Vastu Tips: રાતોરાત ભાગ્ય ચમકાવે છે આ 5 વાસ્તુ ઉપાય, અમીર બનવાનું સપનું ઝડપથી થશે પુરું

Vastu Tips: ઘણા લોકો એવા હોય છે જેમને ભાગ્ય સાથ આપતું નથી. મહેનત કરવા છતાં પણ તેમને સફળતા મળતી નથી. જો તમારા જીવનમાં પણ આવી સમસ્યાઓ હોય તો વાસ્તુના કેટલાક ઉપાય તમારા જીવનને બદલી શકે છે. વાસ્તુશાસ્ત્રના આ પાંચ નિયમ તમારુ દુર્ભાગ્ય દૂર કરીને તમને સફળતા સમૃદ્ધિ સુખ શાંતિ બધું જ આપી શકે છે.

Vastu Tips: રાતોરાત ભાગ્ય ચમકાવે છે આ 5 વાસ્તુ ઉપાય, અમીર બનવાનું સપનું ઝડપથી થશે પુરું

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક નિયમનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. વાસ્તુશાસ્ત્રમાં એવા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવામાં આવે તો જીવનમાં વ્યક્તિ બધું જ પ્રાપ્ત કરી શકે છે. નિયમિત રીતે ઘરમાં જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરની બધી જ સમસ્યા દૂર થાય છે. 

ઘણા લોકો એવા હોય છે જેમને ભાગ્ય સાથ આપતું નથી. મહેનત કરવા છતાં પણ તેમને સફળતા મળતી નથી. જો તમારા જીવનમાં પણ આવી સમસ્યાઓ હોય તો વાસ્તુના કેટલાક ઉપાય તમારા જીવનને બદલી શકે છે. વાસ્તુશાસ્ત્રના આ પાંચ નિયમ તમારુ દુર્ભાગ્ય દૂર કરીને તમને સફળતા સમૃદ્ધિ સુખ શાંતિ બધું જ આપી શકે છે. 

વાસ્તુશાસ્ત્રના 5 ચમત્કારી ઉપાય

આ પણ વાંચો:

1. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન કુબેરને સમૃદ્ધિના પ્રતિક કહેવાય છે. તેથી ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ દિશામાં કુબેર યંત્રની સ્થાપના કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી થતી નથી. આ સાથે જ આ દિશામાં ભારી ફર્નિચર કે જુતા ચપ્પલ રાખવા નહીં.

2. જીવનમાં ધનપ્રાપ્તિ કરવી હોય તો ઘરમાં લોકર કે તિજોરી પણ યોગ્ય દિશામાં રાખવી જરૂરી હોય છે. તિજોરી રાખવા માટે સૌથી સારી દિશા દક્ષિણ-પશ્ચિમ જણાવવામાં આવી છે. આ દિશામાં તિજોરી એવી રીતે રાખવી કે તેનું મુખ ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં ખુલે. આમ કરવાથી ઘરમાં ધનની આવક વધે છે.

3. ઘરમાં પ્રવેશ દ્વાર વડે જ સકારાત્મક ઊર્જાની પણ એન્ટ્રી થાય છે. જો તમને ભાગ્યનો સાથ ન મળતો હોય તો મુખ્ય દ્વાર સંબંધિત આ બાબતનું ધ્યાન રાખવું. જેમ કે મુખ્ય દ્વાર પર હંમેશા તાળું લટકતું ન રાખવું. મુખ્ય દ્વાર તિરાડ વિનાનો હોવો જોઈએ. મુખ્ય દ્વાર પર નેમ પ્લેટ ની સાથે વિંડ ચાઈમ લટકાવવાથી ઘરમાં ધનની ખામી સર્જાતી નથી.

આ પણ વાંચો:

4. દુર્ભાગ્યથી મુક્તિ મેળવવા માટે નિયમિત રીતે અગાસી પર માટીના વાસણમાં પક્ષીઓ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી. આ કામ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. 

5. વાસ્તુશાસ્ત્ર અનુસાર નિયમિત રીતે તુલસીના છોડ પાસે દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. માતા લક્ષ્મીની કૃપા પણ હંમેશા બની રહે છે. નિયમિત રીતે સ્નાન કરીને ઘરના ઈશાન ખૂણામાં ગંગાજળ છાંટવાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news