Relationship Tips: સંબંધોમાં પ્રેમ વધારવાનો જાદુઈ ફોર્મ્યુલા છે 5:1.. ખરાબ થયેલા સંબંધોને સુધારવા આજથી જ ટ્રાય કરો
Relationship Tips: જો સંબંધોમાં સ્થિતિ સામાન્ય ન હોય તો આજે તમને એક ખાસ ટ્રીક જણાવીએ. સંબંધોમાં પ્રેમ અને લાગણી ફરીથી લાવવા માટે 5:1 ફોર્મ્યુલા અપનાવી શકાય છે. આ ફોર્મ્યુલા ફોલો કરશો તો તમે અનુભવ કરશો કે તમારા સંબંધો પહેલા કરતા સુધરી રહ્યા છે. આ ફોર્મ્યુલા ખરાબ થયેલા સંબંધોને પણ સુધારે છે.
Trending Photos
Relationship Tips: શું તમારે પણ તમારા જીવનસાથી સાથે સાથે વારંવાર ઝઘડા થાય છે ? કે પછી તમને એકબીજાની ખામીઓ વધારે દેખાય છે ? આવું છે તો ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ રિલેશનશિપ પરફેક્ટ નથી હોતી. તેને પરફેક્ટ બનાવવી પડે છે. દરેક કપલના સંબંધોમાં ઉતાર ચઢાવ આવે તે સામાન્ય છે. પરંતુ આ સમય દરમિયાન પણ સંબંધોને સફળ બનાવવા માટે બંનેએ પ્રયત્ન કરવા પડે છે. જીવનમાં આવેલી સમસ્યાઓને કપલ કેવી રીતે દૂર કરે છે અને એકબીજા સાથેની સ્થિતિને કેવી રીતે સામાન્ય કરે છે તેના પર સંબંધોની મજબૂતી અને પ્રેમનો આધાર હોય છે.
જો સંબંધોમાં સ્થિતિ સામાન્ય ન હોય તો આજે તમને એક ખાસ ટ્રીક જણાવીએ. સંબંધોમાં પ્રેમ અને લાગણી ફરીથી લાવવા માટે 5:1 ફોર્મ્યુલા અપનાવી શકાય છે. આ ફોર્મ્યુલા ફોલો કરશો તો તમે અનુભવ કરશો કે તમારા સંબંધો પહેલા કરતા સુધરી રહ્યા છે. આ ફોર્મ્યુલા ખરાબ થયેલા સંબંધોને પણ સુધારે છે.
આ ફોર્મ્યુલાને જાદુઈ અનુપાત પણ કહેવાય છે. આ થીયરી 1970 ના દાયકામાં એક મનોવૈજ્ઞાનિક અને રિલેશનશિપ એક્સપર્ટે રિસર્ચ પછી અમલમાં મૂકી હતી. આ ફોર્મ્યુલા અનુસાર કોઈપણ રોમેન્ટિક સંબંધને સ્થિર કરવા માટે અને કપલ વચ્ચે પ્રેમ વધારવા માટે એક બેલેન્સ હોવું જરૂરી છે.
એક કપલના સંબંધો સ્થિર અને રોમેન્ટિક ત્યારે બને છે જ્યારે તેમની વચ્ચે ઝઘડા અને ડેઇલી રૂટીનની વાતચીત દરમિયાન પોઝિટિવ અને નેગેટીવ બાબતોનું અનુપાત 5:1. એટલે કે કોઈપણ કપલ વચ્ચે નેગેટિવ વાત એક હોય તો તેની સામે પાંચ પોઝિટિવ વાત હોય છે નેગેટીવીટીને બેલેન્સ કરે.
પાર્ટનરની એક નેગેટિવ વાતની સામે તમારી પાસે એની પાંચ પોઝિટિવ બાબતો છે તો તમે સંબંધોમાં બેલેન્સ જાળવી શકો છો. આ પાંચ પોઝિટિવ બાબતો શારીરિક આકર્ષણ, વખાણ, સમર્પણ, હસી મજાક કે દયા ભાવના રૂપમાં હોઈ શકે છે. તમારા પાર્ટનર આ પાંચ ગુણ તેની એક નેગેટિવ બાબતને અવગણવા માટે પૂરતા છે.
જે સંબંધોમાં નેગેટિવ બાબતો કરતા પોઝિટિવ બાબતો વધારે હોય તે સંબંધો સમય જતા મજબૂત બને છે. પરંતુ પોઝિટિવ બાબતો કરતા નેગેટિવ પાસા વધારે હોય તો સંબંધ ધીરે ધીરે ખરાબ થઈ જાય છે. જો તમે તમારા રિલેશનશિપને ટકાવી રાખવા માંગો છો તો પોતાના સાથીની ફક્ત નેગેટીવ બાબતોને ધ્યાનમાં લેવાની બદલે તેની પોઝિટિવ બાબતોથી તેની નેગેટિવિટીને બેલેન્સ કરવાનું શરૂ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે