Signs of Death: મૃત્યુ પહેલાં શરીર આપવા લાગે છે આ સંકેત, ખુબ સરળ છે આ લક્ષણોની ઓળખ

Death Signs: જે વ્યક્તિનું મોત નજીક હોય છે, તેની આંખો, સ્કિન, શ્વસન તંત્ર અને શરીરમાં ઝડપથી ફેરફાર આવે છે. કેટલાક લક્ષણ તેનાથી સ્પષ્ટ હોય છે અને સરળતાથી ઓળખી શકાય છે કે વ્યક્તિનું મૃત્યુ ક્યારે થશે. 
 

Signs of Death: મૃત્યુ પહેલાં શરીર આપવા લાગે છે આ સંકેત, ખુબ સરળ છે આ લક્ષણોની ઓળખ

નવી દિલ્હીઃ What Happened After Death: કોનું ક્યારે મૃત્યુ થઈ જશે તે કહેવું અશક્ય છે. ઘણી વખત સ્વસ્થ જીવન જીવતા લોકો અચાનક મૃત્યુ પામે છે. પરંતુ મૃત્યુ આવે તે પહેલા શરીર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે. શરીરમાં થતા ફેરફારોને સમજીને જો લક્ષણો ઓળખવામાં આવે તો જાણી શકાય છે કે મૃત્યુ થવાનું છે. જે વ્યક્તિનું મૃત્યુ નજીક છે, તેની આંખો, ત્વચા, શ્વસનતંત્ર અને શરીરમાં ઝડપથી બદલાવ આવે છે. કેટલાક લક્ષણો એટલા સ્પષ્ટ હોય છે કે વ્યક્તિનું મૃત્યુ કેટલા સમયમાં થશે તે જોઈને સરળતાથી જાણી શકાય છે.

જે વ્યક્તિનું મૃત્યુ થવાનું છે, તે વારંવાર પોતાની આંખોને વધુ સમય માટે બંધ કરવા લાગે છે. તેની આંખો ઘણીવાર અડધી ખુલી રહે છે. ચહેરાના સ્નાયુઓ ખુબ સરળ જોવા મળે છે. શ્વાસ ચાલવાની ગતિમાં પણ ફેરફાર થાય છે. શ્વાસ લેવા સમયે આવા લોકો અવાજ પણ કરવા લાગે છે. વ્યક્તિની સ્કિન પણ મૃત્યુ પહેલાં પીળી પડવા લાગે છે. 

મોત પહેલાં આવા લોકો શ્વાસ લેવાનું ઓછું કરી દે છે. એમ માનવામાં આવે છે કે તે ધીમે-ધીમે શ્વાસ લે છે. એટલે કે તમને એવું લાગશે કે તેણે શ્વાસ લીધો અને કેટલીક સેકેન્ડ્સ સુધી નથી લીધો. શ્વાસ લેવા અને છોડવા વચ્ચે ગેપ આવી જાય છે તેથી પરિવારજનોને તે લાગે છે કે તેમણે દેહ ત્યાગ કરી દીધો છે. અંતિમ સમયમાં આવા લોકો એક મિનિટની અંદર બે કે ત્રણ વાર શ્વાસ લે છે. 

કેટલાક લોકો અંતિમ સમયમાં એકલા રહેવાનું પસંદ કરે છે. કેટલાક પરિવાર કે મિત્રો સાથે વાત કરે છે. કેટલાક આ સમય ઉદાસી સાથે પસાર કરે છે. તે ક્ષણે તે કેવું અનુભવે છે તેની કલ્પના કરવી તેની નજીકના લોકો માટે અશક્ય છે. મૃત્યુનો સમય વ્યક્તિને આશ્ચર્યચકિત કરે છે. મૃત્યુ અને દુઃખનો દરેકનો અનુભવ અલગ-અલગ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news