાઓને વ્યાજ દરમાં રાહત આપે છે. પ્રોપર્ટી ખરીદવા પર અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવે છે, જેમાં ઘણા રાજ્યોમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને બે ટકા સુધીની છૂટ મળે છે. આ બધા સિવાય મહિલાઓને ઘર ખરીદ્યા બાદ પ્રોપર્ટી ટેક્સમાં પણ છૂટ મળે છે.