સપનામાં આ વસ્તુઓ દેખાય તો સારું કે ખરાબ? જાણી લેજો નહીં તો જીવનમાં થઈ જશે ઊથલપાથલ

સપના શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો ચોક્કસ અર્થ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર માં ઊંઘની વાતોના ઘણા રહસ્યો છુપાયેલા છે. અને તેમજ દરેક સપનામાં જોઈલી વસ્તુનો ચોક્કસ અર્થ હોય છે. તેને માત્ર સમજવાની જરૂર હોય છે. કે તે શુભ છે કે અશુભ. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના તે વ્યક્તિ માટે સારા સમાચાર સાબિત થઈ શકે છે. તો કેટલાક સપના અશુભ હોય છે.

સપનામાં આ વસ્તુઓ દેખાય તો સારું કે ખરાબ? જાણી લેજો નહીં તો જીવનમાં થઈ જશે ઊથલપાથલ

નવી દિલ્લીઃ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર રાત્રિના સપનાનું વિશેષ મહત્વ હોય છે. અમુક સપના તે વ્યક્તિ માટે સારા સંકેત હોય છે.  તો કેટલાક સપના અશુભ હોય છે. લોકો અનેક પ્રકારના સપના જોતા હોય છે. જેમાં તેમની અમુક યાદો પણ સામેલ હોય છે. સપના શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો ચોક્કસ અર્થ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર માં ઊંઘની વાતોના ઘણા રહસ્યો છુપાયેલા છે. અને તેમજ દરેક સપનામાં જોઈલી વસ્તુનો ચોક્કસ અર્થ હોય છે. તેને માત્ર સમજવાની જરૂર હોય છે. કે તે શુભ છે કે અશુભ.

પર્વત પરથી નીચે પડવું:
કોઈ પણ વ્યક્તિના સપનામાં નીચે પડવાનું તે સામાન્ય બાબત છે. અને લોકો ઘણીવાર સપનામાં વ્યક્તિ પોતાને નીચે પડતો જોતા હોય છે. પરંતુ જો તમે પર્વત પરથી નીચે પડી રહ્યા હોવ તો તે જીવનમાં પતન થવાનો સંકેત હોઈ શકે છે. તમારી સ્થિતિ તમારી પ્રતિષ્ઠા ને પહોંચાડી શકે છે નુકસાન. આવા સપના જીવનના કેટલાક ખરાબ તબક્કાની નિશાની છે.

કેક્ટસ નો છોડ:
જો તમે તમારા સપનામાં કેકટસનો છોડ દેખાય છે. તો તે ખૂબ જ ખરાબ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં અવરોધો આવવાના છે. તે તમારા સુખી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનો સંકેત પણ હોઈ શકે છે. પરિવારના સભ્યોમાં તણાવ થઈ શકે છે અથવા વૈવાહિક જીવન બરબાદ થઈ શકે છે.

બુજાઈ ગયેલાં દીવા:
જો તમને સપનામાં હોલવાયા દીવા દેખાય છે . તો આ તમારી માટે એક અશુભ સંકેત હોય શકે છે. અને તેનો અર્થ એ પણ થાય છે . તમારા જીવનમાં  ઉથલપાથલ થવાની શક્યતા છે. તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

મૃત્યુ પામેલા લોકો દેખાવા:
ઘણીવાર અમુક યાદોની કારણે વ્યક્તિને પોતાના સપનામાં  મૃત્યુ પામેલા લોકોના ચહેરા દેખાતા હોય છે. કેટલાક લોકો અકાળે મૃત્યુ પામે છે અને તેમની ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. તેથી જ તેઓ સપનામાં વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા રાખે છે.

સાપ:
જો તમને સપનામાં કોઈ સાપ તમારી તરફ આવતો દેખાય તો સમજી લેવું કે તમારો કોઈ દુશ્મન નજીક આવી રહ્યો છે.  અને તે તમારા માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમને સપનામાં દેખાય છે સાપ તો સાવધાન થઈ જાવ.

દુલ્હન:
જો તમે તમારા સપનામાં દુલ્હન ને જોવો છો. તો તેનો એવો અર્થ થાય છે. કે તમે તમારા વિરોધી કે ન બોલતા વ્યક્તિ સાથે સમાધાન કરવા જઈ રહ્યા છો.  કોઈ પણ વિવાદને સંવાદથી ઉકેલ થઈ શકે છે.

(નોંધઃ આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ જાણકારી જનરલ માહિતીના આધારે લખવામાં આવી છે. ઝી24કલાક આ અંગેની કોઈ પ્રકારની પુષ્ટી કરતું નથી અને અમે કોઈપણ રીતે અંધશ્રદ્ધા ફેલાતી હોય તેને પ્રોત્સાહન આપતા નથી.)

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news